આયુર્વેદ

તમારા ભોજનમાં આ 7 ફળો પૈકી કોઈ એક ફળને શામેલ કરશો તો શરીરમાં ક્યારેય નહિ થાય લોહીની કમી અને બીજા પણ કેટલાય રોગો.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું શરીરમાં લોહીની યોગ્ય માત્રા હોવાને લીધે સરખી રીતે ચાલી શકે છે. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો એનિમિયા જેવી લોહી સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે.

તમને જણાવી દઈએ કે શરીરમાં લોહીની અછત હીમોગ્લોબીનમાં ઉણપ આવવાને લીધે થાય છે. એક રિપોર્ટ અનુસાર સ્ત્રીઓ માટે હિમગ્લોબનીન લેવલ 12થી16 હોવું જોઈએ જ્યારે પુરુષ માટે 14થી18 હોવું જોઈએ.

જો હિમોગ્લોબીન લેવલ આ અંક કરતા ઓછું હોય તો વ્યક્તિના શરીરમાં અનેક બીમારીઓ આવવા લાગે છે. આ સાથે વ્યક્તિને શરીરમાં નબળાઈ, થાક આવવો, અશકિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આજે અને તમને કેટલાક એવા ફૂડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે હિમોગ્લોબીન લેવલ યોગ્ય રાખવા માટે કામ કરે છે.

દાડમ :- શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે દાડમ એકદમ કારગર ફળ છે. તેમાં બધા જ વિટામિન, આયરન, કેલ્શિયમ અને પોટેશિયમ મળી આવે છે. જે શરીરમાં હિમોગ્લોબીન ની માત્રા જળવાઈ રાખે છે, જેનાથી લોહીની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

બીટ :- બીટ વિશે તો તમે જાણતા જ હશો. કારણ કે તે ઘણા સમયથી ઉપયોગ માં લેવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન એ અને સી મળી આવે છે. જે શરીરમાં લોહીની ઉણપ દૂર કરી શકે છે. તમે તેનો જ્યૂસ સ્વરૂપે ઉપયોગ કરી શકો છો.

ટામેટાં :- ટામેટા પણ હિમોગ્લોબીન ની ઉણપ પૂરી કરી શકે છે. ટામેટામાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન B6 મળી આવે છે. જે શરીરમાં લોહી બનાવવા માટે કામ કરે છે અને હિમોગ્લોબીન ની ઉણપ પૂરી કરી શકાય છે. તમે તેનો ઉપયોગ દરરોજ સલાડ અથવા શાક સ્વરૂપે કરી શકો છો.

ખજૂર :- તમે જાણતા હશો કે ખજૂર પણ લોહીની ઊણપ પૂરી કરી શકે છે. હકીકતમાં તેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન B6, મેગ્નેશિયમ, ફોસ્ફરસ મળી આવે છે. જે દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરી શકાય છે.

અખરોટ :- અખરોટ નો સમાવેશ ડ્રાય ફ્રુટ તરીકે થાય છે. તમે તેનો ઉપયોગ કરીને શરીરમાં હિમોગ્લોબીન ની ઉણપ પૂરી કરી શકો છો. વળી તેમાં ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે, જે લોહી બનાવવા માટે કામ કરે છે. આ સાથે તેમાં વિટામિન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે.

પાલક :- તમારા શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે પાલક પણ ઉપયોગી થઇ શકે છે. આ માટે તમે પાલકનો ઉપયોગ કરી શકો છો. તેમાં પણ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસીડ મળી આવે છે.

અંજીર :- અખોરોટ ની જેમ જ અંજીર પણ સ્વાસ્થય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમાં મળી આવતા ઓમેગા 3 ફેટી એસીડ લોહીની માત્રા દૂર કરીને તમને તંદુરસ્ત બનાવવા માટે કામ કરે છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *