આયુર્વેદ

કોઈપણ જાતની દવાઓ પાછળ ખર્ચ કર્યા વિના ફક્ત પાંચ જ મિનિટમાં પેટના રોગોને છૂમંતર કરી દેશે આ વસ્તુ.

આજના સમયમાં દરેક વ્યક્તિ આધુનિક જીવનની લાલસામાં દાદી અને નાનીના નુસખા છોડીને દવાઓ તરફ વળી ગયો છે. જો કોઈ વ્યક્તિને સહેજ નાની અમથી બીમારી પણ થાય છે તો તે તરત જ ડોકટર પાસે જઈને દવાઓ લેવાનું પસંદ કરે છે.

જોકે તમારે એ વાત જાણવી જોઈએ કે વધુ પ્રમાણમાં દવાઓનું સેવન બીમારીઓ ઓછી કરવાને બદલે પાછળથી નુકસાનકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં તેનો શક્ય તેટલો ઓછો પ્રયોગ કરવો જોઈએ.

આપણી આજુબાજુ એવી ઘણી ઔષધિઓ છે, જે કોઈપણ આડઅસર વગર જટિલ માં જટિલ બીમારીઓને દૂર કરીને તમને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. વળી તેનાથી કોઈ આડઅસર કે જોખમ રહેતું નથી.

આ કુદરતમાંથી મળી આવતી વસ્તુઓ પેટના વિકાર, દુખાવા, કિડની રોગો, આંતરડામાં કચરો જમા થઈ જેવો જેવી ઘણી બીમારીઓ દૂર કરે છે. જેના લીધે આપણું શરીર એકદમ ઊર્જાવાન અને સ્ફૂર્તિમય બની જાય છે.

આપણે જીવનની ભાગદોડમાં ક્યાંકને ક્યાંક કુદરત દ્વારા સર્જેલી કળાનો આનંદ લેવાનો ભૂલી જતા હોઈએ છીએ. આવી સ્થિતિમાં તમારે કુદરતી વસ્તુનો ઉપયોગ કરીને શક્ય બીમારીઓ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જોકે આજે અમે તમને આવી જ એક કુદરતી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઘણા રોગોને દૂર કરવાની શક્તિ ધરાવે છે.

આમ તો અજમાનો ઉપયોગ પ્રાચીન સમયથી રસોઈમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. હા, જો અજમાને ભોજનમાં ઉમેરવામાં આવે તો ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે.

જોકે અમે તમને એમ કહીએ કે અજમો ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરી શકે છે તો તમને વિશ્વાસ થશે નહીં પંરતુ આ એકદમ સાચું છે. અજમા માં એવા ગુણો મળી આવે છે, જે પેટના રોગો દૂર કરીને બધી જ અશુદ્ધિ બહાર કાઢવામાં મદદ કરે છે.

જો તમે અજમાને ગ્રાઇન્ડ કરીને ગરમ પાણી સાથે મિક્સ કરીને સેવન કરી લો છો તો તમને પેટના દુખાવા દૂર કરી શકાય છે. આ સાથે અજમાને શેકીને તેના પર સિંધવ મીઠું નાખી દો અને તેને ગરમ પાણી સાથે લેવામાં આવે તો તેનાથી કોઠાનો વાયુ દૂર કરી શકાય છે. આ સાથે તમે તેને હિંગ સાથે પણ લઈ શકો છો.

જો તમને અજમો અને સંચળ મીઠું બંન્ને ચાર ચાર ભાઈ લઈને તેને બે ભાગ હિંગ સાથે મિક્સ કરીને ગરમ પાણી સાથે લેવામાં આવે તો તેનાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને દરેક ખોરાક આસાનીથી પચી જાય છે.

જેનાથી પેટના રોગો થવાનો ભય એકદમ ઓછો થઈ જાય છે. આ સિવાય અજમો, હિંગ અને હિમજ ને ગરમ પાણી સાથે પાવડર બનાવીને લેવામાં આવે તો પેટનો ગેસ અને અપચોમાં રાહત મળે છે.

જો બાળકને ઝાડા થઈ ગયા છે તો તેને સિંધવ મીઠું સાથે અજમાને મિક્સ કરીને પાણી સાથે પીવડાવવાથી ઝાડાની સમસ્યા દૂર થઈ જાય છે. જો અજમો, સૂંઠ, લીંડી પીપર અને જીરુને મધ સાથે મિક્સ કરીને ચાટવાથી પેટનો આફરો દૂર થઈ જાય છે.

જો તમને વારંવાર પેટના દુઃખવાં, આફરો ચઢી જવો, ગેસ, અપચો જેવી સમસ્યાઓ રહેતી હોય તો તમારે અજમાની ગોળીઓ સાથે રાખવી જોઈએ. તમે તેને ગોળ સાથે બનાવી શકો છો. હવે જ્યારે તમને સમસ્યા થાય ત્યારે તેનું સેવન કરો. જે તમારી સમસ્યા દૂર કરીને તમને બહુ જલદી આરામ આપશે.

જો બાળકને ઊલટીની સમસ્યા રહેતી હોય તો તેને અજમાના પાવડર સ્વરૂપની એક ચમચી આપવાથી રાહત થાય છે. સવારે અને સાંજે અડધો કપ પાણી સાથે ચપટી અજમાનું સેવન કરવાથી અસ્થમા માં રાહત મળે છે. તમને ઉધરસ થઇ હોય તો તમે સંચળ મીઠું સાથે અજમાનું સેવન કરી શકો છો. જોકે યાદ રાખો કે આ ઉપાય ગરમ પાણી સાથે કરવાનો રહેશે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *