કોઈપણ જાતની સર્જરી વગર શરીર પરના મસા દૂર કરવાનો મળી ગયો, જાણી લો તેનો ફ્રીમાં કેવી રીતે કરી શકાય છે ઈલાજ.

સામાન્ય રીતે તમે ઘણા લોકોના ચહેરાં પર તલ, મસા જોયા હશે. આ દેખાવમાં એકદમ નાના હોય છે પંરતુ કોઈપણ વ્યક્તિના દેખાવને ખરાબ બનાવવા માટે પૂરતા હોય છે. જેના દૂર કરવા માટે લોકો ઘણો પ્રયત્ન કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પંરતુ ડોકટરો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બિનજરૂરી મસા અને તલ ફક્ત ઓપરેશન અથવા સર્જરી દ્વારા જ કાઢી શકાય છે. જોકે તમને કહી દઈએ કે આયુર્વેદમાં દરેક સમસ્યાનો ઉપાય વર્ણવામાં આવ્યો છે. આ ઉપાય અપનાવીને કોઈપણ વ્યક્તિ આરામથી સમસ્યાનો અંત લાવી શકે છે.

આજ ક્રમમાં આર્યુવેદમાં મસાને લઈને ઉપાય વર્ણવામાં આવ્યો છે, જેનો અમલ કરીને તમે બિનજરૂરી મસા અમે તલને ત્વચા પરથી હટાવી શકો છો અને આ માટે કોઈ સર્જરી કરાવવાની જરૂર પણ પડતી નથી. તો ચાલો આપણે જાણીએ કે એવા કયા ઉપાય છે જે સર્જરી વગર મસા અને તલ દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામાન્ય રીતે ત્વચા પર મસા અથવા તલ થવા પાછળ આપણી ત્વચા પર રહેલું મેલોનીન તત્વ જવાબદાર હોઈ શકે છે. આ સાથે ઘણી વખત જન્મજાત પણ આ સમસ્યા હોય છે.

જોકે મસા અથવા તલ તમને કોઈ નુકસાન પહોંચાડતા નથી પંરતુ તેમની ત્વચા પરની હાજરી તમને શરમમાં મૂકી શકે છે. આવી સ્થિતિમાં તમારે આર્યુવેદિક ઉપાય અપનાવવો જોઈએ. જેમાં તમારે ફક્ત એક લસણની આવશ્યકતા રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને કહી દઈએ કે લસણની અંદર એવા ગુણધર્મો મળી આવે છે, જે ચહેરા પરના મસા ધીમે ધીમે આછા કરે છે અને એક દિવસ એવો આવે છે જ્યારે મસા સંપૂર્ણ દૂર થઈ જાય છે. આ માટે તમારે ફક્ત લસણનો ઘણી વસ્તુઓ સાથે ઉપયોગ કરવો પડશે, જે નીચે પ્રમાણે છે.

જો તને શરીર પરના બિનજરૂરી મસા અથવા તલને દૂર કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા લસણ અને કેસ્ટર ઓઇલની જરૂર પડશે. આ બંને ભેગા થઈને મેલીનીન ઓછું કરવાનું કામ કરે છે, જેનાથી મસા દૂર થઈ જાય છે.

આ માટે સૌથી પહેલા કેસ્ટર ઓઇલના થોડાક ટીપાં લઈને તેને ગ્રાઇન્ડ કરેલા લસણમાં મિક્સ કરી દો અને તેને આખી રાત મસા અથવા તલ પર લગાવી રાખો. આનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને તમને આરામ મળશે.

તમે તલ અને મસાની સમસ્યા દૂર કરવા માટે લસણ અને ડુંગળી નો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા લસણ અને ડુંગળીને લઈને ગ્રાઇન્ડ કરી લો. ત્યારબાદ તેને થોડીક સુતરાઉ કાપડમાં લઈને તેને મસા અથવા તલ પર દબાવી રાખો. આવું તમારે 20 મિનિટ સુધી કરવાનું રહેશે. ત્યારબાદ તેને લઈને સ્વચ્છ પાણીથી ત્વચા સાફ કરો. આવું કરવાથી તમારી સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.

જો તમે મસા અથવા તલને દૂર કરવા માટે કોઈ કારગર ઉપાય શોધી રહ્યા છો તો તમારે સફરજન ના વિનેગર અને લસણનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા લસણને ગ્રાઇન્ડ કરીને નાના ટુકડાઓમાં વિભાજીત કરી લો.

હવે તેમાં સફરજન વિનેગર ઉમેરીને તેને બરાબર વાટી લો. ત્યારબાદ તેને અસરગ્રસ્ત ત્વચા પર લગાવો. આવું કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. જોકે યાદ રાખો કે તમારે આ પેસ્ટને મસા અથવા તલ પર અડધો કલાક સુધી લગાવી રાખવી પડશે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment