હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં દેખાવા લાગે છે આ સંકેત, જો સમયસર સમજી ગયા તો કોઈકનો જીવ બચી જશે.

દોસ્તો આજના સમયમાં આખો દિવસ બેસીને કામ કરવાને લીધે અને બહારના ભોજનને લીધે રોગોનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. જેના હૃદય રોગ ધરાવતા લોકોની તો કોઈ કમી નથી. એવા ઘણા લોકો છે કે જેઓ હ્રદય સાથે સાથે જોડાયેલ અનેક બીમારીઓ નો સામનો કરતા રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે હાર્ટ એટેક એક એવી સમસ્યા છે જે વ્યક્તિ માટે ઘાતક બની શકે છે અને વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાઇ શકે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હાર્ટ એટેક નો હુમલો થતા પહેલા શરીરમાં દેખાવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ આ લક્ષણોને સમયસર ઓળખી જાય છે તો તે હાર્ટ એટેક ને આવતા રોકી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ લક્ષણો કયા કયા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે અચાનક ચાલવામાં મુશ્કેલી અનુભવો છો અથવા બહુ જલ્દી હાંફી જવાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો તમારે સમજી જવું જોઈએ કે આ હાર્ટ એટેક નો હુમલો આવવાનો સંકેત હોઈ શકે છે. આ સાથે જો શ્વાસ લેવામાં દબાણ કરવું પડે છે તો પણ સાવધ થઈ જવું જોઈએ.

સામાન્ય રીતે ગરમી હોય ત્યારે પરસેવો આવવો એકદમ સ્વભાવિક બાબત છે પંરતુ ઘણી વખત ગરમી વગર પણ એટલે કે શિયાળામાં અને ચોમાસામાં પણ અચાનક પરસેવો આવવા લાગે છે તો તમારે તેને હાર્ટ એટેક ના સંકેત તરીકે ગણવું જોઈએ અને તેનો સમયસર ઈલાજ કરાવી લેવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને અચાનક ગભરાહટ થવી, થાક લાગવો, આખા શરીરમાં નબળાઈ થઇ જવી, કોઈ ચિંતા વગર ડર અથવા મનમાં મૂંઝવણ રહેવી વગેરે જેવી સમસ્યાઓ હોય તો તમારે સમજી લેવું જોઈએ કે આ હાર્ટ એટેક નો સંકેત છે.

જો તમે સ્વસ્થ હોવા છતાં છાતીમાં દુઃખાવો થવા લાગે અથવા છાતી ભારે લાગવા લાગે તો તે પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. આવામાં તમારે ડોકટર પાસે જઈને તેનો સમયસર ઈલાજ કરાવી લેવો જોઈએ. જો તમારા શરીરમાં કોઈ કામ વગર શકિત ના હોય એવો અનુભવ થાય છે તો તે પણ હાર્ટ એટેક નો સંકેત હોય શકે છે. આ સાથે હાથ સુન્ન થઇ જવા, કોઈ કામ ના થવું વગેરે પણ આ સંકેતો પૈકી એક હોઈ શકે છે.

જો તમે દરરોજ સારી રીતે વાત કરી શકો છો પંરતુ અચાનક જો તમને બોલવામાં તકલીફ પાડવા લાગે છે તો તમારે સાવધ થઇ જવું જોઈએ કારણ કે બોલવામાં લોચા પડવા, કોઈ વાત સરખી રીતે વ્યક્ત ના કરવી વગેરે પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment