આયુર્વેદ

કોઈપણ જાતના ખર્ચ કર્યા વગર પગના દુખાવા અને સોજાની સમસ્યા દૂર કરવા ઘરબેઠા કરી જુવો આ કામ, મળી જશે કાયમી ધોરણે છૂટકારો…

આજના આધુનિક સમયમાં બધું પડતા સમય સુધી ખુરશીમાં પગ નીચે કરીને બેસી રહેવાથી અથવા બેઠાળા જીવનને લીધે વ્યક્તિ અનેક રોગોનો શિકાર બની ગયો છે. જેમાં હાથ પગના દુખાવા, સોજાની સમસ્યા સૌથી ટોચ પર આવે છે.

જ્યારે કોઈ વ્યક્તિને પગનો દુઃખાવો થાય છે અથવા સોજોની સમસ્યા થાય છે ત્યારે તેને ચાલવામાં અને બેસવામાં પો તકલીફ પડે છે. આવી સ્થિતિમાં તેનો કાયમી ઉપચાર કરવો ખૂબ જ જરૂરી છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે આસાનીથી પગના દુખાવાની સમસ્યા દૂર કરી શકશો. તો ચાલો આપણે આ ઉપાય વિશે વિગતવાર માહિતી મેળવીએ.

જો તમને પગ પર સોજો આવી ગયો છે તો તમારે સૌથી પહેલા ગાજરના બીજને પાણીમાં પલળીને તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ. ત્યારબાદ જ્યારે તે ઠંડુ પડી જાય ત્યારે તેનું સેવન કરવાથી પગનો સોજો દૂર થઈ જાય છે.

જો તમને અસહ્ય રીતે પગનો દુઃખાવો થઇ રહ્યો છે તો આ માટે સૌથી પહેલા ગરમ પાણીમાં એક રૂમાલ પલાળો અને તેને પછી તમારા પગની આજુબાજુ વીંટી લો. હવે થોડોક સમય માટે તેને રહેવા દઈને તેને દૂર કરો અને પગ પર જૈતુનના તેલથી માલિશ કરવી જોઈએ.

તમને જણાવી દઈએ કે જો તમારા પગ પર સોજો આવ્યો છે અને ઘણા દિવસો થઇ ગયા હોવા છતાં દૂર થવાનું નામ લઈ રહ્યો નથી તો તમારે કાચા બટાકા લઈને તેને ગોળ આકારમાં કાપી લેવા જોઈએ. ત્યારબાદ તેને પાણીમાં નાખીને બરાબર ઉકાળી લો. હવે તેને સોજો વાળા પગ પર મૂકવાથી તમને આરામ મળશે અને સોજો પણ દૂર થઈ જશે. જો તમે કાળા મરી સાથે માખણનું સેવન કરો છો તો પણ તમને આરામ મળી શકે છે.

તમે ધાણાનો ઉપયોગ કરીને પણ પગના દુખાવાની સમય દૂર કરી શકો છો. આ માટે સૌથી પહેલા ધાણાને પાણીમાં મિક્સ કરીને તેને ગેસ પર મૂકો અને બરાબર ગરમ કરી લો. હવે જ્યારે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ તેને ગેસ પરથી નીચે મૂકો અને ઠંડુ થાય ત્યાં સુધી તેને રહેવા દો અમે પછી તેમાં મધ મિક્સ કરીને લેવાથી આરામનો અહેસાસ થાય છે.

જો તમે લાંબા સમયથી પગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે દૂધ, હળદર અને સાકરને મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. કારણ કે દૂધમાં કેલ્શિયમ મળી આવે છે અને હળદરમાં એન્ટી તત્વો મળી આવે છે, જે દુખાવાને દૂર કરીને હાડકા મજબૂત બનાવવા માટે કામ કરે છે.

તમે તરબૂચ નો ઉપયોગ કરીને પણ દુઃખાવો દૂર કરી શકો છો. આ માટે સૌથી પહેલા તરબૂચ માંથી બીજ કાઢીને તેને તડકામાં સૂકવી લો. ત્યારબાદ જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ગ્રાઇન્ડ કરી લો અને તેમાં થોડોક તરબૂચનો પલ્પ ઉમેરો અને ગ્રાઇન્ડ કરી લો. હવે તેને ફિલ્ટર કરીને પીવાથી તમને રાહત મળી શકે છે.

તમે ઓલિવ તેલ અને લસણની કળીને બેથીત્રણ ટીપાં તેલ મિક્સ કરીને લગાવવાથી તમને આરામ મળી શકે છે અને હાથ પગનો દુખાવો પણ દૂર થઈ જાય છે. આ સાથે હળદર યુક્ત પાણી પીવામાં આવે તો પણ તમને રાહત થઈ શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *