આયુર્વેદ

દરરોજ ભોજન કરી લીધા પછી આ વસ્તુ ખાઈ લેશો તો જિંદગીભર નહીં કરવો પડે ડાયાબિટીસનો સામનો.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે કોઈપણ જાતની આડઅસર વિના ડાયાબીટીસ ની સમસ્યાથી બચી શકો છો. આ ખાસ વસ્તુ તકમરિયા છે.

તકમરિયામાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે ઘણા રોગોને દૂર કરવા માટે કામ કરે છે. જો તમે પેટ સબંધિત કોઈપણ બીમારીનો સામનો કરી રહ્યા છો તો તમારે તકમરિયાનો ઉપયોગ કરવો જ જોઈએ.

જો તમે દૂધ સાથે તકમરિયા મિક્સ કરીને 20 મિનિટ માટે મૂકી રાખો છો અને ત્યારબાદ તેનું સેવન કરો છો તો તમને શરીરમાં કેલ્શિયમ ની ઉણપ રહેતી નથી. જે હાડકા મજબૂત કરવા માટે ખૂબ જ જરૂરી છે. આ સાથે તેમાં મળી આવતા આયરન શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે કામ કરે છે.

જો તમે તકમરિયા, મધ અને પાણીને મિક્સ કરીને સેવન કરો છો તો તેમાં મળી આવતું ફાઈબર તમારા પેટના રોગોને દૂર કરવા માટે કામ કરે છે. આ સાથે તેના સેવનથી પાચન શક્તિ માં પણ વધારો કરી શકાય છે.

જો તમને સવારે ટોયલેટ જવામાં તકલીફ પડે છે અથવા તો કબજિયાતની સમસ્યા રહે છે તો તમારે દૂધ સાથે તકમરિયાની એક ચમચી મિક્સ કરીને રાતે સૂતા પહેલાં સેવન કરવું જોઈએ. જેનાથી તમને સવારે ખુલાસા બંધ ટોયલેટ આવશે અને પેટમાં રહેલ અશુદ્ધિઓ બહાર આવી જશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તકમરિયામાં બીજમાં ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરીને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરવાના ગુણ મળી આવે છે, જેના લીધે તમારે હૃદય રોગની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેનાથી શરીરમાં ચરબીના થર જામી ગયા હોય તો પણ પીગળી જાય છે.

જો તમે ડાયાબિટીસની સમસ્યા એટલે કે વધતા બ્લડ સુગર થી કંટાળી ગયા છો તો તમારે બપોરે અને રાતે ભોજન કર્યા બાદ તકમરિયાને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને સેવન કરવું જોઈએ, જેનાથી બ્લડ સુગર લેવલ કાબૂમાં રહેશે અને તમે ડાયાબીટીસ થી રાહત મેળવી શકશો.

જો તમને પેટમાં બળતરા થતી હોય અથવા તો હાર્ટ બર્ન ની સમસ્યા હોય તો તમારે તકમરિયાનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તકમરિયાની તાસીર ઠંડી હોય છે, જેના લીધે તેના સેવનથી પેટમાં ઠંડક ફેલાઈ જાય છે.

રાતે એક ગ્લાસ દૂધમાં ચમચી તકમરિયા ઉમેરીને સેવન કરવામાં આવે તો સવારે પેટ સાફ થઈ જાય છે અને બધી જ ઝેરી અશુદ્ધિઓ બહાર આવી જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *