મિત્રો શરીરમાં આ પ્રકારની બીમારી હોય તો તમારે એસીમાં ન રહેવું જોઈએ. મિત્રો આજના લેખમાં અમે તમને એવી કેટલીક નાની-નાની બીમારીઓમાં એસી નો ઉપયોગ ન કરવો જોઈએ. તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અન્યથા આવા વ્યક્તિઓને ખૂબ જ મોટી તકલીફ થઈ શકે છે.
મિત્રો હાલના આધુનિક જમાનામાં દરેક ઘરોમાં અને ઓફિસમાં ફરજિયાત એસી લગાવેલા હોય છે. મિત્રો આપણા દેશનું વાતાવરણ ખૂબ જ ગરમ છે. અને આ ગરમ વાતાવરણમાં પણ આપણે આપણા દૈનિક કાર્યો અને રૂટિન કાર્યો ખૂબ જ સારી રીતે કરીએ છીએ. પરંતુ હાલના સમયમાં ગરમીથી બચવા માટે નાનકડા ગામમાં પણ ઘરે ઘરે એસી લગાવવામાં આવી રહ્યા છે.
મિત્રો એવું કહેવાય છે કે ઠંડા વાતાવરણમાં શરીરની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મિત્રો ઠંડા વાતાવરણમાં આપણા શરીરની કાર્યક્ષમતા વધે છે. પરંતુ આ ઠંડી કુદરતી હોવી જોઈએ. મિત્રો એસી ની ઠંડી કુત્રિમ ઠંડી છે જે આપણા શરીરને ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. મિત્રો ઠંડા વાતાવરણમાં રહેવું દરેક લોકોને ગમે છે.
હાલના સમયમાં બાળકના જન્મથી લઈને મોટી ઉંમરના દરેક લોકો એસી નો બેફામ રીતે ઉપયોગ કરે છે. મિત્રો ઘણા લોકો ભરઉનાળામાં એસી ની મદદથી તેમના રૂમ ને એટલો બધો ઠંડો કરી દે છે કે તેમને ઓઢવા માટે ગોદરા અને બ્લેન્કેટ ની જરૂર પડે છે. મિત્રો એસીના કુત્રિમ ઠંડા વાતાવરણમાં રહેવાથી શરીરને ખૂબ જ મોટું નુકસાન થાય છે.
મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ 8 પ્રકારની બીમારી વાળા લોકોએ એસીમાં ન રહેવું જોઈએ. તેના વિશે આપણે વાત કરીશું. મિત્રો જે લોકોને વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તેવા લોકો એ એ.સી.ની ઠંડી માં વધારે પ્રમાણમાં ન રહેવું જોઈએ.
આ પ્રકારના લોકો વધુ પ્રમાણમાં એસીમાં રહે તો તેમનું માથું ભારે ભારે રહે છે. અને આ માથાનો દુખાવો તેમને કાયમી થાય છે. અને તેમની ગંભીર બીમારી થવાની શક્યતા રહે છે. મિત્રો જે લોકોને શરીરમાં સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય જે લોકોના શરીરમાં વાયુ નું પ્રમાણ વધારે હોય તેવા લોકોએ એ.સી.ની ઠંડી માં ન રહેવું જોઈએ.
આવા લોકોએ વધુ માત્રામાં એસી માં રહેવાથી તેમના સ્નાયુઓ અને સાંધાઓ જકડાઇ જાય છે. મિત્રો જે લોકોને કાયમી શરદી ની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ પણ એસી માં નિરંતર ના રહેવું જોઈએ. મિત્રો જે લોકોને વધુ પ્રમાણમાં શરદી રહેતી હોય તેવા લોકો વધુ માત્રામાં એસી માં રહે તો તેમને સાયનસની સમસ્યા રહેતી હોય છે.
સાયનસની સમસ્યાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થતી હોય છે. મિત્રો જે લોકો વારંવાર બીમાર પડી જતા હોય જે લોકોને વારંવાર શરદીની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ એસીમાં ન રહેવું જોઈએ. મિત્રો સામાન્ય રીતે શિયાળાની ગુલાબી ઠંડીના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
પરંતુ એસીની પ્રાકૃતિક ઠંડીમાં વધુ માત્રામાં લેવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. એટલા માટે મિત્રો જે લોકો વારંવાર બીમાર પડતા હોય તેવા લોકોએ તાત્કાલિક રૂપે એસી નો ત્યાગ કરવો જોઈએ. જે લોકોને એલર્જિક શરદી ની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ પણ એસી માં વધુ માત્રામાં ન રહેવું જોઈએ.
આવા લોકોને એસી માં રહેવાથી ન્યુમોનિયા જેવી ઘાતક બીમારી થઇ શકે છે. જે લોકોની વજન વધવાની સમસ્યા હોય જે લોકોને શરીર પર ચરબીના થર જામી ગયા હોય તેવા લોકોએ પણ એસી માં વધુ માત્રામાં રહેવું ન જોઈએ. કારણ કે સતત એસીના ઠંડા વાતાવરણમાં રહેવાથી શરીરની ચરબીમાં વધારો થાય છે.
મિત્રો સતત એસીના વાતાવરણમાં રહેવાથી શરીરમાં જે પરસેવો વળવો જોઇએ તે પરસેવો વળતો નથી અને તેના લીધે શરીરમાં ચરબીના થર જામી જાય છે તેથી આવા લોકોએ એસીની ઠંડીમાં વધુ ન રહેવું જોઈએ. દમ અને અસ્થમા વાળા લોકો એ પણ એસી માં વધુ ન રહેવું જોઈએ. આવા લોકો વધુ પ્રમાણમાં એસી નો ઉપયોગ કરે છે તો તેમણે ગંભીર અને ઘાતક બીમારીઓ થઈ શકે છે.
મિત્રો આ પ્રકારની બીમારી વાળા લોકોએ એસી નો ઉપયોગ વધુ માત્ર ન કરવો જોઈએ આવું કરવાથી આ પ્રકારના લોકોને અતિ ગંભીર બીમારી થવાની શક્યતા રહેલી હોય છે એટલે કે મિત્રો એસી નું ઠંડુ વાતાવરણ એ કુત્રિમ ઠંડુ વાતાવરણ છે. જેનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી આપણે ગંભીર બીમારીનો ભોગ બની શકીએ છીએ.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.