મિત્રો તમારે દવાખાને ન જવું હોય અને તમારે ડોક્ટર પાસે ન જવું હોય તો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તમારે આ પાંચ નિયમો મુઠ્ઠી મા બાંધી લેવો જોઈએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા પાંચ નિયમો વિશે બતાવવાના છીએ, જે નિયમોનું તમે નિયમિત રૂપે પાલન કરશો તો તમારે દવાખાને ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે.
મિત્રો શરીરને હંમેશ માટે સ્વચ્છ રાખવું ખૂબ જ કથિન છે. મિત્રો આપણું શરીર તંદુરસ્ત અને નિરોગી રહે એનાથી મોટી કોઈ સંપત્તિ નથી. મિત્રો સ્વસ્થ શરીર અને તંદુરસ્ત મન આપણા જીવનની અમૂલ્ય સંપત્તિ છે. મિત્રો તમારી દિવસ દરમિયાન કોઈપણ ટેબ્લેટ લેવી ન પડતી હોય, અને દિવસ દરમિયાન તમે ખૂબ જ સ્વસ્થ રહેતાં હોય. તો તેને સ્વસ્થ શરીર કહેવામાં આવે છે.
મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ઓછી ખાંડ વધુ ગોળ. તો ખાંડ અને ગોળ આ બન્ને વસ્તુ ગળપણ માટે ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો બન્ને વસ્તુ શેરડી માંથી બને છે. પરંતુ ખાંડને બનાવવા માટે કેમિકલ ની પ્રોસેસ થાય છે. અને ખાંડને બનાવવા માટે ખૂબ જ ઘાતક રસાયણ વાપરવામાં આવે છે. એટલા માટે ખાંડ આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે.
તેથી આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ખાંડની જગ્યાએ ગોળનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ. મિત્રો ખાંડને સફેદ ઝેર માનવામાં આવે છે. અને તે શરીર માટે ધીમુ પોઈઝન છે. અને તે શરીર ને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. એટલા માટે મિત્રો તમારે ખાંડ ની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો જોઈએ.
મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ઓછું તેલ વધુ ઘી. મિત્રો તમને નીરોગી રહેવા માટે ભોજનમાં તેલનું પ્રમાણ ઓછું કરીને ઘી નું પ્રમાણ વધારવાનું છે. મિત્રો ઘીનું સેવન કરવાથી આપનું હૃદય તંદુરસ્ત રહે છે. આપણી મગજ શક્તિ માં વધારો થાય છે. મિત્રો શુદ્ધ દેશી ઘી ખાવાના અગણિત ફાયદાઓ છે.
તેથી તમારે તમારા ખોરાકમાં તેલનો ઉપયોગ ઓછો કરીને ઘીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. મિત્રો આવું કરવાથી આપણું શરીર તંદુરસ્ત અને નિરોગી રહે છે. મિત્રો ઓછું અનાજ વધારે ફળ. મિત્રો આપણે રોજિંદા ખોરાકમાં અનાજ નું પ્રમાણ ઓછું કરવું જોઈએ. અને ફળોનું સેવન વધારે કરવું જોઈએ.
મિત્રો નિયમિત રૂપે ફળોનું સેવન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો સામે રક્ષણ મળે છે. મિત્રો સિઝનમાં મળતા દરેક ફળ આપણા શરીરને ઊર્જા પૂરી પાડે છે. અને આપણા શરીરને જરૂરી પોષક તત્વો પૂરાં પાડે છે. એટલા માટે મિત્રો તમારે તમારા રોજિંદા ખોરાકમાં અનાજ નું પ્રમાણ ઘટાડવું જોઇએ. અને ફળોનું પ્રમાણ વધારવું જોઈએ.
મિત્રો ત્યાર પછી નો નિયમ છે ઓછો આરામ વધુ કસરત. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ખાસ કરીને જમ્યા પછી ક્યારેય આરામ ન કરવો જોઈએ. મિત્રો આપણા શરીરમાં જેટલો વધુ પરસેવો વળશે એટલું આપણું શરીર તંદુરસ્ત અને નિરોગી રહે છે. એટલા માટે મિત્રો નિયમિત રૂપે વ્યાયામ અને કસરત કરવી ખૂબ જ જરૂરી છે.
મિત્રો વહેલી સવારે નિયમિત રૂપે ચાલવાથી આપણું શરીર ખૂબ જ તંદુરસ્ત અને નિરોગી રહે છે. વહેલી સવારનું વોકિંગ આપણા શરીરની ઘણી બધી નાની નાની બીમારીઓમાં રાહત આપે છે. મિત્રો આ પ્રમાણે ના નિયમો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમે નિરોગી અને તંદુરુસ્ત જીવન જીવી શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.