આ 1 વાતનું ધ્યાન રાખશો તો ક્યારેય નહીં થાય ગેસ, એસિડિટી અને કબજિયાત. 100 ટકા ગેરંટી.

આજના સમયમાં વધુ પડતા બહારના ભોજન અને બેઠાળા જીવનને લીધે વ્યક્તિની સમસ્યાઓમાં વધારો થઈ ગયો છે. જેમાં પેટ સાથે જોડાયેલ રોગોનું તો કંઈ કહેવા જેવું જ નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારણ કે પેટના રોગો જેવા કે કબજિયાત, એસિડિટી, ગેસ વગેરે વ્યક્તિને ખુબ જ પરેશાન કરે છે. જોકે આજે અમે તમને એક વિશેષ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી બધા જ પેટના રોગોથી છુટકારો મેળવી શકશો.

તો ચાલો આપણે સૌથી પહેલા જાણીએ કે ગેસ અને એસિડિટી જેવા રોગો કયા કારણોસર થાય છે. તમને જણાવી દઈએ કે આપણે જે દિવસ દરમિયાન ભોજન કરીએ છે તે યોગ્ય રીતે ના પચવાને લીધે ગેસનું નિર્માણ કરે છે. જે ધીમે ધીમે એસિડિટી, ખાટા ઓડકાર અને કબજિયાત જેવી સમસ્યાઓનું સ્વરૂપ ધારણ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવામાં તમારે સૌથી પહેલા કબજિયાત ની સમસ્યા ના થાય તેની કાળજી કેવી જોઈએ. કારણ કે કબજિયાત એક એવી સમસ્યા છે, જે બધા જ રોગોનું મૂળ છે. આ માટે તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. તમે ફક્ત કેટલાક નિયમનું પાલન કરીને કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

આ નિયમ આ પ્રમાણે છે કે તમારે હંમેશા ભૂખ લાગે ત્યારે અને ભૂખ કરતાં ઓછું ખાવું જોઈએ. આ અનુસાર જો તમને અત્યારે ભૂખ નથી તો તમારે ના ખાવું જોઈએ અને જ્યારે બરાબર ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. આ સિવાય જો તમને 4 રોટલી જેટલી ભૂખ હોય તો તમારે ફક્ત ત્રણ રોટલી જ ખાવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે આપણે ભોજનની શરૂઆત કરીએ છીએ ત્યારે જઠરમાં રહેલા પાચન અંગો સક્રિય થાય છે અને જેમ જેમ તમે ભોજન લો છે તેમ પાચન અંગો પોતાનું કામ કરે છે.

હવે જ્યારે તમને ઓડકાર આવી જાય છે ત્યારે સમજી લેવું જોઈએ કે તમારી ભોજનની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે. જોકે જો તમે ઓડકાર પછી પણ ભોજન ખાવ છો તો તે પેટના રોગોનું કારણ બને છે.

તેનો સીધો અર્થ એ છે કે તમે વધારે ભોજન ખાઈ લો છો તો તેનું યોગ્ય રીતે પાચન થઈ શકતું નથી, જે કબજિયાત અને ગેસ જેવા રોગોનું કારણ બને છે. આ સાથે તેનાથી એસિડિટી અને ખાટા ઓડકાર ની પણ સમસ્યા થઇ શકે છે.

આપણા આર્યુવેદમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે વ્યક્તિએ ઓડકાર આવતાની સાથે જ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે તેનાથી વધુ ભોજન લેવું શરીરની અનેક બીમારીઓ માટે કારણ બને છે અને તમારી રોગો સામે લડવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે.

તો દોસ્તો હવે તમે સમજી ગયા હશો કે ભૂખ સાથે જોડાયેલ આ નિયમનું પાલન કરીને તમે એસિડિટી અને કબજિયાત જેવી ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડશે નહીં.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment