સાવ મફતમાં મળી આવતી આ વસ્તુ હાથ પગના દુખાવા સહિત ચર્મરોગને કાયમ માટે કરી દેશે દૂર.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને બરફથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. હવે તમે કહેશો કે વળી બરફથી કંઈ બીમારીઓ દૂર થઈ શકે છે? તો તમને જણાવી દઈએ કે બરફનો ઉપયોગ કરીને પણ તમે ઘણી સમસ્યાનો અંત લાવી શકો છો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજ સુધી તમે ઠંડક મેળવવા માટે બરફનો ઉપયોગ કર્યો હશે પંરતુ તમને કહી દઈએ કે તમારે તેના ફાયદા જાણીને તેનો લાભ ઉઠાવવો જ જોઈએ. જો તમે મેકઅપ કરતા પહેલા બરફને ચેહરા પર ઘસો છો તો તેનાથી તમારો ચહેરો ચમકીલો બની જાય છે અને તમારા બંધ છીદ્રો ખુલી જાય છે. જેના લીધે મેકઅપ ની તેના પર સારી અસર થાય છે.

જો તમે સમય પહેલા વૃદ્ધ બનવા માંગતા નથી તો તમારે સુતરાઉ કાપડમાં બરફને વીંટીને તેને ચહેરા પર લગાવવો જોઈએ. જેનાથી તમારો ચમકદાર ચહેરો સ્પષ્ટ દેખાશે અને કરચલીઓ પણ દૂર થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારા હોઠ ફાટી ગયા છે અને ચહેરાની સુંદરતા બગાડવાનું કામ કરી રહ્યા છે તો તમારે હોઠ પર હળવા હાથે બરફ ઘસવો જોઈએ. તેનાથી હોઠમાં ચાર ચાંદ લાગી હશે અને તે ફરી મુલાયમ થશે.

જો તમને ચહેરા પર વારંવાર ખીલ થાય છે તો પણ તમે ખીલ પર થોડીક વાર બરફ ઘસી શકો છો, જેનાથી લોહી પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને તમે ખીલને ધીમે ધીમે હળવા કરીને દૂર કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા હાથ અથવા પગમાં કોઈ જગ્યાએ કાંટો વાગી ગયો હોય અને સોય થી કાઢવામાં બહુ દુઃખાવો થતો હોય તો સૌથી પહેલા કાંટો વાગ્યો હોય તે જગ્યા પર બરફ ઘસી લેવો જોઈએ. જેનાથી તે ભાગ બહેરો થઇ જશે અને તમે દુખાવા વગર કાંટો કાઢી શકશો.

જો તમારા વધુ પડતા ઇલેક્ટ્રોનિક ઉપકરણો લીધે આંખોમાં દુઃખાવો થાય છે તો પણ તમે એક કાપડમાં બરફ ને વીંટાળીને હળવા હાથે આંખ પર ઘસી શકો છો. જેનાથી આંખોનો દુઃખાવો દૂર થઈ જશે.

જો તમને હાથ પગના દુખાવા અથવા પગની એડીમાં દુઃખાવો થઇ રહ્યો છે તો તમારે તે વિસ્તાર પર બરફ ઘસવો જોઈએ. જેના લીધે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થશે અને તમારો દુઃખાવો પણ દૂર થઈ જશે. જોકે યાદ રાખો કે તમારે આ ઉપાય થોડોક સમય કર્યા બાદ દુખાવા દૂર થશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે હેડકી આવવા પર બરફ કારગર સાબિત થઈ શકે છે. હકીકતમાં મોઢામાં બરફ રાખી મૂકવાથી હેડકી આવતી બંધ થઈ જાય છે. જો તમને સતત માથાનો દુઃખાવો થઇ રહ્યો છે તો પણ બરફને કાપડમાં લપેટીને માથા પર મૂકવાથી માથાનો દુઃખાવો દૂર થાય છે.

હકીકતમાં બરફમાં એવા ગુણ હોય છે જે માથાની ગરમીને શોષી લે છે અને તમને આરામ આપવા માટે કામ કરે છે. આ સાથે જો તમારો ચહેરો એકદમ ભારે થઇ ગયો હોય તો તમારે તેના પર બરફ ઘસવો જોઈએ. જેનાથી તમારો ચહેરો એકદમ ખીલેલો દેખાશે. આ સાથે ધાધર અને ખરજવું પર બરફ ઘસવાથી આરામ મળે છે.

જો તમારા દાંતમાં કોઈ જગ્યાએ દુઃખાવો થાય છે તો ત્યાં બરફનો ટુકડો મૂકી દેવાથી રાહત થાય છે. આ સાથે તમે આસાનીથી દુઃખાવો દૂર કરી શકો છો. જો તમે વધારે ભોજન કરી લીધા પછી પચવામાં મુશ્કેલી આવી રહી છે તો પણ તમે બરફને ખાધા પછી ખાઈ શકો છો, તેનાથી ભોજન યોગ્ય રીતે પચી જશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment