આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કંઇકના કંઇક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. જેમાં ખોટા આહાર અને આખો દિવસ બેસીને કામ કરવાથી સંધિવા, સાંધાના દુઃખાવા, હાથ પગનો દુઃખાવો થવો એકદમ સામાન્ય છે. આ દુખાવા ઘણી વખત તો એટલા અસહ્ય બની જાય છે કે તેનાથી સરખી રીતે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે.
આવી સ્થિતિમાં જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે શરીરમાં યુરીક એસિડનું પ્રમાણ વધવાને લીધે પણ આ દુખાવા થઇ શકે છે. આવામાં આજે અમે તમને યુરિક એસિડનું પ્રમાણ ઓછું કરવાના ઘરેલુ ઉપાય વિશે જણાવીશું.
જો તમે સાંધાના દુખાવાથી પરેશાન થઈ ગયા છો અને કોઈ રામબાણ ઉપાય મળી રહ્યો નથી તો તમારા રસોડમાં રહેલ બેકિંગ સોડા તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ માટે સૌથી પહેલા બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરી લો અને દરરોજ આ પાણીના આઠથી દસ ગ્લાસ દિવસ દરમિયાન પીવા જોઈએ. આ ઉપાય કરવાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઓછું થઈ જશે અને તમને રાહત મળશે.
હકીકતમાં બેકિંગ સોડા યુરિક એસિડની પ્રવાહી સ્વરૂપમાં ફેરવીને તેને લોહીની સાથે ભળી દે છે. જેનાથી દુખાવા દૂર થાય છે. જોકે એક વાતનું ધ્યાન રાખો કે જો તમને હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા છે તો તમારે આ ઉપાય ના કરવો જોઈએ. કારણ કે બેકિંગ સોડા તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.
જો તમે ભોજન કર્યા બાદ મોઢાના ફ્રેશનાર તરીકે કંઇક ના કંઇક ખાવ છો તો આજથી અળસીના બીજ પણ ખાધા પછી ખાવા જોઈએ. આ સિવાય તમે લીંબુ પાણી પણ પી શકો છો. આ ઉપાય એવા છે જે યુરિક એસિડના પ્રમાણને ધીમું ધીમું ઓછું કરશે, જેથી થોડીક ધીરજ રાખવી જરૂરી છે.
તમે સલાડમાં એક લીંબુ રસ મિક્સ કરીને સેવન કરી શકો છો. જો તમે બહારનું ખાવાનું પસંદ કરો છો તો તેને આજથી જ છોડી દો અને શક્ય હોય ત્યાં સુધી ઘરનું હેલધી ભોજન જ ખાવ.
એક રિપોર્ટ અનુસાર જો તમે દરરોજ સફરજન ખાવ છો તો તેનાથી યુરીક એસિડ નું પ્રમાણ ઓછું કરી શકાય છે. હકીકતમાં તેમાં એવા ગુણ જોવા મળે છે, જે યુરિક એસિડના તટસ્થ બનાવીને લોહી સાથે મિક્સ કરી દે છે. આ સાથે તમે રાજમા ચાવલ, છોલે વગેરે ખાતા હોય તો આજથી જ અંતર બનાવી લો. તમને જણાવી દઈએ કે ઠંડા પીણા પણ સમસ્યામાં વધારો કરી શકે છે.
તમારે દરરોજ શક્ય હોય એટલું વિટામિન સી લેવું જોઈએ. તેનાથી શરીરમાં યુરીક એસિડ નું પ્રમાણ ઓછું કરી શકાશે. તમે જો ભોજનમાં તળેલા ખોરાક ખાવાનું પસંદ કરો છો તો તેનાથી આજથી અંતર બનાવી લો. કારણ કે તે સમસ્યામાં વધારો કરી શકે છે. ઘી અને માખણનું પ્રમાણ પણ ઓછું કરી દો.
દરરોજ ભોજનમાં ડ્રાયફ્રુટને શામેલ કરો. કારણ કે તેનાથી શરીરમાં હાજર યુરિક એસિડ શોષાઈ જાય છે અને તેનાથી તેનું લેવલ પણ ઓછું થાય જાય છે. જેનાથી તમને દુખાવાની સમસ્યા થઇ શકતી નથી. અજમાનું સેવન કરવાથી પણ તમને ફરક જોવા મળશે.
આ સાથે દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી વધુમાં વધુ પાણી પીવો. કારણ કે તેનાથી પેશાબ વધારે થશે અને શરીરમાં હાજર અશુદ્ધિ બહાર આવી જશે, જેનાથી યુરિક એસિડનું પ્રમાણ પણ ઓછું થઈ જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.