સામાન્ય રીતે આપણા ભારતમાં મોટાભાગના લોકો આખા વર્ષ દરમિયાન ચાલી રહે એટલું કરિયાણું એકસાથે ખરીદી લેતા હોય છે. જોકે બાકીની ઋતુમાં તો કોઈ વાંધો આવતો નથી પંરતુ જ્યારે ચોમાસાની ઋતું આવે છે ત્યારે અનાજ, કઠોળ અને લોટમાં અનેક પ્રકારની જીવાત પડવાનો ભય રહે છે.
જ્યારે એક સમયે આ બધી વસ્તુઓમાં જીવાત પડી જાય છે તો ઘણા લોકો તેને ફેંકી દેતા હોય છે અથવા તેને સુકવીને ફરીથી ઉપયોગ કરવાનું શરૂ કરે છે. જોકે ઘણી વખત તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ ખોટી હોવાને લીધે તમને બીમારીનો ભય રહે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને તમે અનાજ અને કઠોળને સુરક્ષિત કરી શકો છો. જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમે જંતુઓથી અનાજ, કઠોળ અને દાળ જેવી વસ્તુઓને સુરક્ષિત રાખવા માંગો છો તો તમારે તેના ડબ્બામાં લીમડાના પાન રાખવા જોઈએ. કારણ કે લીમડાની કડવાશને લીધે જીવાત નજીક આવશે નહીં.
આ સાથે આ બધી વસ્તુઓને તમારે શક્ય હોય ત્યાં સુધી ભેજથી દૂર રાખવી જોઈએ. કારણ કે જ્યાં ભેજ હોય છે ત્યાં જીવાત થવાનો ભય રહેલો છે.
તમને જણાવી દઈએ કે તમે મરચાનો ઉપયોગ કરીને પણ ખાદ્ય પદાર્થોને કિડાથી બચાવી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે આખું મરચું લાવીને તેને કરિયાણા ના ડબ્બા અથવા બોક્સની ઉપર મૂકી દેવું જોઈએ.
કારણ કે મરચાની તીખાશ જીવજંતુઓનો જરાય પસંદ નથી અને જ્યારે તમે તેનો ઉપયોગ કરો છે તો ત્યારે જીવાત આવવાનો પ્રશ્ન રહેતો નથી.જો તમે લવિંગને ખાદ્ય વસ્તુઓ માં રાખી દો છો તો તેનાથી ખાદ્ય વસ્તુઓ ઝડપથી ખરાબ થશે નહીં. જો તમે ખાંડ ની અંદર બે ત્રણ લવિંગ મૂકી દો છો તો કીડીઓ ચઢવાનો ભય રહેતો નથી.
આ સાથે સોજીમાં લવિંગ રાખવાથી પણ લાભ થાય છે અને જીવાત થી તેને દૂર રાખી શકાય છે. આ સાથે જો તમે આખા મીઠાનો કટકો સુતરાઉ કાપડ માં વીંટીને ઘઉં ઉપર મૂકી દેવામાં આવે તો તેમાં સડો પડતો નથી.
જો તમે આ કરિયાણા ના ડબ્બા અથવા બોક્સમાં કઢી પત્તા મૂકી દો છો તો તેના જીવાત પડવાની શક્યતા ઓછી થઈ છે. આ સાથે તમે આખી હળદર નો ટુકડો પણ તેમાં મૂકી શકો છો.
તેનાથી તમને અવશ્ય ફરક જોવા મળશે. આ સાથે દરેક વસ્તુ ભેજથી દૂર રહે તેની કાળજી લો. કારણ કે મોટાભાગની જીવાત ભેજને લીધે જ પેદા થાય છે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.