ખાલી 5 મિનિટમાં મેળવો માથાના દુખાવા માંથી છુટકારો, આ 100 ટકા અસરકારક ઉપાયથી.

માથાના દુખાવાની સમસ્યા થવી એકદમ સામાન્ય છે, જે કોઈપણ સમયે વ્યક્તિને હેરાન કરી શકે છે. નિષ્ણાત લોકોના કહ્યા અનુસાર તણાવ લેવાથી, ઓછી ઊંઘ લેવાથી, થાક વગેરે જેવા કારણોને લીધે માથાનો દુઃખાવો થાય છે. આ સિવાય પણ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, આંખોની કમજોરી, પાણીની ઉણપ, લાંબા સમય સુધી સ્ક્રીન પર કામ કરવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે ઘણી વખત માથાનો દુઃખાવો થવા પાછળ માઇગ્રેન પણ જવાબદાર હોય છે. આ બિમારીથી પીડિત લોકોને ચક્કર આવવા, બેચેની, આંખોમાં દુઃખાવો, અવાજથી પીડા થવી વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

આવી સ્થિતિમાં મોટાભાગના લોકો દવાઓનો આશરો લે છે પંરતુ કેટલાક નિષ્ણાત લોકો કહે છે કે માથાના દુખાવાની ટેબ્લેટ લેવાથી તેની આડઅસર પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા માટે ઘરેલુ ઉપાય એકદમ કારગર સાબિત થશે. તો ચાલો આપણે આવા જ કેટલાક ઉપાય વિશે જાણીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

બ્રાહ્મી :- આ ઔષધિમાં ઠંડક આપતાં ગુણો જોવા મળે છે. જે તણાવ અને થાક ઓછો કરવા માટે કામ કરે છે. નિષણાત લોકોના કહ્યા અનુસાર જે લોકો માથાનો દુઃખાવો અથવા તો માઇગ્રેન ની સમસ્યા પીડિત હોય એવા લોકોએ બ્રાહ્મી અમે ઘીને મિક્સ કરીને તેના ટીપા નાકમાં નાખવા જોઈએ. જેનાથી માથાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.

ચંદન :- માથાનો દુઃખાવો દૂર કરવા માટે ચંદન નો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. આ માટે તેને ઘસીને માથા પર લગાવવું જોઈએ. જોકે યાદ રાખો કે તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા અડધી ચમચી ચંદન પાવડર માં થોડુંક પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. ત્યારબાદ તેને માથા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. તેનાથી તમારા માથાને ઠંડક મળશે અને માથાનો દુઃખાવો દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાની ઈલાયચી :- તમે નાની ઈલાયચીનો ઉપયોગ કરીને પણ માથાનો દુઃખાવો દૂર કરી શકો છો. નિષ્ણાત લોકો કહે છે કે નાની ઈલાયચીમાં કિલિંગ ઇફેક્ટ હોય છે, જે માથાના દુખાવાની સમસ્યા પળભરમાં દૂર કરીને રાહત આપવા માટે કામ કરે છે.

સેંધા નમક :- નિષ્ણાત લોકોના કહ્યા અનુસાર જે લોકો ભોજનમાં સામાન્ય નમકનો ઉપયોગ કરે છે, તેઓ જો સેંધા નમકનો ઉપયોગ કરવા લાગે તો જટિલ માં જટિલ દુઃખાવો દૂર કરી શકાય છે. આ સાથે જો તમને અચાનક માથાનો દુઃખાવો શરુ થઈ જાય છે તો તમારે નવશેકા પાણીમાં સેંધા નમક મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. જે તમારો દુઃખાવો દૂર કરશે.

ત્રિફળા ચૂર્ણ :- ત્રિફળા ચૂર્ણ વિશે તો તમે બધા સારી રીતે જાણતા હશો. જેનાથી તમારા ફેફસાં એકદમ સાફ થઈ જાય છે, શરીરને પણ ઠંડક મળે છે. આ સાથે જો તમને શ્વાસ સબંધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તેનાથી પણ આરામ મળી જાય છે. આજ ક્રમમાં તેનાથી માથાનો દુઃખાવો, માઇગ્રેન માં પણ રાહત મળી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment