આયુર્વેદ

તમારા રસોડામાં રહેલી આ વસ્તુ બની શકે છે અગણિત બીમારીઓનો રામબાણ ઉપાય, કમરના દુખાવા, અનિંદ્રા, કફ અને શ્વાસ લેવામાં તકલીફ વગેરેથી મળી જશે રાહત….

આજના આ વિશેષ લેખમાં અમે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી અગણિત બીમારીઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે. વળી આ વસ્તુ મોંઘી પણ આવતી નથી અને ઘણા લોકોના ઘરે રસોડમાં પણ પડી હોય છે.

તમે તેનો ઉપયોગ કરીને સાંધાના દુ:ખાવા, કમરનો દુઃખાવો, ઊંઘની સમસ્યા, કફ અને શ્વાસ લેવાની તકલીફ વગેરેને દૂર કરી શકો છો.

તમને જણાવી દઈએ કે આ ખાસ વસ્તુ બીજી કોઈ નહિ પણ જાયફળ છે. જે મોટેભાગે દરેકના ઘરે મળી આવે છે. જાયફળના ઝાડ ચીનમાં સૌથી વધારે જોવા મળે છે. અહીં તમને સિત્તેર થી એશી ફૂટ ઊંચા ઝાડ દેખાવા મળી જાય છે.

જાયફળ એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ મોટેભાગે ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પંરતુ તમે તેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દૂર કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે જાયફળ આપણને કેવા સ્વાસ્થય લાભ આપી શકે છે.

જો તમને સાંધાના દુખાવા, કમરના દુખાવા, હાથ પગમાં અસહ્ય દુઃખાવો થઇ રહ્યો છે તો તમારે જાયફળ સાથે સરસવ તેલ મિક્સ કરીને તેનાથી અસરગ્રસ્ત વિસ્તાર પર માલિશ કરવી જોઈએ. તેનાથી તમને રાહત થશે.

જો તમને માથાનો દુઃખાવો થઇ રહ્યો છે તો પણ તમે જાયફળ નો લેપ માથા પર લગાવી શકો છો. તેનાથી માથાને ઠંડક મળે છે અને માનસિક દુઃખાવો પણ ઓછો થાય છે.

જો તમારો ચહેરો સમય પહેલા વૃદ્ધ થઇ ગયો છે અને ચહેરા પર કરચલીઓ અને ડાઘ છે તો તમારે જાયફળ ને ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર બનાવી લો અને તેને મધ તથા પાણી સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો.

તેનાથી તમને રાહત મળશે. જો તમને આખો દિવસ કામ કર્યા પછી રાતે માનસિક શાંતિ ના મળતા ઊંઘ આવવામાં સમસ્યા થતી હોય તો પણ તમે જાયફળ નો ઉપયોગ કરી શકો છો.

સામાન્ય રીતે બાળકને જ્યારે માતાનું દૂધ છોડાવીને બીજું દૂધ આપવામાં આવે છે તો તેને પાચન શક્તિમાં ખલેલ પડે છે અને તે આસાનીથી પચી શકતું નથી. આવી સ્થિતિમાં તમારે દૂધ સાથે થોડુંક પાણી અને જાયફળ મિક્સ કરીને તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ. ત્યારબાદ તેને જ્યારે ઠંડુ થાય ત્યારે ચમચી વડે બાળકને આપો. તેનાથી પાચન શક્તિમાં વધારો થાય છે.

જો તમને ગળામાં ખરાશ, સોજો અથવા કફની સમસ્યા રહેતી હોય તો પણ જાયફળ એક સારો વિકલ્પ છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા જાયફળને ચૂર્ણ બનાવીને તેને શેકી લો. હવે તેને એક બંધ ડબ્બામાં ભરી લો. ત્યારબાદ જ્યારે તમને સમસ્યા થાય ત્યારે તેમાં એકાદ ચમચી મધ મિક્સ કરીને તેને ચાટી લેવું જોઈએ. તેનાથી તમને રાહત મળી શકે છે.

જો તમને વાતાવરણ બદલાવની સાથે વાયરલ બીમારીઓ જેવી કે શરદી, ઉધરસ અને તાવ આવતો હોય તો તમારે જાયફળ અને જાવંત્રી ને મિક્સ કરીને ચૂર્ણ બનાવી લેવું જોઈએ. ત્યારબાદ તેને એક કાપડમાં બાંધીને તેની સુગંધ લેવી જોઈએ. તેનાથી તમને બહુ જલદી રાહત મળી શકે છે. આ ઉપાય ઘણી હદ સુધી કારગર છે.

તમે શરદી, ઉધરસ અને તાવની સમસ્યામાં જાયફળ અને જાવંત્રી ના ચૂર્ણને મધ સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો પણ તમને રાહત મળી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *