આજના સમયમાં સમગ્ર દેશ વિદેશમાં કોરોના વાયરસનો કારમો કહેર ફેલાઈ ગયો છે. જેનાથી છૂટકારો મેળવવા માટે રોગ પ્રતિકારક શકિત મજબૂત કરવી એકમાત્ર રામબાણ ઉપાય છે. કારણ કે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમે વિવિધ વાયરલ બીમારીઓ સામે લડી શકશો અમે કોઈપણ રોગ તમારા શરીરની અંદર પ્રવેશી શકશે નહીં.
જોકે આજના સમયમાં બહારના ભોજન અમે ફાસ્ટ ફૂડને લીધે લોકોની લાઇફસ્ટાઇલ એકદમ નબળી પડી ગઈ છે અને આજ કારણ છે કે કોઈપણ વ્યક્તિ બહુ જલદી રોગોનો શિકાર બની જાય છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે રોગ પ્રતિકારક શકિત નબળી બનાવવા માટે કામ કરે છે.
તો ચાલો આપણે જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે કે જેના સેવનમાત્રથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.
જો તમે દરરોજ એવા ખોરાકનું સેવન કરો છો કે જેમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં જ્યારે તમારા શરીરમાં ચરબી વધે છે ત્યારે શ્વેતકણો રોગો સામેની લડાઈમાં હારી જાય છે અને રોગ આસાનીથી શરીરમાં પ્રવેશી શકે છે. આવી સ્થિતિમાં શક્ય હોય એટલો ઓછું ફેટ ધરાવતો ખોરાક ભોજનમાં શામેલ કરવો જોઈએ.
તમે અઠવાડિયામાં ઘણી વખત હોટલનું ભોજન ખાતા હશો અથવા ઘણા લોકો તો એવા પણ છે કે જેઓ એકપણ દિવસ ફાસ્ટફૂડ ખાધા વગર રહી શકતા નથી. જોકે તમારે જાણવું જોઇએ કે આ બધી વસ્તુઓ તમારી રોગ પ્રતિકારક શક્તિ ને ધીમી બનાવે છે.
હકીકતમાં તેનાથી સારા બેકટેરિયા દૂર થઈ જાય છે. જેના લીધે કોઈપણ રોગ આસાનીથી શરીર પ્રવેશી શકે છે. આવી સ્થિતિમાં શકય હોય ત્યાં સુધી બહારનો ભોજનને ટાળવું જોઈએ.
તમે ધ્યાન આપ્યું હોય તો થવા લોકો ભોજનમાં મીઠું પ્રમાણસર હોવા છતાં તેઓ ઉપરથી બીજું બીઠું ઉમેરતા હોય છે… આવા લોકોને કહી દઈએ કે મીઠું તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી બનાવવાનું કામ કરે છે અને તમારા શરીરના હાડકા પણ ધીમે ધીમે નબળી પડી જાય છે.
સામાન્ય રીતે જેવી રીતે ડાયાબીટીસ થી પીડિત લોકો ખાંડથી દૂર ભાગે છે એવી જ રીતે તમારે પણ પ્રમાણસર માત્રામાં ખાંડનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ખાંડ રોગ પ્રતિકારક શક્તિ નબળી બનાવે છે.
આ સાથે જો ડાયાબીટીસ થી પીડિત લોકો તેને ભોજનમાં વધુ પ્રમાણમાં શામેલ કરે છે તો તેને લીધે બ્લડ સુગર ની માત્રામાં વધારો થાય છે અને શરીર અનેક બીમારીઓનું ઘર બની જાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.