આયુર્વેદ

ઘરે બેસીને પોતે જ બનો પોતાના ડોક્ટર, સ્વસ્થ રહેવા માટે અવશ્ય અપનાવો આ 7 નિયમો.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાને સ્વસ્થ રાખવા માંગે છે પંરતુ જાણે અજાણે તે કેટલીક એવી ભૂલો કરી બેસે છે, જે તેના માટે અનેક રોગોનું કારણ બની જાય છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા નિયમો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,જેને અપનાવીને તમે જાતે પોતાના ડોકટર બની શકો છો. તો ચાલો આપણે જાણીએ કે કંઈ આદતો સ્વસ્થ બનાવવા માટે જીવનશૈલીમાં શામેલ કરવી જોઈએ.

વહેલા સવારે ઉઠો :- જો તમે દરરોજ સવારે વહેલા ઉઠવાની ટેવ બનાવો છો તો તમને ઘણા લાભ થઇ શકે છે. સૌથી પહેલા તો તમે સવારે શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત કરી શકશો. વળી તેનાથી તમારી પાચન શક્તિમાં પણ વધારો થાય છે. જો તમે વહેલા ઉઠો છો તો તમને વધારે સમય મળી રહે છે, જેના લીધે તમે બધા જ કામ સમય સાથે પૂરા કરી શકો છો.

સવારે ઉઠીને હૂંફાળું પાણી પીવો :- જો તમે દરરોજ સવારે હૂંફાળું પાણીનું સેવન કરો છો તો તેનાથી પાચન શક્તિમાં વધારો થાય છે. આ સાથે શરીરમાં જામી ગયેલો કચરો બહાર નીકળી જાય છે.

જેનાથી તમને કબજિયાત, પેટનો વિકાર, મોઢાના ચાંદા જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડતો નથી. જો તમે ગરમ પાણીમાં લીંબુ નો રસ મિક્સ કરીને સેવન કરો છો તો તમને વજન ઓછું કરી શકાય છે.

વ્યાયામ :- દરરોજ સવારે વ્યવાયામ કરવાથી તમને આખો દિવસ ઉર્જાવાન મહેસૂસ થશે અને તમે શાંતિ પૂર્વક કામ કરી શકશો. તેનાથી તમારી આળસ દૂર થઈ જશે. આ સાથે તમને ચર્મરોગ પણ થઇ શકતો નથી. જોકે તમારે દરરોજ ચૂક્યા વગર તેનું પાલન કરવું જોઈએ.

અંકુરિત અનાજ ખાવ :- તમારે ઉપર જણાવેલ નિયમો સાથે ભોજનમાં સવારે અંકુરિત અનાજનો સમાવેશ કરવો જોઈએ. હકીકતમાં તેમાં વિટામિન એ, બી, બી12, એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી આવે છે. જે તમારા શરીરમાં ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારી ઊર્જામાં વધારો થશે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. જેના થકી તમે વાયરલ બીમારીનો શિકાર બની શકશો નહીં.

બહારના ભોજનને ગુડબાય કહો :- તમારે આમ તો દિવસ દરમિયાન બહારના ભોજનને ખાવું જોઈએ નહિ પણ સવારે તો ભૂલથી પણ તેનું સેવન કરવું હિતાવહ નથી. કારણ કે તેમાં ખરાબ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, જે સ્વાસ્થય માટે ખૂબ જ નુકસાનકારક છે. વળી તેનાથી શરીરમાં ચરબીના સ્તર એકઠા થવા લાગે છે. જે વજન વધારા પાછળ જવાબદાર છે.

પુષ્કળ પાણી પીવો :- તમારે ભોજનમાં દિવસ દરમિયાન પુષ્કળ પાણીનો પણ સમાવેશ કરવો જોઈએ. હકીકતમાં તેનાથી તમારા શરીરમાં પાણીની કમી રહેશે નહિ અને વધારામાં તમારે ડી હાઇડ્રેશન નો સામનો કરવો પડશે નહીં. આનાથી તમારા શરીરને કાર્ય કરવાથી ક્ષમતામાં વધારો થશે અને તમે આસાનીથી ઘણા કાર્યો ચપટીભર માં પૂર્ણ કરી શકશો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *