મિત્રો આપણે કોઈની પાસે ઊભા રહીએ તો આપણા મોઢાની દુર્ગંધ આવવી ન જોઈએ. પરંતુ જે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવે છે, તેના કારણો જાણવા પડશે. અને તેના ઉપાયો પણ જાણવા પડશે. જે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું. મોઢામાંથી દુર્ગંધ કોને આવે, કઈ વ્યક્તિને અને શેના કારણે આવે છે તે જાણીએ.
આપણા દાંત માં સડો થયો હોય તો મોઢામાંથી દુર્ગંધ આવે છે. જે લોકોનું પેટ સાફ ન રહેતું હોય તેવા લોકોને પણ આ સમસ્યા થઈ શકે છે. જેના દાંત ખરાબ થઈ ગયા હોય મોઢું સાફ ન હોય તેવા લોકોને મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો જે લોકોની જીભ સાફ ન હોય તે લોકોને પણ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે.
સાયનસ ના ઈન્ફેક્શન થયા હોય, કફના વિકારોને લીધે દુર્ગંધ આવતી હોય છે. કબજિયાતથી જે વ્યક્તિ પીડાય છે. જે લોકોને શરીરમાં લોહીની કમી છે. તે લોકોને પણ મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા થઈ શકે છે. જે લોકો વધારે પડતા ભૂખ્યા રહે છે, તે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવે છે.
અત્યારના મોટાભાગના લોકો ડાયાબિટીસથી પીડાય છે. ડાયાબિટીસના દર્દી છે તેમને પણ મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા રહે છે. શ્વાસ અને ફેફસાંનું ઇન્ફેક્શન થયું હોય તો પણ મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. મિત્રો જે લોકોને લીવર ની બીમારી છે, જે લોકોની પાયોરિયા ની બીમારી છે,
એમાં જે લોકોને પાયોરિયા ની બીમારી મુખ્ય છે કારણકે આ બીમારીમાં મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. નકલી દાંત બરાબર સાફ કરવામાં ન આવે તો તેમાંથી દુર્ગંધ આવે છે. દાંતમાં અનાજ ફસાઈ ગયું હોય અને લાંબો સમય સુધી ફસાયેલું રહે અને સાફ ન થાય તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.
મિત્રો કાચી ડુંગળી ખાવાથી, કાચું લસણ ખાવાથી, તમાકુ ખાવાથી, ગુટકા ખાવાથી માવા ખાવાથી, આવી બધી કુટેવોથી મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. મિત્રો સવારે મોડા ઊઠવાથી રાત્રે મોડા સુધી જાગવાથી તમારા મોઢામાં દુર્ગંધ આવવાની સમસ્યા સતાવતી રહે છે.
તે ઉપરાંત લાંબો સમય સુધી ન બોલવાથી પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે. મિત્રો આપણે મોઢામાંથી દુર્ગંધ આવવાના કારણો જોયાં પણ તેના ઉપાયો વિશે પણ જાણી લઈએ. પહેલાતો આપણને જે બીમારી થઇ હોય તેને મટાડવા નો પ્રયત્ન કરવો જોઈએ. દાંતની અન્ય કોઈ તકલીફ હોય નજીકના ડોક્ટરને બતાવવું જોઈએ.
વિટામીન સી વાળા પદાર્થોનું સેવન કરવું જોઈએ. જો તમારા મોઢામાં નકલી દાંત બેસાડ્યા છે, તો તેને પણ બરાબર સાફ કરવા જોઈએ. મિત્રો સવારે અને સાંજે દાત અને જીભ બરાબર સાફ કરવી જોઈએ. દાંતમાં સડો થયો હોય તો દાંતના ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.
મિત્રો તમારે પાન તમાકુ ,ગુટકા નો ત્યાગ કરજો. ગળામાં કાકડા હોય, થ્રોટ ઇન્ફેક્શન હોય તો ગરમ પાણીના કોગળા કરજો. અને તેમાં થોડીક હળદર પણ નાખી શકો છો. પેટ ખરાબ હોવાથી મોઢામાં દુર્ગંધ આવે તો હરડેનું સેવન કરવું જોઈએ.
હરડે નું સેવન કરવાથી પેટ સાફ થઈ જશે. મિત્રો તમે એક વખત વૈધની સલાહ લઈ શકો છો. આટલું કરશો તો તમારા મોઢામાંથી આવતી દુર્ગંધ બંધ થઈ જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.