આજના સમયમાં વધુ પડતો સમય બેસીને કામ કરવાને લીધે અને ખોટી જીવનશૈલી ને લીધે વ્યક્તિ અનેક બિમારીઓનો શિકાર બની ગયો છે. જેમાંથી પેટના રોગો તો વ્યક્તિને સૌથી પહેલા ઘેરી છે. આ સાથે જો તમને પેટના રોગો થાય છે તો આખા શરીરને બીમારી પ્રવેશવાની પૂર્ણ શક્યતા છે.
કારણ કે તમે સાંભળ્યું હશે કે મોટાભાગની બીમારીઓ પેટમાંથી શરૂ થાય છે. તેથી જો તમારું પેટ સ્વસ્થ હશે તો તમે કોઈ બીમારીનો શિકાર બની શકશો નહીં. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પેટની બીમારીથી કેવી રીતે રાહત મેળવી શકાય છે, તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તમને કહી દઈએ કે પેટના રોગો થવા પર તમારે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવાના રહેશે, જેના લીધે તમે આસાનીથી સમસ્યાઓ દૂર કરી શકશો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થશે નહીં
જો તમારા પેટમાં ગેસ, અપચો અથવા કબજિયાત ની સમસ્યા રહે છે તો વરિયાળી તમારા માટે રામબાણ બની શકે છે. હકીકતમાં વરિયાળી નો ઉપયોગ ખાધા પછી મોઢાના ફ્રેશનર તરીકે કરવામાં આવે છે પંરતુ જો તમે વરિયાળી સાથે સાકાર વાટીને ગરમ પાણી સાથે સૂતા પહેલા સેવન કરી લેશો તો તમારી સમસ્યા દૂર થઈ જશે.
જો તમારા પેટમાં કરમિયા પડ્યા છે તો પણ તમે ઘરેલુ ઉપાય કરી શકો છો. આ માટે સૌથી પહેલા દાડમ ની છાલને તડકામાં એક દિવસ સુકવીને બીજા દિવસે તેને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો. જેના પછી દિવસમાં બે વખત પાણી સાથે તેનું સેવન કરવામાં આવે તો પેટના રોગો દૂર થાય છે અને કૃમિ પણ નાશ થાય છે.
આ સાથે તમે અજમો અને ગોળ સમાન પ્રમાણમાં લઈને ગોળીઓ બનાવી લો અને તેનું દરરોજ સેવન કરશો તો પણ પેટના રોગો દૂર થઈ જશે. જોકે યાદ રાખો કે અજમો પાવડર સ્વરૂપમાં હોવો જોઈએ.
જો તમારા આંતરડામાં બેક્ટેરિયા જમા થઇ ગયા છે તો તેઓએ લીમડાના પાન વાટીને તેમાં મધ મિક્સ કરી લેવું જોઈએ. હવે તેનું સેવન કરવાથી ખરાબ બેકટેરિયા ઝાડા મારફતે બહાર આવી જાય છે. જેનાથી પેટ સાફ થઈ જાય છે. આ સાથે જો તમે ટામેટામાં કાળા મરીનો પાવડર અને સેંધા મીઠું મિક્સ કરીને તેને સલાડ સ્વરૂપે ખાવાથી કૃમિ નાશ થાય છે.
જો તમને ભોજનમાં લસણનો શોખ હોય તો તમને પેટના રોગો થઇ શકે નહીં. કારણ કે લસણમાં એન્ટી તત્વો હોય છે, જે પેટના રોગો ને જડથી દૂર કરીને તમને રાહત આપવાનું કામ કરે છે.
આ માટે તમે લસણની ચટણી પણ ખાઈ શકો છો. જો તમે તુલસીના પાનને સેવન કરી લેશો તો તમને પેટની કૃમિ ની સમસ્યા દૂર થઈ જશે. આ માટે તમે દિવસ દરમિયાન તુલસીના પાનનો રસ પી શકો છો.
જે લોકોને પેટની સમસ્યાઓ રહે છે તેઓએ સલાડ ખાવાની ટેવ બનાવવી જોઈએ. કારણ કે સલાડ થી પેટ સાફ રહેવામાં મદદ મળે છે. આ સાથે તમે ભોજન કરતી વખતે પાણી પીશો નહીં. કારણ કે ભોજન કર્યાના તરત જ પાણી પીવાથી ખોરાક પચતો નથી. આ સાથે ભોજન કર્યા બાદ થોડીક ચાલવાની ટેવ બનાવવી જોઈએ. તમે આ બધા ઉપાય કરીને રાહત મેળવી શકો છો.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.