દોસ્તો આપણા શરીરમાં મોટાભાગના અંગોને કાર્ય કરવા માટે કેલ્શિયમ ની જરૂર હોય છે. આ સાથે જ્યારે કેલ્શિયમની ઉણપ થાય છે ત્યારે શરીરમાં હાડકાનો દુઃખાવો, હાથ પગના દુખાવા, સંધિવા જેવી સ્વાસ્થય સબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.
જે લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે એવા લોકોએ કેલ્શિયમ થી સમૃદ્ધ ખોરાકનું સેવન કરવું જોઈએ. તેનાથી તમે આસાનીથી કેલ્શિયમની ઉણપ દૂર કરી શકશો. તો ચાલો આપણે કેલ્શિયમ ના કયા સ્ત્રોતો છે, તેના વિશે જાણીએ.
કેલ્શિયમની ઉણપ થતા શરીરમાં હાડકા નબળા પડી જાય છે અને દાંત, નખ તૂટી જવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સાથે મોટેભાગે નાના બાળકોમાં પણ કેલ્શિયમ ની ઉણપ જોવા મળે છે, જેનું તમારે સમયસર નિરાકરણ કરવું જોઈએ. જેથી કરીને ભવિષ્યમાં હાડકા સબંધિત સમસ્યાઓ થાય નહીં.
એક રિપોર્ટ અનુસાર કેલ્શિયમ ની ઉણપ વૃદ્ધ લોકોમાં પણ જોવા મળે છે. જેના લીધે તેઓ સમય સાથે ચાલવા બેસવામાં તકલીફ અનુભવે છે. જેના લીધે ડોકટરો પણ કેલ્શિયમ નું સેવન કરવાનું કહે છે પંરતુ તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને પણ કેલ્શિયમ ની ઉણપ દૂર કરી શકશો. તો ચાલો આપણે જાણીએ કે આ ઘરેલૂ ઉપચાર કયા કયા છે.
તમે ભોજનમાં દૂધને શામેલ કરીને કેલ્શિયમ ની ઉણપ દૂર કરી શકો છો. તમને જણાવી દઈએ કે તમે ભોજન સ્વરૂપે ગાય, બકરી, ભેંસ કોઈપણ નું દૂધ પી શકો છો. કારણ કે આ બધી જ વસ્તુઓ કેલ્શિયમ નો ખજાનો માનવામાં આવે છે. તમે દૂધ સાથે હળદર મિક્સ કરીને પણ સેવન કરી શકો છો.
તમે કાળા તલનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી શરીરમાં કેલ્શિયમ ની ઉણપ તો દૂર થાય છે સાથે સાથે તમે વાયરલ બીમારીઓનો શિકાર બની શકતા નથી. તમે દૂધની જેમ ભોજનમાં દહીં પણ શામેલ કરી શકો છો. જે કેલ્શિયમનો ખજાનો માનવામાં આવે છે.
પાલકની ભાજી પણ શાકભાજી સ્વરૂપે લઈ શકાય છે. કારણ કે તે પણ કેલ્શિયમ યુક્ત શાકભાજી છે. આ સિવાય તમે કાળા તલના તેલની માલિશ કરીને પણ સાંધાના દુખાવા દૂર કરી શકો છો. પાલકની જેમ ભીંડા પણ કેલ્શિયમ નો ખજાનો માનવામાં આવે છે. આ માટે તમારે અઠવાડિયામાં બેથી ત્રણ વખત ભીંડાની શાકભાજી ખાવી જોઈએ.
તમને બધાને પનીર ની સબ્જી તો ભાવતી જ હશે. જોકે તમને જણાવી દઈએ કે પનીર પણ કેલ્શિયમ નો ખજાનો માનવામાં આવે છે. તેમાં અઢળક પ્રમાણમાં ગુણ મળી આવે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.