આયુર્વેદ

શરીરમાં દેખાવા મળી જાય આ ખાસ પ્રકારના લક્ષણ તો ભૂલથી પણ ના કરશો નજરઅંદાજ, નહીંતર બની શકો છો ડાયાબીટીસ ના શિકાર..

આ દુનિયામાં જો કોઈ રોગ પોતાનો સૌથી વધુ પક્રોપ ફેલાઈ ચૂક્યો હોય તો તે ડાયાબીટીસ છે. હા, દુનિયામાં આજે 42 કરોડથી વધુ લોકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે. આ બીમારી એવી છે જેનો કોઈ ઈલાજ પણ શક્ય નથી.

જેના લીધે જિંદગીભર તેનો સામનો કરવો પડતો રહે છે. આ સાથે ડાયાબીટીસ એક એવો રોગ છે, જે મીઠી વસ્તુઓ ખાવાને લીધે થાય છે. આવામાં જ્યારે તમે આ રોગના શિકાર બની જાવ છો ત્યારે કાયમ માટે મીઠી વસ્તુઓને અલવિદા કહી દેવું પડ છે.

જ્યારે તમે વધારે પડતી મીઠી વસ્તુઓ ખાવ છો ત્યારે શરીરમાં બ્લડ સુગર ની માત્રા વધી જાય છે, જેને ડાયાબીટીસ તરીકે ઓળખવામાં આવે છે. પહેલાનાં સમયમાં આ બીમારી ફક્ત યુવાન વય ક્રોસ કર્યા પછી જ આ બીમારી થતી હતી પણ આજે નાના બાળકો પણ તેનો શિકાર બની રહ્યા છે.

જ્યારે તમે ડાયાબીટીસ નો શિકાર બની જાવ છો ત્યારે આખી જિંદગી તેની સાથે પસાર કરવી પડે છે. કારણ કે તેનો કાયમી કોઈ ઈલાજ નથી. આ સાથે સૌથી મુશ્કેલ કાર્ય જિંદગીભર માટે મીઠી વસ્તુઓથી અંતર બનાવી રાખવું પડે છે અને દરરોજ ભૂલ્યા વગર દવાઓનું સેવન કરવું પડે છે.

આવી સ્થિતિમાં જો તમે આ ગંભીર બીમારીનો સામનો કરવા માંગતા ના હોય તો આજે અમે તમને એવા કેટલાક સંકેત વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમને દેખાય છે તો સમજી લેવું જોઈએ કે ડાયાબીટીસ નો રોગ તમને થવા જઈ રહ્યો છે.

ત્યારબાદ તમારે તરત જ ડોકટરને બતાવી લેવું જોઈએ, જેનાથી તમે આ રોગનો શિકાર બનતા બચાવી શકશો. તો ચાલો આપણે આ લક્ષણો વિશે જાણીએ.

વધારે તરસ લાગવી :- જો તમને દિવસ દરમિયાન પહેલા કરતા વધારે તરસ લાગી રહી છે અને વારંવાર પેશાબ કરવા જવું પડી રહ્યું છે તો સમજી લેવું જોઈએ કે તમે ડાયાબીટીસ ના શિકાર શકો શકો છો. આવી સ્થિતિમાં તમારે ડોકટર પાસે જઈને યોગ્ય રિપોર્ટ કરાવવા જોઈએ.

બહુ જલદી રૂઝ ના આવવી :- તમને જણાવી દઈએ કે જ્યારે તમે ડાયાબીટીસ નો શિકાર હોવ છો ત્યારે તમને કોઈ જગ્યાએ વાગી જાય છે તો તમને જલ્દી રૂઝ આવી શકતી નથી. હા, જો તમને કોઈ જગ્યાએ વાગ્યું હોય અથવા બીમાર પડ્યા હોય અને દવાઓ લીધા છતાં જલ્દી રાહત મળતી નથી તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

હાથ અને પગમાં ધ્રુજારી આવવી :- જો તમારા હાથ અને પગ નબળા પડી ગયા છે અને ધીમે ધીમે ધ્રુજારી આવે છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે આ પણ ડાયાબીટીસ નું લક્ષણ હોઈ શકે છે.

વજનમાં ઘટાડો થવો :- જો તમને અચાનક યોગ્ય ખાવા છતાં વજન નિયંત્રણ માં રહેતું નથી અને એકદમ ઓછું થઈ રહ્યું છે તો પણ તમને ડાયાબિટીસ હોય શકે છે. આવી સ્થિતિમાં તમારે ડોકટર પાસે જઈને ડાયાબીટીસ નો રિપોર્ટ કરાવવો જોઈએ અને તેઓ જે દવાઓ આપે તેનું સેવન કરવું જોઈએ.

આંખો નબળી પડવી :- જો તમને અચાનક આંખોનું તેજ ઓછું થઈ જાય છે અને આંખો નીચે કાળા ડાઘ દેખાવવા મળે છે તો તમારે ડાયાબીટીસ નો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તેનાથી તમને જલદી ફરક જોવા મળશે. નહીંતર તમે ડાયાબિટીસનો શિકાર બની શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *