આયુર્વેદ

મોંઘી દવાઓ ખાઈને થાકી ગયા છો? તો હવે મળી ગયો નપુસંકતા, અનિંદ્રા, ડાયાબિટીસ જેવી અગણિત સમસ્યાઓ દૂર કરવાનો રામબાણ ઉપાય.

આપણી આજુબાજુ એવી ઘણી વનસ્પતિઓ આવેલી છે. જેનો ઉપયોગ કરીને આપણે ડોક્ટરની દવા લીધા વિના બીમારીઓને દૂર કરી શકીએ છીએ, વળી તેનાથી કોઈ આડઅસર નો પણ સામનો કરવો પડતો નથી.

આ એક એવી ઔષધિઓ છે, જેનો ઉપયોગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. જોકે શરત એટલી છે કે તમારે તેનો ઉપયોગ કરતા પહેલા તેની રીત વિશે જાણી લેવું જોઈએ.

આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવી ઔષધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી આજસુધી ઘણા લોકો અજાણ છે અને તેનાથી થતા ફાયદાઓ વિશે જાણતા નથી. હા અમે જે ઔષધિ વિશે કહી રહ્યા છીએ, તેનું નામ કૌંચા છે.

શક્ય હોય શકે છે કે તમે આ ઔષધિનું નામ આજ પહેલા સાંભળ્યું ના હોય. જોકે તમને કહી દઈએ કે કૌંચાના ફળની અંદર કાળા રંગના બીજ મળી આવે છે, જેનો ઉપયોગ ઘણી.બીમારીઓ દૂર કરવા માટે થાય છે.

જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો શ્વાસ સાથે જોડાયેલ સમસ્યાઓથી લઈને પેટના રોગો સુધી ઘણી બીમારીઓ દૂર કરવાની શકિત ધરાવે છે. તે સ્વાદમાં તૂરા અને કડવા હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કૌંચા ના બીજના ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જો તમને શ્વાસ સાથે જોડાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે કૌંચાના બીજને મધ અને ઘી સાથે લેવું જોઈએ. તેનાથી તમને આરામ મળશે. આ સાથે જો તમે આખો દિવસ આળસ, નબળાઈ અને થાક અનુભવી રહ્યા છો તો પણ તમે કૌંચા ના બીજને મધ સાથે લઈ શકો છો. જો તમને કોઈ જગ્યાએ ઘા થયો છે અને જલ્દી રૂઝ આવી રહી નથી તો તમારે તેના પર લેપ કરવો જોઈએ.

જો કોઈ સ્ત્રી ને ઘણા પ્રયત્નો પછી પણ માતા બનવાનું સુખ મેળવી રહી નથી તો તેને 5 કૌંચાના મૂળને 90 ગ્રામ દૂધ સાથે સાકાર મિક્સ કરીને લેવું જોઈએ. તેનાથી ગર્ભની રચના થવામાં મદદ મળે છે અને સ્ત્રી સંતાન સુખ મેળવી શકે છે. જે લોકો હાથી પગોનો સામનો કરી રહ્યા છે તેમને પણ કૌંચાના બીજ મૂળ પર ઘસવા જોઈએ, તેનાથી સોજો ઓછો થવામાં મદદ મળે છે.

જો તકે ઓફિસમાં આખો દિવસ કામ કર્યા પછી પણ ઘરે આવીને ઊંઘ મેળવી શકતા નથી તો તમને ઘણી બીમારીઓ થવાનો ભય રહે છે. આવામાં તમે સફેદ મૂસળી સાથે કૌંચાના બીજને મિક્સ કરીને સેવન કરવું જોઈએ. તેનાથી તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે અને સવારે સ્ફૂર્તિ સાથે ઊઠીને આખો દિવસ ઊર્જા સાથે કામ કરી શકશો.

જો કોઈ વ્યક્તિને એકધારો ઘણા દિવસોથી તાવ આવે છે તો તેવા લોકો કૌંચાના બીજનો ઉકાળો બનાવીને પી શકે છે. તેનાથી પેશાબ વાટે તાવની સમસ્યાનો વિકાર નીકળી જાય છે અને તાવમાં રાહત મળશે. જો તમે આખો દિવસ તાણમાં રહો છો અને કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તો પણ તમે કૌંચાના બીજનો ઉપયોગ કરી શકો છો.

જો કોઈ વ્યક્તિને અસ્થમા અથવા દમ સાથે જોડાયેલ સમસ્યા છે તો પણ તેઓ કૌંચાનો ઉપયોગ કરી શકે છે. જો તમને વારંવાર કોઈ ભૂલી જવાની ખોટી આદત છે તો પણ તમે કૌંચાના બીજનો ઉપયોગ કરીને મગજની કાર્યક્ષમતા વધારી શકો છો.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *