આયુર્વેદ

1 રૂપિયાની પણ દવા લીધા વગર ગળા અને છાતીમાં જામેલો કફ કાઢવાનો 100 ટકા અસરકારક ઉપાય.

સામાન્ય રીતે મોટાભાગના લોકોને હવામાનમાં પરિવર્તન થતાની સાથે જ વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ અને કફ થવાનો ભય વધી જાય છે. આ એવી બીમારીઓ છે જે થોડાક સમય માટે રહે છે પણ તેનાથી વ્યક્તિ ઘણો કંટાળી જાય છે.

જોકે આ બધી નાની બીમારીઓ થવા પર મોટાભાગના લોકો ડોક્ટર પાસે જતા રહે છે અને કેમિકલ યુક્ત દવાઓનું સેવન કરે છે. જો તમે પણ આવા લોકો માંથી એક છો તો તમને કહી દઈએ કે તમારે આવું ના કરવું જોઈએ.

કારણ કે આ બધી દવાઓમાં કેમિકલ નો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, જે લાંબા ગાળે વ્યક્તિને અસર કરે છે. આવી સ્થિતિમાં તમારે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને વાયરલ બીમારીઓ દૂર કરવી જોઈએ. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી.

જોકે આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે આસાનીથી વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ અમે કફથી રાહત મેળવી શકશો. તો ચાલો આપણે આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

તમને કહી દઈએ કે આ ઉપાય કરવા માટે તમારે દરરોજ રસોડામાં કાળા મરી અને લવિંગ રાખવા જ પડશે. કારણ કે આ બીમારીઓ ગમે ત્યારે થઇ શકે છે. આવામાં જો તમારા ઘરે આ બંને ચીજ વસ્તુઓ હશે તો તમે આસાનીથી રાહત મેળવી શકશો.

આ સિવાય ઉપાય કરવા માટે હળદર, આદુ, સિંધવ મીઠું અને મધની જરૂર પડશે. આમાં હળદર અને આદુ તો દરેક ઘરમાં આસાનીથી મળી આવે છે. આ સિવાય જો તમારા ઘરે સિંધવ મીઠું અને મધ નથી તો તમે તેને ઘરે મંગાવી શકો છો.

હવે ઉપાય કરવા માટે સૌથી પહેલા કાળા મરી લઈને તેને એક વાસણમાં કાઢી લો. કારણ કે આપણે તેને ગરમ કરવા પડશે. તમે જાણતા હશો કે કાળા મરી એકલા શરદી અને ઉધરસ ની સમસ્યા દૂર કરી શકશે નહીં એટલા માટે તમે જે પ્રમાણમાં કાળા મરી લીધા હોય તેના કરતા અડધી સંખ્યામાં લવિંગના ટુકડા લઈ લો. જોકે ધ્યાન રાખો કે લવિંગ આખા હોવા જોઈએ.

હવે કાળા મરીને જે વાસણમાં નાખ્યા હતા એમાં લવિંગ ઉમેરી લો અને તેને ગેસ પર માધ્યમ આંચ પર ઘી અથવા તેલનો ઉપયોગ કરીને શેકી લો. જ્યારે તે બરાબર શેકાય જશે ત્યારે તેનો રંગ બદલાઈ જશે.

હવે તે વાસણને ગેસ બંધ કરી ને નીચે ઉતારી લો અને કાળા મરી તથા લવિંગને બહાર કાઢી લો. જેના પછી વાસણ માં આદુનો ટુકડો નાખો અને વાસણ ગરમ હોવાને કારણે તેને શેકેવા દો. આ માટે ગેસ શરુ કરવાની જરૂર નથી.

હવે તમે જે કાળા મરી અને લવિંગ લીધા હતા તેને બરાબર ગ્રાઇન્ડ કરીને તેને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. તમે તેને ખલમાં વાટીને અથવા મિકચરમાં દળીને પાવડર સ્વરૂપમાં ફેરવી શકો છો.

હવે આદુને વાસણ માંથી બહાર કાઢીને તેના પરથી છાલ કાઢી લો. ત્યારબાદ તેને એક રૂમાલમાં વીંટીને બરાબર વળ ચઢાવો. જેનાથી આદુમાંથી રસ બહાર નીકળશે અને તમે તેને એકઠો કરી શકો છો.

ત્યારબાદ એક વાસણમાં લવિંગ અને મરીના પાવડર ને કાઢી લો અને તેમાં આદુનો રસ ઉમેરો. જેના પછી હળદર, મધ અને સિંધવ મીઠું મિક્સ કરીને ગોળીઓ બનાવી લો. જેના પછી તમારે તેનું દરરોજ સેવન કરવું જોઈએ. જોકે યાદ રાખો કે તેનો ઉપયોગ સવારે ખાલી પેટે અથવા રાતે સૂતા પહેલાં કરવો જોઈએ.

જો તમે આ ઉપાય એક સપ્તાહ સુધી કરો છે તો તમારી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા બધા જ રોગો પણ દૂર થશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *