આમળામાં રહેલા પોષક તત્વોને કારણે તેનો ઉપયોગ અનેક બીમારીઓ દૂર કરવા માટે થાય છે. તેનાથી આંખ, ત્વચા અને હાડકા સાથે જોડાયેલ બધી જ સમસ્યાઓ દૂર કરી શકાય છે.
આ સાથે તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વોને લીધે રોગ પ્રતિકારક શકિત મળે છે. આ સાથે તેનાથી શરીર આખો દિવસ ઊર્જાવાન રહે છે અને નબળાઈ, અશક્તિનો અનુભવ થઇ શકતો નથી. તમે તેના અથાણાં અથવા મુરબ્બો બનાવીને સેવન કરી શકો છો.
આમળામાં વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂર્ણ કરીને તમને શ્વાસ, દમ, અસ્થમા, પેટનો વિકાર, કબજિયાત, એસિડિટી જેવા રોગોમાં રાહત મેળવી શકાય છે. હવે ચાલો આપણે જાણીએ કે તેનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા લાભ વિશે જાણીએ.
એસિડિટી :- જ્યારે તમે ભોજનમાં આમળા અને સાકર ને સાથે ખાવ છો તો તેનાથી તમને એસિડિટીની સમસ્યા થઈ શકતી નથી. આ સાથે તેનો ઉપયોગ કરવાથી પેટમાં રહેલા વિકાર દૂર થઈ જાય છે અને પેટ સાફ થઈ જાય છે.
હવે તમે વિચારતા હશો કે આમળા તો ખાટા હોય છે તો તેનાથી કેવી રીતે એસિડિટી દૂર કરી શકાય છે તો તમને કહી દઈએ કે આમળાને સાકર સાથે ખાવાથી તેની અસર ઠંડી થાય જાય છે, જેનાથી એસિડિટી અને ખાટા ઓડકાર થી રાહત મળે છે.
ડાયાબીટીસ માં રાહત :- જો તમે દરરોજ આમળાનું સેવન કરો છો તો તેનાથી ડાયાબિટીસ વાળા લોકોને ઘણો લાભ થાય છે. હકીકતમાં તેનાથી બ્લડ સુગર લેવલ કાબૂમાં કરી શકાય છે અને તમે ડાયાબીટીસ જેવા ગંભીર રોગનો શિકાર બની શકતા નથી.
આ માટે તમારે આમળાના રસને હળદર સાથે મિક્સ કરીને ખાવું જોઈએ. તેનાથી તમને રાહત મળશે અને તમે ડાયાબીટીસ થી રાહત મેળવી શકશો.
પથરીમાં મદદગાર :- જો તમે દરરોજ ભોજનમાં આમળાનું સેવન કરો છો તો તેનાથી પથરીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. આ માટે તમારે આમળા પાવડર બનાવીને તેને મૂળાના રસમાં મિક્સ કરીને સેવન કરવું જોઈએ.
આનાથી પેટમાં ક્ષાર પણ જમા થશે નહિ અને આસાનીથી પથરી બહાર નીકળી જશે. જો તમે દરરોજ સવારે આમળાના પાવડરને પાણીમાં મિક્સ કરીને સેવન કરશો તો પણ તે દૂર થઈ જશે.
વજન ઓછું કરવા માટે :- જો તમે તમારા વજન વધારાથી શિકાર બની ગયા છો અને ઘણા પ્રયત્નો પછી પણ વજન ઓછું થઈ શકતુ નથી તો તમારે ભોજનમાં આમળા શામેલ કરવા જોઈએ.
હકીકતમાં તેનાથી પેટમાં રહેલી અશુદ્ધિ બહાર નીકળી જશે અને પેટનો વિકાર પણ દૂર થશે. આ માટે આમળાને ત્રિફળા ચૂર્ણ માં મિક્સ કરીને તેનું રાતે જમ્યા ના બે કલાક પહેલા નવશેકા પાણીમાં મિક્સ કરીને સેવન કરી લેવું જોઈએ.
ચહેરા પરના ડાઘ :- જો તમારા ચહેરા પર વિવિધ પ્રકારના ડાઘ થઇ ગયા છે અને અથાગ મહેનત કર્યા પછી પણ દૂર થવાનું નામ લઈ રહ્યા નથી તો તમારે આમળાની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર લગાવવાથી રાહત થાય છે. આ સાથે ચહેરો પણ ચમકદાર બની જાય છે અને ડાઘ પણ દૂર થઈ જાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.