સામાન્ય રીતે આપણે દિવસ દરમિયાન ઘણી વખત ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમાં દૂધ, છાશ, દહીં, પનીર, ચીજ જેવી વસ્તુઓ શામેલ છે.
જોકે આપણે ચીજ અને પનીર માંથી બનતી વસ્તુઓ ખાવાનું ટાળીએ છીએ, કારણ કે આપણી એક માન્યતા હોય છે કે આ વસ્તુઓ ખાવાથી ચરબીમાં વધારો થઈ શકે છે. આ સાથે ચીજ અને પનીરનો ઉપયોગ ફાસ્ટ ફૂડ અને બહારના ભોજનમાં કરવામાં આવે છે.
જોકે તમને જણાવી દઈએ કે ચીજ અને પનીર જેટલા અંશે નુકસાનકારક છે એના કરતાં વધારે ફાયદાકારક પણ છે. તને તેનો ઉપયોગ કરીને સ્વાસ્થય સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. હકીકતમાં ચીજ અને પનીરમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન, પોટેશિયમ વગેરે જેવા તત્વો મળી આવે છે.
જે શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર કરવા માટે એકદમ કારગર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ચીજનો ટુકડો દૂધના એક ગ્લાસ બરાબર શકતી આપે છે. જોકે યાદ રાખો કે તેનું હંમેશા મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઈએ.
સામાન્ય રીતે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ની ઉણપ થવાને લીધે દાંત, હાડકા અને નખની સમસ્યાઓ થવા લાગે છે. જેનાથી રાહત મેળવવી આમ તો મુશ્કેલ છે પણ જો તમે ભોજનમાં ચીજનો સમાવેશ કરો છો તેનાથી ઉપર જણાવેલ પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. જેનાથી દાંત અને હાડકા બંને મજબૂત બને છે.
જો તમે દિવસ દરમિયાન મર્યાદિત માત્રામાં ચીજનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં કેલરીની માત્રા સંતુલિત રહે છે. વળી તેનાથી બોડી બનાવવામાં પણ મદદ મળે છે. જ્યારે તમે ચીજ નું સેવન કરો છો ત્યારે શરીરમાં ફેટ જમા થઈ શકતા નથી અને તમને આરામ મળી શકે છે. આ સાથે વજન વધારાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
ચીજમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે, જેનાથી આંતરડા સાફ થઈ જાય છે અને પેટમાં રહેલું ઝર પણ બહાર નીકળી જાય છે. તેનાથી પેટની પાચન શક્તિમાં વધારો થાય છે.
વળી ચીજમાં વિટામિન બી12 મળી છે, જે કોઈપણ ખોરાકના પાચનમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેનાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં ઊર્જાનો સંચય થાય છે. જેના લીધે તમે આળસ, નબળાઈ વગેરેનો સામનો કરી શકતા નથી.
હાલના આધુનિક સમયમાં શરીરમાં પૂરતા પોષક તત્વોની ઉણપ હોવાને લીધે હાડકા સાથે જોડાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેનાથી હાડકા ભાગી જવા, તેમાં દુઃખાવો થવો, રાત દરમિયાન સખત ધ્રુજારી આવવી જેવી સમસ્યા થઇ શકે છે.
આવી સ્થિતિમાં જો તમે ભોજનમાં ચીજ નો સમાવેશ કરો છો તો તેમાં કેલ્શિયમ મળી આવે છે. જે હાડકાની સમસ્યા દૂર કરીને તેને મજબૂત બનાવવા માટે કામ કરે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.