આયુર્વેદ

હવે ડોક્ટર પાસે નહીં જવું પડે, દરરોજ પી લો આ ખાસ વસ્તુનું પાણી, શરીરમાંથી 90 ટકા રોગો થઈ જશે દૂર.

દરેક ભારતીય રસોડામાં મળી આવતા ધાણાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. જોકે તમે તેનો ઉપયોગ કરીને સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દૂર કરી શકો છો.

આ સિવાય ધાણા આર્યુવેદમાં પણ ટોચ પર સ્થાન ધરાવે છે. ધાણા ના પાનથી લઈને તેના બીજ સુધી દરેક વસ્તુઓનો ઉપયોગ ભારતીય રસોડામાં કરવામાં આવે છે.

તેનો ઉપયોગ ભારતીય રસોડામાં ભોજન તરીકે તેનો ઉપયોગ થાય છે પણ તેના ઔષધીય ગુણ વ્યક્તિના ઘણા લાભ આપે છે. ધાણા પેટ સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓમાં આરામ આપે છે. ધાણાનો ઉપયોગ મૂત્રવર્ધક માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કરીને પેશાબ સાથે જોડાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે થાય છે.

ધાણાનો ઉપયોગ સવારે કરવાથી સ્કિન, વાળ અને રોગ પ્રતિકારક શક્તિ ની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે. ધાણામાં વિટામિન સીની સાથે સાથે પોટેશિયમ અને મેગ્નેશિયમ પૂરતી માત્રામાં મળી આવે છે. તો ચાલો આપણે જાણીએ કે તેનાથી કયા રોગો દૂર કરી શકાય છે.

ધાણા પાણી બનાવવાની રીત :- આ માટે સૌથી પહેલા ધાણાને પાણીમાં મિક્સ કરીને તેને ઉકળવા માટે મૂકી દો. ત્યારપછી જ્યાં સુધી ધાણા બરાબર ઉકળી જાય ત્યાં સુધી તેને ગરમ કરો. પછી તેને ગેસ પરથી નીચે ઉતારીને ઠંડુ પડે ત્યારે તેનું સેવન કરો. હવે આપણે તેના ફાયદાઓ વિશે માહિતી મેળવીએ.

દરરોજ ધાણા પાણીનું સેવન કરવાથી તમે ઊર્જાવાન અને ફ્રેશ અનુભવો કરશો. જેનાથી તમારો મૂડ પણ સારો રહેશે. ધાણાનું પાણી વાળ અને સ્કિન બંને માટે પણ ઉપયોગી છે.

તેનાથી શરીરમાં બ્લડ સુગર લેવલ પણ ઓછું કરી શકાય છે. ધાણાનું પાણી રોગ પ્રતિકારક શકિત મજબૂત કરવા માટે વપરાય છે. ધાણાનું પાણી પેટમાંથી ઝેરી પદાર્થ બહાર કાઢવા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.

રોગ પ્રતિકારક શક્તિ માં વધારો :- જો તમે ધાણા પાણીનું સેવન કરો છો તો તેનાથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે. હકીકતમાં ધાણા પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ મળી આવે છે, જે રોગો સામે લડવાની પ્રેરણા આપે છે અને તમે આસાનીથી કોઈપણ બીમારીને હરાવી શકો છો.

પાચન શક્તિ વધારવા માટે :- જો તમે ધાણા પાણીનું સેવન કરો છો તો તેમાં મળી આવતા તત્વો મેટાબોલિઝ્મ લેવલ સંતુલનમાં રાખે છે. જેનાથી તમારી પાચન શક્તિ માં વધારો થાય છે. આ સાથે જો તમારા પેટમાં ગંદકી જામી ગઈ હોય તો તે પણ ધાણાનું પાણી પીવાથી દૂર કરી શકાય છે. જેનાથી શરીર એકદમ સ્વચ્છ બની જાય છે.

વજન ઓછું કરવા :- ધાણામાં મળી આવતા તત્વો વજન ઓછું કરવા માટે કામ કરે છે. જો તમારું વજન વધી ગયું છે અને અથાગ મહેનત કર્યા પછી પણ તે ઓછું થઈ રહ્યું નથી તો તમારે ભોજનમાં ધાણાનું પાણી ઉમેરવું જોઈએ. તેનાથી પેટના જામી ગયેલી ચરબી ઓછી થઈ જશે અને તમને આરામ મળશે.

વાળ માટે ઉપયોગી :- જો તમારા વાળ ખરી રહ્યા છે અથવા સફેદ થઇ ગયા છે તો તમારે ભોજનમાં ધાણાનું પાણી શામેલ કરવું જોઈએ. હકીકતમાં તેમાં વિટામિન સી મળી આવે છે, જે વાળના પોષણ માટે ઉપયોગી છે. તેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જાય છે.

સ્કિન માટે ઉપયોગી :- જો તમારી સ્કિન ખરાબ થઈ ગઈ છે અને તેના પર ડાઘ થઇ ગયા છે તો તમારે ભોજનમાં ધાણા પાણી ઉમેરવા જોઈએ. હકીકતમાં તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને આયરન મળી આવે છે. જે સ્કીનને પોષણ આપવા માટે કામ કરે છે. તેનાથી સ્કિન એકદમ ચમકદાર બની જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *