આર્યુવેદમાં એવી ઘણી વસ્તુઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને તમે ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરી શકો છો. આવી જ એક વસ્તુ સૂંઠ છે, જેને આદુને સુકવીને બનાવવામાં આવે છે.
તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને પોટેશિયમ જેવાં તત્વો મળી આવે છે, જે ઘણી બીમારીઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે. તો ચાલો આપણે તેનાથી થતા ફાયદાઓ વિશે વાત કરીએ.
સૂંઠનો ઉપયોગ કરીને તમે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શકો છો. હકીકતમાં સૂંઠમાં કર્ફ્યૂ મિના અને કૈપ્સાઈસિન નામના એન્ટી તત્વો હોય છે, જે તમારી રોગો સામે લડવાની શક્તિ માં વધારો કરે છે. જેનાથી તમે કોઈ વાયરલ બીમારીના શિકાર બની શકતા નથી.
જો તમને હવામાનમાં પરિવર્તન આવતાની સાથે જ શરદી, ઉધરસ જેવી બીમારીઓ થઈ જાય છે તો તમારે સૌથી પહેલા સાકાર, તજ અને સૂંઠનું મિશ્રણ બનાવીને સેવન કરી લેવું જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. આ સિવાય તમે ઘી અને સૂંઠ પાવડરની ગોળીઓ બનાવીને ખાવામાં આવે તો પણ રાહત મળી શકે છે.
જો તમે આખો દિવસ તણાવ અને ચિતાને લીધે માથાનો દુઃખાવો અનુભવો છો તો તમારે ભોજનમાં સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારો માથાનો દુઃખાવો દૂર થઈ જશે. આ સાથે તમે સૂંઠના પાવડર ને પાણીમાં મિક્સ કરીને તેની પેસ્ટ પણ માથા પર ઘસી શકો છો.
જો તમને સાંધાના દુખાવા થાય છે અને આસાનીથી રાહત મળી શકતી નથી. આ સાથે ચાલવામાં અને બેસવામાં પણ તકલીફ થઇ રહી છે તો તમારે સૂંઠ અને જાયફળને તલના તેલમાં મિક્સ કરીને તેનાથી માલિશ કરવી જોઈએ અને પછી તેના પર પાટો બાંધી દેવો જોઈએ. આ માટે તમારે યોગ્ય રીતે અસરગ્રસ્ત વિસ્તાર પર માલિશ કરવી જોઈએ.
જો તમને વારંવાર પેટમાં દુઃખાવો, અશુદ્ધિ જમા થઈ જવી, પેટનો વિકાર, કબજિયાત, એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થાય છે તો પણ તમે સૂંઠ નો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને રાહત થશે અને પેટની બળતરામાં પણ રાહત થાય છે. આ માટે તેનો ઉપયોગ કરવા માટે દૂધમાં સૂંઠ અને સાકર મિક્સ કરીને ખાવું જોઈએ.
જો તમારી પાચન શક્તિમાં ઘટાડો થઈ ગયો છે તો તમારે ભોજનમાં સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેમાં ફાઈબર મળી આવે છે, જે પાચન શક્તિ માં વધારો કરીને તમને પેટના રોગો દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી તમને આરામ પણ મળી જશે
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.