આજની ભાગદોડ ભરી જીંદગીમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો માથાના દુખાવાનો સામનો કરવો પડે છે. આ એક એવી સમસ્યા છે, જે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. માથાના દુઃખાવો સિવાય વ્યક્તિને માઇગ્રેન, આઘાશિશીથી પણ પીડિત હોય છે. આ બધી એવી સમસ્યાઓ છે, જે વ્યક્તિને ધીમે ધીમે તેના શિકાર બનાવી દે છે.
તમને કહી દઈએ કે આઘાશિશી થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. ઘણી વખત તો આઘાશિશીની સમસ્યા એટલી હદે વધી જાય છે કે વ્યક્તિ સરખી રીતે સૂઈ પણ શકતો નથી. જોકે આ એક પ્રકારનો માથાના દુઃખાવો જ છે પણ તેનાથી માથાના કોઈપણ એક જ ભાગમાં અસહ્ય દુઃખાવો થાય છે. આ રોગ મોટેભાગે મહિલાઓને પોતાના શિકાર બનાવે છે.
હવે જો આપણે આઘાશિશી થવા પાછળના કારણો વિશે વાત કરીએ તો તે ઘણા કારણોસર થઇ શકે છે. તેમાં આખો દિવસ કામ કરીને માનસિક રીતે થાકી જવું, દિવસ દરમિયાન ભાગદોડ, વધારે ઘોંઘાટ વાળા અવાજમાં ફરવું, ઉપવાસ કરવો, પેટમાં ભૂખની કમી, નબળાઈ, તાણ, ચિંતા વગેરેને લીધે થઇ શકે છે. તેઓ મોડા સમય સુધી જાગે છે અને ઓછી ઊંઘ લે છે, તેમને પણ આ સમસ્યા થઈ શકે છે.
આવી સ્થિતિમાં જો તમને પણ આઘાશિશીની સમસ્યા છે, તો આજે અમે તમને કેટલાક એવા લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે રાહત મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આઘાશિશીથી કેવી રીતે રાહત મેળવી શકાય છે.
જો તમે સવારના પહોરમાં શુદ્ધ ઘીની મીઠાશ યુક્ત જલેબીનું સેવન કરો છો તો તેનાથી માનસિક રીતે શાંતિ મળે છે. આ સાથે હિંગને પાવડર સ્વરૂપ કરીને તેને પાણીમાં મિક્સ કરીને નાકમાં ટીપા નાખવામાં આવે તો રાહત મળે છે. આ સિવાય સૂંઠ ને પાણીમાં મિક્સ કરીને તેનો લેપ માથા પર લગાવવામાં આવે તો શાંતિ મળે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે શાકભાજી બનાવવા માટે ઉપયોગમાં આવતી કોબીજ પણ આઘાશિશીની સમસ્યા દૂર કરવા માટે વપરાય છે. તેનો ઉપયોગ કરવા માતા સૌથી પહેલા તેને ખભા અથવા ગરદન પર તેને કાપીને લગાવવું જોઈએ. તમને કહી દઈએ કે કોબીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે, જે પેટના દુખાવા સાથે સાથે આઘાશિશી અને માથાના દુઃખાવાને દૂર કરે છે.
જો તમે તુલસીના તેલનો ઉપયોગ કરીને તેનાથી માથાની માલિશ કરો છો તો માથાના દુઃખાવા સહિત આઘાશિશીની સમસ્યાથી રાહત મેળવી શકો છો. જેનાથી જો તમને કોઈ ચિંતા છે તો તે પણ દૂર થઈ જાય છે અને તમને માનસિક શાંતિ મળે છે.
આઘાશિશીની સમસ્યા દૂર કરવા માટે પાલક અને ગાજરની સબ્જી પણ ઉપયોગી સાબિત થાય છે. આ માટે સૌથી પહેલા ગાજર અને પાલકનો જ્યુસ કાઢી લેવો જોઈએ અને પછી બંન્ને ને મિક્સ કરીને લેવું જોઈએ. તેનાથી તમને રાહત મળી શકે છે.
જો તમે કપૂરને ઘીની અંદર મિક્સ કરીને માથા પર લેપ કરવામાં આવે તો આઘાશિશીની સમસ્યા થી રાહત મળે છે. તમે તુલસીના પાનને અગરબત્તી સાથે મિક્સ કરીને માથા પર પેસ્ટ સ્વરૂપે લગાવવામાં આવે તો શાંતિ મળે છે. આ સાથે તમે માથાનો દુઃખાવો દૂર કરવા માટે નારિયેળ પાણી અથવા દ્રાક્ષનું સેવન કરી શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.