આ દુનિયામાં જો કોઈ રોગ લોકોને સૌથી વધુ પરેશાન કરી રહ્યો હોય તો તે રોગ ડાયાબિટીસ છે. દર વર્ષે ડાયાબિટીસ થી પીડિત લોકોના મૃત્યુ થતા હોય છે. એક રિપોર્ટ અનુસાર આ દુનિયામાં 50 મિલિયન લોકો ડાયાબીટીસથી પીડિત છે.
આવી સ્થિતિમાં જો તમે આ સાઇલેન્ટ કિલર બીમારીથી દુર રહેવા મેળવવા માંગતા હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે જે લોકો વધુ પ્રમાણમાં બહારનું ભોજન ખાય છે અથવા તો જે લોકોની ઉંમર 40 વર્ષ વટાવી ગઈ હોય તેમને આ રોગ થવાનો સૌથી વધુ ભય રહે છે.
તમને જણાવી દઈએ કે ડાયાબિટીસ નો કોઈ કાયમી ઇલાજ નથી. તેથી તેને કાયમ માટે દૂર કરી શકાતો નથી. આ રોગ થાય છે ત્યારે બ્લડ સુગર વધી જાય છે. જેને કાબૂમાં રાખવા માટે દરરોજ ટેબ્લેટ ગળવી પડે છે, જે લાંબા ગાળે નુકસાન નું કારણ બને છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા સંકેતો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે ડાયાબિટીસ રોગ થતા પહેલા દેખાવા મળે છે. જો તમે આ સંકેતોને સમયસર ઓળખી જાવ છો તો તમે ડાયાબીટીસ થી કાયમી દૂર રહી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ સંકેતો કયા કયા છે.
જો તમને દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં તરસ લાગે અને વારંવાર પેશાબ કરવા જવું પડે છે તો તે ડાયાબિટીસ નો સંકેત હોય શકે છે. આ સિવાય જો તમને પેશાબ કરવા માટે પણ જરૂરિયાત કરતા વધુ વખત જવું પડે છે તો તે પણ ડાયાબીટીસ નો સંકેત હોય શકે છે. આવામાં તમારે તરત જ ડોકટર પાસ જઈને બ્લડ સુગર નો રિપોર્ટ કરવો જોઈએ.
જ્યારે કોઈ વ્યક્તિ ડાયાબીટીસ થી પીડિત થઈ જાય છે તો શરીરમાં પર ઇજા થાય છે તો તેનાથી જલદી રાહત મળતી નથી. હકીકતમાં આ રોગથી પીડિત લોકોને લોહી પણ વધુ પ્રમાણમાં આવે છે અને ઘા પર જલ્દી રૂઝ પણ આવતી નથી.
જો તમારો વજન યોગ્ય પ્રમાણમાં ભોજન કરવા છતાં ઘટી રહ્યો છે અને તમે એકદમ નબળાઈ, આળસ અને થાક અનુભવવા લાગો છો તો તમારે સમજી લેવું જોઈએ કે તમે ડાયાબીટીસ નો શિકાર બની ગયા છો. આવામાં તમારે બ્લડ સુગર નો ટેસ્ટ કરવો જોઈએ.
જો તમને અચનાક આંખોમાં ઝાંખપ આપી જાય છે અને આંખોના નંબર વધી જાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે આ ડાયાબીટીસ નો સંકેત છે. આનાથી રાહત મેળવવા માટે તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
જો તમે ડાયાબીટીસ નો શિકાર બની જાવ છો તો તમારે ભોજનમાં સુગર યુક્ત ભોજનનું સેવન ઓછું કરવું જોઈએ. આ સાથે મીઠાઈ થી અંતર બનાવી રાખવું જોઈએ. જો તમે ભોજન કર્યા પછી દરરોજ ચાલવા જવાની આદત બનાવો છો તો ડાયાબીટીસ ની સમસ્યા થતી નથી અને બ્લડ સુગર લેવલ કાબૂમાં રહે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.