કેરી કરતા તેની ગોટલી છે વધુ ફાયદાકારક, આ વાંચ્યા પછી ફેંકવાની ભૂલ ના કરતા.

મિત્રો ફળોનો રાજા કેરી કહેવાય છે. કેરી કરતાં પણ તેનાથી વધારે તેની ગોટલી આપણા માટે રામબાણ સાબિત થાય છે. મિત્રો કહેવત છે કે “આમ કે આમ ગુટલી ઓકે ભી દામ” આ કહેવત એકદમ સાચી છે. કેરી કરતા તેની ગોટલી આપણને ઘણા ફાયદા આપે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો કેરીની ગોટલી વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે . ગોટલી આપણા શરીર માટે અત્યંત લાભદાયી છે. 100 ગ્રામ કેરીની ગોટલી માંથી બે કિલો કેરીના રસ કરતાં પણ વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી કરતા પણ વધારે પોષક તત્ત્વો ધરાવતી ગોટલીને આપણે કચરામાં નાખી દઈએ છીએ.

મિત્રો કેરીની ગોટલી માં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ઓઇલ ફાઈટોકેમિકલ્સ હોય છે. માનવ શરીરમાં વિટામિન ડી સિવાય બીજા વિટામિન બનતા નથી. આ વિટામિન મેળવવા માટે આહાર પર આધાર રાખવો પડે છે. કેરીની ગોટલી માંથી વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઈ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે શરીરમાંથી કચરો દૂર કરવા એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. મિત્રો કેરીની ગોટલી માંથી સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયન, જસત, મેંગેનીઝ જેવા પોષક તત્વો મળી રહે છે. મિત્રો કાજુ બદામ કરતાં પણ વધારે પોષક તત્વો કેરીની ગોટલી માંથી મળી રહે છે. ગોટલી નું સેવન કરવાથી શરીરમાં ચરબી હોતી નથી.

તો મિત્રો આજે આપણે આ લેખમાં ગોટલી ના ફાયદા વિશે જાણીશું. કેરીની ગોટલીને સુકવી તેનો પાવડર બનાવીને તેમાં લીંબુ નાખીને માથામાં લગાવવાથી થોડાક દિવસમાં જુ ઓછી થઈ જાય છે. કેરીની ગોટલીને ચાવીને ખાવામાં આવે તો બ્લડ પ્રેશરમાં રાહત મળે છે. ગોટલી નો પાવડર બનાવીને ખાવાથી હૃદયરોગમાં રાહત મળે છે. આ સાથે રક્તપ્રવાહ પણ સામાન્ય રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો નાની ઉંમરમાં પણ લોકો ફાંદવાળા દેખાવા લાગે છે. તેમના શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા લાગ્યું છે. તેવામાં ગોટલીના પાવડરનું સેવન કરવાથી શરીરમાં વધેલી ચરબી ઓછી કરવામાં મદદરૂપ થાય છે. સાથે વજન પણ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે.

જો તમે ડાયરિયાથી પરેશાન હોવ તો ગોટલીને સુકવી તેનો પાવડર કરી તેમાં સરખા ભાગે ખાંડ ઉમેરી બે ચમચી દિવસમાં ત્રણ વાર લેવાથી ડાયેરિયામાં રાહત મળે છે. આજે લોકોના દાંત માં દુખાવા અને વોમ્સ વધુ જોવા મળે છે. તેથી લોકો મીઠી વસ્તુ ખાઈ શકતા નથી. બાળકોના દાંત માં વધુ વોર્મ્સ જોવા મળે છે.

મિત્રો દાંતના દુખાવા માટે કેરીની ગોટલી ને સુકવીને તેનો બારીક પાવડર કરાયેલું તેનુ ચૂર્ણ થી રોજ સવારે ટૂથપેસ્ટ સાથે બ્રશ કરવાથી દાંત નો દુખાવો દૂર થઇ જશે. આ ચૂર્ણ થી રોજ સવારે બ્રશ કરવાથી મોઢાની દુર્ગંધ પણ દૂર થાય છે.

દરરોજ કેરીનાં પાન ચાવીને થૂંકી દેવાથી દાંત હલતા બંધ થઈ જશે. અને મજબૂત બનશે. કેરીની ગોટલીનું સેવન કરવામાં આવે તો શરીરમાંથી બી12 ની ઉણપ દૂર થઈ જાય છે. આ ગોટલીમાંથી મળતું મેંગેફિરમ માનવ બ્લડ ના સુગર ને નિયંત્રણમાં રાખે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment