દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોના શરીર પર વિવિધ પ્રકારની ગાંઠ હોય છે. જેમાં ચરબીની ગાંઠ એવી છે કે તેની કોઈ આડઅસર નથી અને તે શરીરના અંદર અથવા તો બહાર હોઈ શકે છે.
તે શરીરના કોઈપણ અંગ પર થઇ શકે છે. આ સાથે તે દેખાવમાં પણ ખરાબ લાગે છે અને જ્યારે આપણે ડોકટર પાસે જઈએ છીએ ત્યારે તેઓ ઓપરેશન વડે ગાંઠ કાઢવાની વાત કરે છે.
હા, ચારક ઋષિ દ્વારા એવી ઘણી વાતો વિશે વર્ણન કર્યું છે, જેનો અમલ કરીને ઓપરેશન વગર આસાનીથી ઘર બેઠા ગાંઠ દૂર કરી શકાય છે. આ માટે તમારે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે. તો ચાલો આપણે આ ઉપાય વિશે જાણીએ.
જે લોકોને કાયમી વાત, વાયુ દોષ, પિત્ત, કફની સમસ્યા રહેતી હોય છે તેવા લોકોને ગાંઠની સમસ્યા થઇ શકે છે. આ સાથે જે લોકો અગાઉથી બ્લડ પ્રેશર અથવા બ્લડ સુગર નો સામનો કરી રહ્યા છે, તેમને આ પ્રકારની ગાંઠ થવાની શક્યતા વધારે હોય છે.
આવી સ્થિતિમાં જો તમને પણ આવી ગાંઠ ની સમસ્યા થઇ છે તો તમારે સૌથી પહેલા તમારા ખોરાકમાં કેટલાક બદલાવ કરવા જોઈએ. જે અનુસાર તમારે સફેદ ખાંડ અને મીઠાને ભોજનમાંથી શક્ય હોય ત્યાં સુધી ઓછું કરવું જોઈએ.
આ સિવાય આજે બહારના મોટાભાગમાં ભોજનમાં મેદાનો ઉપયોગ થાય છે. આવામાં તમારે મેંદાનો પણ શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે મેંદો એકદમ ચીકણો હોય છે અને તે શરીરમાં ચોંટી જાય છે.
જો તમે રિફાઈન ઘી અથવા ડાલ્ડા ઘીનો ઉપયોગ કરો છો તો તેનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ. કારણ કે તેમાં એક પ્રકારના કેમિકલ નો ઉપયોગ કરવામાં આવેલ હોય છે, જે તમારી સમસ્યામાં વધારો કરી શકે છે અને ગાંઠ પણ બહાર આવે છે.
જે લોકોનું વજન વધારે હોય તેવા લોકોએ ઉપર જણાવેલ ચાર વસ્તુઓને ખાવામાં સંયમ રાખવો જોઈએ. કારણ કે તેના વધુ પડતા સેવનથી તમારી સમસ્યા દૂર તો થશે નહિ પણ તેના વધારો થઈ શકે છે.
જો તમે 15 મિનિટ માટે સવારે પ્રાણાયામ કરો છો અને બાકી રહેલી 15 મિનિટમાં કપાલભાતિ પ્રાણાયામ કરો છો તો તેનાથી ગાંઠ ઓછી થઈ જાય છે અને તમને માનસિક અને શારિરીક રીતે શાંતિ મેળવી શકો છો. આ પ્રાણાયામ તમે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી આસાનીથી શીખી શકો છો.
જો તમે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો છો તો તેનાથી પણ ગાંઠ ની સમસ્યા દૂર કરી શકાય છે. જેનાથી શરીરમાંથી કચરો બહાર આવી જાય છે અને પેટ પણ ડીટોકસ કરવા માટે કામ કરે છે.
હવે તમે સમજી ગયા હશો કે શરીર પર રહેલી ગાંઠ કેવી રીતે દૂર કરી શકાય છે. તમે આ ઉપાય અપનાવીને આસાનીથી રાહત મેળવી શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.