સામાન્ય રીતે દરેક ઘરના રસોડામાં લીંબુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જોકે આપણે હંમેશા લીંબુ માંથી નીકળતા રસનો જ ઉપયોગ કરીએ છીએ અને પછી લીંબુને ફેંકી દેતા હોઈએ છીએ.
જોકે તમને જણાવી દઈએ કે આ તમારી ભૂલ હોઈ શકે છે. કારણ કે લીંબુની છાલમાં પણ એવા ગુણધર્મો મળી આવે છે, જેનાથી ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરી શકાય છે.
આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને નકામી ગણાતી લીંબુની છાલના ફાયદાઓ લઈને આવ્યા છીએ. લીંબુની છાલ માં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી અને ઈ મળી આવે છે. જેનાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર કરીને તમે સ્વાસ્થ શરીર મેળવી શકશો.
તમને જણાવી દઈએ કે તમે લીંબુના રસનો ઉપયોગ કરીને તાંબાના વાસણને પણ ચમકાવી શકાય છે. આ માટે સૌથી પહેલા લીંબુની છાલને મીઠાના પાણીમાં મિક્સ કરી લો અને પછી તેની મદદથી તાંબાના વાસણ પર ઘસો. તેનાથી વાસણો એકદમ ચમકદાર બની જશે.
જો તમારા કપડાં પર કોઈ જિદ્ધી ડાઘ થઇ ગયા છે તો તમે તેને લીંબુની છાલનો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે. આ માટે સૌથી પહેલા લીંબુની છાલને પાણીમાં ઉકાળો અને પછી જ્યારે તે બરાબર રીતે ઉકળી જાય ત્યારે તેને ફિલ્ટર કરીને વોશિંગ મશીનમાં સાદા પાણી સાથે નાખી દો. આવું કરવાથી કપડાં એકદમ ફ્રેશ થઈ જશે અને ડાઘ પણ દૂર થઈ જશે.
જો તમે મહિલા છો તો તમારા માટે લીંબુની છાલ કોઈ દવા કરતા ઓછી નથી. તમે તેનો ઉપયોગ કરીને ચહેરા પરના ખીલ, ડાઘ અને બ્લેક હેડ્સ દૂર કરી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થઇ શકતી નથી.
આ ઉપાય કરવા માટે સૌથી પહેલા લીંબુની છાલને તડકામાં સૂકવી લો અને પછી તેને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ અને હળદર અને મરી બધાને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો.
તેને ચહેરા પર લગાવો અને પછી દસેક મિનિટ સુધી રહેવા દઈને તેને સ્વચ્છ પાણીથી ચહેરો સાફ કરી લો. આ ઉપાય કરવાથી ચહેરા પરથી ડાઘ અને ખીલ દૂર થઈ જશે.
તમે કોણી અને ઘૂંટણ ઉપરની કાળાશ દૂર કરવા માટે પણ લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે લીંબુની છાલમાં ખાંડ મિક્સ કરો અને તેને પછી ઘૂંટણ અથવા કોણી પર લગાવો. તેનાથી કાળાશ દૂર થઈ જશે અને કોણી અથવા ઘૂંટણ એકદમ ચમકદાર થઈ જશે.
જો તમારા નખ એકદમ પીળાશ પડતા થઇ ગયા છે તો પણ લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત લીંબુની છાલને નખ પર ઘસવાની રહેશે. આનાથી તમારા નખ પર એકદમ ચમક આવી જશે.
જો તમારા ઘરમાં ટાઈલ્સ પર કોઈ ડાઘ થઇ ગયો છે અને તે જવાનું નામ લઈ રહ્યો નથી તો પણ તમે તેને દૂર કરવા માટે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો.
આ માટે વિનેગર અને લીંબુની છાલને પાણીમાં 10 દિવસ સુધી પલાળી રાખો અને પછી તેનાથી ટાઈલ્સ પર પોતું કરો.. આનાથી તમને ચમકદાર ટાઈલ્સ મળી જશે અને ડાઘ પણ દૂર થઈ જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.