સામાન્ય રીતે આજની આધુનિક જીવનશૈલી અને બહારના ભોજન કારણે વ્યક્તિને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
આજ ક્રમમાં વ્યક્તિને ચર્મ રોગ થવાની શક્યતા સૌથી વધુ હોય છે. જેમાં ધાધર, ખરજવું, દાદર જેવી સમસ્યાઓ સામાન્ય છે. જો કોઈ વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરે છે, તો તેનાથી રાહત મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ બધા જ રોગો હઠીલા છે.
આવી સ્થિતિમાં આજે અમે તમને શીળસ ની સમસ્યાથી રાહત મેળવવાના આર્યુવેદિક ઉપાય લઈને આવ્યા, જેનાથી તમે શિરસ ની સમસ્યાથી રાહત મેળવી શકશો, વળી તેની કોઈ આડઅસર પણ થશે નહીં. તો ચાલો આપણે જાણીએ કે તેનાથી કંઈ રીતે રાહત મેળવી શકાય છે.
આ બીમારીનો સામનો કરી રહ્યા હોય તેવા લોકોએ શક્ય હોય ત્યાં સુધી તડકામાં રહેવાનું ટાળવું જોઈએ અને જો કોઈ કારણસર બહાર જવાનું થાય છે તો તેના પર કોઈ સુતરાઉનું કાપડ ઢાંકી દેવું જોઈએ. આ સાથે સીધો હવાનો સ્પર્શ અસરગ્રસ્ત વિસ્તાર પર ના થાય તેની કાળજી લેવી જોઈએ.
તમારે વધારે પડતાં ખાટા પદાર્થ ખાવાના પણ ટાળવા જોઈએ. તમારે શ્રિંખડ અને રસ પણ આ સમય દરમિયાન ટાળવો જોઈએ. કારણ કે શીળસ એકદમ ગંભીર રોગ છે, જો તેની વધુ કાળજી ના લેવામાં આવે તો તે આખા શરીર પર પ્રસરી શકે છે.
જો તમે અજમો અમે ગોળ બંનેને વાટીને તેનુ સેવન કરો છો તો શીળસ ની સમસ્યા બહુ જલ્દી ઓછી થઈ જાય છે. જો તમે ઈચ્છો છો તો મરી અને ઘી બંને મિક્સ કરીને પણ લઈ શકાય છે. જો તમે કોઈ વસ્તુ ખાવા માંગતા નથી અને લેપ લગાવીને રાહત મેળવવા માંગો છો તો પણ ગમે મરી અને ઘી બંને ને ગ્રાઇન્ડ કરી લો અને તેની એક પેસ્ટ બનાવો. હવે તેને શીળસ પર લગાવવાથી રાહત મળે છે.
શીળસ થી પીડિત લોકોએ શક્ય હોય ત્યાં સુધી ફક્ત લીમડાના તેલથી સ્નાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેઓને લોહી શુદ્ધ કરે તેવા પદાર્થો ને ભોજનમાં ઉમેરવા જોઈએ. કારણ કે આવા પદાર્થ જ લોહી સાફ કરીને તમારી સમસ્યા દૂર કરવાનું કામ કરે છે.
કાળા મરીના ચૂર્ણને ઘી સાથે મિક્સ કરીને ચમચીથી લેવાથી શીળસ ની સમસ્યા દૂર થાય છે. જો તમારી ઈચ્છા હોય તો તમે સુધી ગ્રાઇન્ડ કર્યા વગર પણ ઘી સાથે લઈ શકો છો. ગોળ અને આદુનો રસ મિક્સ કરીને પણ લઈ શકાય છે. આ ઉપાય પણ શીળસ ની સમસ્યા દૂર કરવા માટે કામ કરી શકે છે.
એલોવેરા નો ઉપયોગ કરીને પણ તમે રાહત મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા કુંવારપાઠાને લઈને તેમાંથી ગર્ભ કાઢી લો. હવે તેને જ્યાં પણ શીળસ ની સમસ્યા થઇ હોય તેના પર લગાવવાથી રાહત મળે છે. જોકે આ ગર્ભ શીળસ પર 30 મિનિટ સુધી લગાવીને રાખવો જોઈએ.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.