આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ…. જેમાંથી સારું કોલેસ્ટ્રોલ આપણા શરીરની રચના પૂર્ણ કરવા અને તેને ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં યોગ્ય માત્રામાં કોલેસ્ટ્રોલ હોય તો તેનાથી ક્યારેય હૃદય રોગ થઈ શકતો નથી પંરતુ બહારના ભોજન અને બેઠાળુ જીવનને લીધે વ્યક્તિની સમસ્યાઓ વધી રહી છે.
આજ ક્રમમાં ખરાબ કોલેસ્ટ્રોલ માં પણ વધારો થઈ રહ્યો છે. જે શરીરને સ્વાસ્થય માટે ખૂબ જ જોખમી છે અને તેનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક ઉપાય વિશે માહિતી આપીશું, જે તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
જો તમે દિવસ દરમિયાન વધુ પડતું તળેલું અથવા તેલ, ઘી યુક્ત વસ્તુઓનું સેવન કરો છો તો તેને આજથી જ ઓછું કરી દેવું જોઈએ. કારણ કે તેનાથી કોલેસ્ટ્રોલ માં વધારો થાય છે. આ સાથે તમે ભોજનમાં કોથમીર ને શામેલ કરી શકો છો.
જે કોલેસ્ટ્રોલ લેવલ કાબૂમાં કરવા માટે કામ કરે છે. આ માટે તમે કોથમીર ને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો અથવા સલાડ સાથે ખાઈ શકો છો.
જો તમે સવારે ઊઠીને ચા અથવા કોફી પીવાની બદલે ગ્રીન ટી પીવો છો તો તમને લાભ થઇ શકે છે. આ સિવાય તમે સફરજનને છાલ સાથે ખાઈ શકો છો કારણ કે તેમાં જોવા મળતા તત્વો કોલેસ્ટ્રોલ લેવલને કાબૂમાં કરવા માટે કામ કરે છે.
આ સિવાય તમે ચણાને ફોતરા કાઢીને શેકીને ખાઈ શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તમે કોલેસ્ટ્રોલ લેવલ કાબૂમાં રાખવા માટે વિટામિન સી ધરાવતા પદાર્થ ને શામેલ કરી શકો છો.
તમે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવા માટે ભોજનમાં ડ્રાય ફ્રુટ પણ શામેલ કરી શકો છો. કારણ કે તેમાં ફાઈબર મળી આવે છે, જે શરીરની પાચન શક્તિ વધારવા સાથે કોલેસ્ટ્રોલ લેવલ કાબૂમાં રાખવા માટે કામ કરે છે.
આ સિવાય તમે ભોજનમાં લાલ ડુંગળી પણ ખાઈ શકો છો. કારણ કે તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ કાબૂમાં રાખી શકાય છે. તમે ઇસબગુલ નું સેવન કરી શકો છો. તે કોલેસ્ટ્રોલ લેવલની સમસ્યા સહિત બીજી ઘણી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે.
તમે આવામાં ભોજનમાં દહીં પણ શામેલ કરી શકો છો. કારણ કે દહીં એક એવી વસ્તુ છે, જે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરીને તમને આરામ આપવા માટે કામ કરે છે.
આ સિવાય તમે ભોજનમાં દાડમનો રસ પણ ઉમેરી શકો છો. તેનાથી તમને વધારે લાભ થઇ શકે છે અને કોઈ આડઅસર પણ થતી નથી. જો તમે સવાર અને સાંજ દાડમ નો રસ પીવો છો તો તમને શરીરમાં જરૂરી બધા જ પોષક તત્વો મળી આવે છે.
તમે ભોજનમાં આમળા, લસણને ઉમેરીને પણ તમારી સમસ્યા દૂર કરી શકો છો. જો તમે દરરોજ સવારે ચાલવાની આદત બનાવો છો તો તે તમારા માટે ઘણું સારું રહેશે. કારણ કે તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ તો સંતુલિત અવસ્થામાં રહેશે પણ સાથે સાથે તમે બીમારી મુક્ત પણ રહેશો.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.