તુલસીનો ઉપયોગ દરેક હિન્દુ ધર્મમાં કરવામાં આવે છે. તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જોકે તુલસીનો ઉપયોગ આર્યુવેદમાં સૌથી વધુ કરવામાં આવે છે અને તેનાથી ઘણી બીમારીઓ પણ દૂર કરી શકાય છે.
પ્રાચીન સમયથી લોકો તુલસીનું સેવન કરતા આવ્યા છે. તુલસીનો ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરીને તમારી તંદુરસ્તી વધારવા માટે કામ કરે છે. આ સિવાય તુલસીનો ઉપયોગ વિવિધ દવાઓ બનાવવા માટે પણ થાય છે.
ઘણા લોકો તો એવા છે કે જેઓ તુલસીની ચાનું સેવન કરતા હોય છે, જે ઘણી બીમારીઓ દૂર કરે છે. જો તમને શરદી, ખાંસી અને વાયરલ બીમારી થઇ હોય તેનાથી રાહત મેળવવા માટે તુલસીના ઉકાળાનું સેવન કરી શકો છો. જોકે અમે તમને કહીએ કે તુલસી ફક્ત લાભ જ નહીં પણ ગેરલાભ પણ આપી શકે છે તો તમે વિશ્વાસ કરી શકશો નહીં પંરતુ આ એકદમ સાચું છે.
તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોના દાંત એકદમ નબળા બની ગયા છે તો તમારે તુલસીનો ઉપયોગ કરવો જોઈએ નહી. કારણ કે તુલસીમાં પારો અને આયરન મળી આવે છે, જે દાંતને વધુ નબળા બનાવવાનું કામ કરે છે.
તમને જણાવી દઈએ કે તુલસી નો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાને લીધે પેટમાં બળતરા થવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમને પહેલા પણ કોઈ પેટ સાથે જોડાયેલ સમસ્યા થઈ છે તો તમારા તુલસીનું સેવન કરવાથી બચવું જોઈએ.
સામાન્ય રીતે દરેક મહિલા માટે માતા બનવું ખૂબ જ સારું માનવમાં આવે છે પણ તમને કહી દઈએ કે જો તમે ગર્ભાવસ્થાની સમય પસાર કરી રહ્યા છો તો તમને કહી દઈએ કે તુલસીનું સેવન ના કરવું જોઈએ.
તમને જાણીને આશ્ચર્ય થશે પણ કહી દઈએ કે વધુ પ્રમાણમાં તુલસીનો ઉપયોગ કરવાથી લોહી પાતળું થઇ જાય છે. કારણ કે તુલસીના પાનમાં એવા ગુણ જોવા મળે છે, જે લોહીને પાતળું કરે છે.
આ સિવાય ડાયાબીટીસ ના દર્દીઓને પણ તુલસીનું સેવન કરવું જોઈએ નહીં. હકીકતમાં તેમાં એવા ગુણ મળી આવે છે, જે બ્લડ સુગર લેવલ ને વધારવા માટે કામ કરે છે. જેનાથી ડાયાબીટીસ ની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં જો તમે ડાયાબીટીસ ના શિકાર છો તો તમારે તુલસી નું સેવન કરવું જોઈએ નહીં.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.