દોસ્તો આજના સમયમાં બજારમાં વિવિધ પ્રકારના સાબુ મળી આવે છે. જેની સુગંધ, રંગ અને દેખાવ પર લોકો આકર્ષિત થઈ જાય છે અને તેને ખરીદી લે છે. જોકે તમારે જાણવું જોઈએ કે બજારમાં મળી આવતા સાબુ કેમિકલ યુક્ત હોય છે, જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડવા માટે કામ કરે છે.
આવી સ્થિતિમાં તમારે ઘરે જાતે બનાવેલ સાબુનો ઉપયોગ કરવો જોઈએ. વળી તેનાથી કોઈ આડઅસર પણ થઈ શકતી નથી. તો ચાલો આપણે જાણીએ કે ઘટે સાબુ કેવી રીતે બનાવી શકાય છે અને તેનાથી થતા લાભ કયા કયા છે.
તમને કહી દઈએ કે તમે લીમડાનો સાબુ ઘરે જાતે જ બનાવી શકો છો અને તેની કોઈ આડઅસર પણ થઈ શકતી નથી. તેને ઘરે બનાવવો એકદમ આસાન છે. વળી તેનાથી તને ત્વચા રોગો જેવા કે ધાધર, ખરજવું વગેરેને દૂર કરી શકો છો અને તેની કડવી સ્મેલથી બેકટેરિયા પણ ભાગી છૂટે છે. જેનાથી તમારી શરીર એકદમ સ્વસ્થ બની જાય છે.
જો તમે ખીલની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો અને અથાગ મહેનત કર્યા પછી પણ ચમકદાર ત્વચા મળી રહી નથી તો તમારે લીમડાનો સાબુનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં લીમડાના પાનમાં મળી આવતા પોષક તત્વો તમારી ત્વચાને શુદ્ધ કરવાનું કામ કરે છે અને ખરાબ બેકટેરિયા પણ છૂમંતર થઇ જાય છે.
જો તમારો ચહેરો એકદમ તૈલીય રહે છે તો પણ તમે લીમડાનો સાબુનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં રહેલા તત્વો તમારી ડેડ સ્કિન દૂર કરે છે અને સ્પષ્ટ ચહેરો આપે છે. જો તમારા ચહેરા પર અશુદ્ધિનું પડ જામી ગયું હોય અથવા તો ધૂળ-માટી જામી ગઈ હોય તો પણ તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચાને કોઈપણ જાતનું નુકસાન થઈ શકતું નથી.
જો તમે લીમડાનો સાબુનો ઉપયોગ કરો છો તો તમને ખરજવું, ખંજવાળ, પરસેવાને લીધે ખંજવાળ જેવી સમસ્યાઓ થઇ શકતી નથી. આ સાથે તમે બીજી ત્વચા સાથે જોડાયેલ સમસ્યાનો શિકાર બની શકતા નથી. જેના લીધે તમને આ સાબુ આખો દિવસ ચમકદાર ત્વચા આપી શકે છે.
હવે ચાલો આપણે લીમડાનો સાબુ બનાવવાની પદ્ધતિ વિશે જાણીએ.
સામગ્રી :-
એક કપ લીંબડાના પાંન,
બે ચમચી પાણી,
ગ્લીસરીન સાબુ,
વિટામીન ઈ કેપ્સુલ,
પેપર કપ અથવા કટોરી
બનાવવાની રીત
સૌથી પહેલા લીમડાનો સાબુ બનાવવા માટે લીમડાના પત્તા ધોઈ નાખો. હવે તેને ગ્રાઇન્ડ કરી લો. તેના પછી આ લીમડાના પત્તાના ગ્રાઇન્ડરમાં બે ચમચી પાણી મિક્સ કરીને તેને એક પેસ્ટ બનાવી લો.
હવે એક તપેલી લઈને તેમાં પાણી મૂકીને તેને ગરમ કરવા માટે મૂકી દો. ત્યારબાદ તેની અંદર બીજું એક પાત્ર મૂકો. જેના પછી ગ્લિસરીન સાબુને નાના ટુકડામાં વિભાજીત કરીને આ બીજા પાત્રમાં ઉમેરી લો અને જ્યાં સુધી તે પ્રવાહી ના થઇ જાય ત્યાં સુધી કોઈ વસ્તુનો ઉપયોગ કરીને હલાવતા રહો.
હવે આ પ્રવાહીને અગાઉ જે લીમડાની પેસ્ટ બનાવી હતી તેમાં ઉમેરી દો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લો. હવે જ્યારે મિશ્રણ થોડુંક ઠંડુ બની જાય ત્યારે તેમાં ઉપરથી વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરી દેવી.
ત્યારબાદ તેને પેપર કપમાં ઉમેરી દેવું અને તેને રૂમમાં તાપમાને ઠંડુ થવા માટે રાખી દેવું. જોકે તમે સાબુને જલદી તૈયાર કરવા માટે ફ્રીઝરમાં પણ રાખી શકો છો. આનાથી તમારો સાબુ તૈયાર થઈ જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.