આરોગ્ય

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં દેખાવા લાગે છે આવા સંકેતો, જો દેખાય તો તરત જ ખાઈ લો આ વસ્તુ.

આજના સમયમાં બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલીને લીધે વ્યક્તિ અનેક રોગોનો શિકાર બની ગયો છે. મોટાભાગના લોકો આખો દિવસ ઓફિસમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ શારીરિક કાર્યો પાછળ સમય પસાર કરી શકતા નથી.

જેના લીધે તેમને લોહી જાડું થઈ જવું, હાર્ટ એટેક, હાર્ટ સ્ટોક, નસ બ્લોક થઇ જવી, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર ની સમસ્યા, કોલેસ્ટ્રોલ લેવલમાં સમસ્યા વગેરે જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે. આ પૈકી હાર્ટ એટેક એક એવી બીમારી છે, કે વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે. જેના લીધે તેનાથી શક્ય તેટલું બચીને રહેવું ખૂબ જ જરૂરી છે.

જ્યારે વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો હોય છે તેના થોડાક સમય પહેલા શરીરમાં કેટલાક ફેરફાર થાય છે અને જો તમે આ ફેરફાર ને સમયસર સમજી લો છો તો તમે હાર્ટ એટેકની ગંભીર બીમારીથી બચી શકો છો. આવી સ્થિતિમાં આજના સા વિશેષ લેખમાં અમે તમને આવા જ કેટલાક સંકેતો વિશે વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમારે અવશ્ય વાંચી લેવું જોઈએ.

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં આવા ફેરફાર થાય છે…

1. જ્યારે હાર્ટ એટેક આવવાનો હોય છે ત્યારે વ્યક્તિને સૌથી પહેલા તો ચાલવામાં, દોડવામાં અને હસવામાં તકલીફ થવા લાગે છે. જ્યારે તમે આ બધી ક્રિયાઓ કરો છે ત્યારે અચાનક શરીરમાં હાંફ ચઢવા લાગે છે. આ સાથે તમારે દબાણ સાથે શ્વાસ લેવાની કોશિશ કરવી પડે છે. શરીરમાંથી આપમેળે શ્વાસ બહાર આવી શકતો નથી. જો તમને પણ આ સમસ્યા આવી રહી છે તો તમારે તરત જ ડોક્ટરની તપાસ કરાવવી જોઈએ.

2. જો તમને કોઈ ચિંતા કે ભય વગર શરીરમાં ગભરાહટ થવી, ડર લાગવો, કંઇક કરવાની ઈચ્છા ના થવી, વધારે પ્રમાણમાં થાક લાગવો વગેરે જેવા ફેરફાર પણ હાર્ટ એટેક સાથે સબંધિત હોય શકે છે. જો તમને કોઈ કારણ વગર શરીરમાંથી વધારે પ્રમાણમાં પરસેવો આવી રહ્યો છે અને જીવ મૂંઝાવા લાગે છે તો સમજી લેવું જોઈએ કે આ હાર્ટ સબંધિત સમસ્યા હોય શકે છે.

3. જો તમારી છાતીમાં અચાનક ભારે દુઃખાવો થઈ રહ્યો છે અને તમને છાતી પર કઈંક વજન મૂક્યું હોય તેવું લાગી રહ્યું છે તો તે પણ હાર્ટ એટેક સબંધિત સમસ્યા હોય શકે છે. આવામાં હાર્ટ નો દુઃખાવો અવગણવો જોઈએ નહીં.. ભલે તે પછી વધારે હોય કે ઓછો…

4. જો તમારા શરીરના વિવિધ અંગો પણ ધીમે ધીમે નબળા પડવા લાગે છે અને શરીરમાં કંઈ કામ કરવાની શક્તિ રહેતી નથી. આ સાથે નબળાઈ, અશકિત, થાક વગેરેની વધારે પ્રમાણમાં અનુભૂતિ થાય છે તો તે પણ હાર્ટ સબંધિત રોગનો સંકેત હોય છે. જ્યારે હાર્ટ એટેક આવવાનો હોય છે તે પહેલાં વ્યક્તિનો હાથ એકદમ સુન્ન થઈ ગયો હોય છે અને તેનાથી રાહત મેળવવી ખૂબ જ મુશ્કેલ પડી જાય છે.

5. જો તમને અચાનક સ્પષ્ટ રીતે બોલી કે વાત કરી શકતા નથી અને ક્યાંક ને ક્યાંક બોલવામાં પણ મુશ્કેલી પડી રહી છે તો તે પણ હાર્ટ સબંધિત રોગનો શિકાર હોવાનો સંકેત હોય શકે છે. તેથી તેનો સમયસર ઈલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે.

હવે ચાલો આપણે જાણીએ કે હાર્ટ એટેક આવે ત્યારે તેનો ઈલાજ શું છે.

જો તમને ઉપરોક્ત પૈકી કોઈ એકપણ સંકેત દેખાય છે તો તમારે સમયસર તેને ઓળખીને બે લસણની કળીઓ ગરમ પાણી સાથે ચાવીને ખાઈ જવી જોઈએ. જેનાથી તમને હાર્ટ એટેક થવાનો ભય ઓછો થઈ જાય છે.

આ સાથે તમારે દિવસ દરમિયાન તણાવ, ચિંતા વગેરેથી બચવું જોઈએ. જો તમે માનસિક રીતે પણ સ્વસ્થ હશો તો તમને હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી છે. તમારે દરરોજ થોડાક તો થોડાક પણ શારીરિક કાર્ય કરવા જોઈએ. આ માટે તમે સવારે ચાલવા જવું, કસરત કરવી વગેરેનો આશરો લઈ શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *