ઔષધી

માત્ર એક અઠવાડિયા સુધી કરો આ ખાસ પ્રકારની ચાનું સેવન, પેટ સાથે જોડાયેલ રોગો કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી વગેરેમાં મળી જશે રાહત…. 90% લોકો નહીં જાણતા હોય તેના વિશે….

સામાન્ય રીતે ઘણા લાંબા સમયથી તમાલપત્ર નો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જોકે તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરી શકો છો.

આર્યુવેદમાં તેનો ઉપયોગ કરવાની રીતથી લઈને તેનાથી કંઈ બીમારીઓ દૂર થઈ જાય છે, તેના વિશે વિગતવાર વર્ણન કર્યું છે.

તમે તમાલપત્ર નો ઉપયોગ ચા સ્વરૂપે કરો છો તો તેનાથી તમને વધુ લાભ થાય છે. તમે તમાલપત્ર નો ઉપયોગ કરીને શરદી, ઉધરસ જેવી નાની બીમારીઓથી લઈને કબજિયાત, ડાયાબીટીસ, જેવી મોટી બીમારી ઓ પણ દૂર શકો છો. તો ચાલો આપણે સૌથી પહેલા તમાલપત્ર ની ચા બનાવવા માટેના ઉપાય વિશે જાણીએ.

તમાલપત્ર ની ચા બનાવવાની પદ્ધતિ :- તમાલપત્ર ની ચા બનાવવા માટે સૌથી પહેલા 2 ગ્લાસ પાણીમાં એક તમાલપત્ર અને 2 ચમચી તજ પાવડર ઉમેરી લો. હવે તેને બરાબર ગરમ કરો અને ત્યારબાદ જ્યારે તે ઉકળી જાય ત્યારે તેને નીચે ઉતારી તેમાં લીંબુ રસ અને મધ મિક્સ કરી લો. હવે જ્યારે તે નવશેકું થાય ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.

જો તમે આ ખાસ પ્રકારની ચાનું સેવન કરો છો તો તમને શરદી ઉધરસ જેવી વાયરલ બીમારીઓ થઇ શકતી નથી. આ સાથે જો તમને કોલેસ્ટ્રોલ લેવલની સમસ્યા થઈ રહી છે તો તમારે તમાલપત્ર લઈને તેને એક કપ પાણીમાં મિક્સ કરીને ઉકાળીને સેવન કરવું જોઈએ. તેનાથી તમને અવશ્ય ફરક જોવા મળશે. આ સાથે હૃદય રોગ પણ થશે નહીં.

જો તમને ડાયાબિટસની સમસ્યા છે તો તમારે ભોજનમાં તમાલપત્ર નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ યોગ્ય રહે છે અને તમે આસાનીથી ડાયાબીટીસ ની સમસ્યા દૂર કરી શકો છો. જો તમને પાચન સાથે જોડાયેલ કોઈ સમસ્યા થઇ રહી છે તો તમારે ભોજનમાં શાકભાજી સાથે તમાલપત્ર નો ઉપયોગ કરવો જોઈએ.

જો તમે તમાલપત્ર ને એક સ્પ્રે બોટલમાં લીમડાના તેલ સાથે મિક્સ કરીને સ્પ્રે કરો છે તો મચ્છર આવવાની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાથે ભોજનમાં તેનો વઘાર કરવામાં આવે તો ખોરાકનો સ્વાદ આખો બદલાઈ જાય છે અને તેને ખાવાની પણ મજા આવે છે.

જો તમને અનિન્દ્રાની સમસ્યા છે તો પણ તમે તમાલપત્ર નો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને રાતે મીઠી ઊંઘ આવી જાય છે અને કોઈ સમસ્યા પણ થતી નથી. જેના લીધે તેને બીજા દિવસે ખૂબ જ સારી રીતે કાર્ય કરી શકો છો અને મન પ્રફુલ્લિત રહે છે.

જો તમે તમાલપત્ર ના પાવડરને મધ સાથે સેવન કરો છો તો તેનાથી શરદી અને ઉધરસ તો દૂર થાય જ છે પણ મોઢામાં પડેલા ચાંદાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. તમાલપત્ર નો ઉપયોગ કરીને ગર્ભાશય સાથે જોડાયેલ બીમારીઓ થી પણ છૂટકારો મળી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *