સ્વાસ્થ્ય સમાચાર

સાવધાન : ફરી એકવાર ચાઈનામાં જન્મ્યો નવો અને તદ્દન અનોખો વાયરસ, આજે જાણીલો આ વાયરસ વિશે.

હાલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે કે ચાઈનાના બેઇજિંગ શહેરમાં ફરી એક વખત નવો વાયરસ ફેલાયો છે. આ વાયરસની મંકી બી તરીકે ઓળખ કરવામાં આવી છે.

હાલમાં કોરોના ના આતંકને લીધે હજુ વિશ્વ ઝઝૂમી રહ્યું છે અને લાખો લોકોએ પોતાની જાન ગુમાવી છે ત્યારે આ નવા વાઈરસની ઓળખ કર્યા પછી સનસનાટી મચી ગઇ છે. આ વાયરસ વાંદરાઓ માંથી માણસમાં ફેલાય છે. જે વ્યક્તિ પર સુધી હુમલો કરે છે અને તેનું નિધન પણ થઇ શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસ આફ્રિકાના લંગૂર માંથી ફેલાયો છે. જે વ્યક્તિમાં સંપર્ક માં આવવાથી એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિમાં આસાનીથી ફેલાય છે.

એક અહેવાલ મુજબ આ વાયરસ વ્યક્તિની નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરે છે. આ ચેપની જોખમી બાબત એ છે કે તેના લક્ષણો ઘણા ઘાતક છે. આ સાથે એક કે બે અઠવાડિયા પછી આ વાયરસ ધીમે ધીમે વ્યક્તિને સંપૂર્ણ વ્યક્તિને ગ્રસિત કરી દે છે. જેના લીધે તમારે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ ની શરૂઆત વર્ષ 1992માં થઇ હતી. જે વ્યક્તિમાં સીધા સંપર્કમાં આવવાથી ફેલાતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે બીજા દેશો કરતાં ચાઇનામાં આ વાયરસ ની અસર સૌથી વધારે દેખાવા મળી છે. આ વાયરસ થી ગ્રસિત વ્યક્તિને શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો, હાથ પગના દુઃખાવો, થાક લાગવો, આળસ થવી, ફોલ્લીઓ જેવા લક્ષણો દેખાવા મળે છે.

ચીનમાં એક વ્યક્તિનું મંકી બી નામના વાયરસ થી નિધન પણ થઈ ચૂક્યું છે. હકીકતમાં આ વ્યક્તિ ચીનના બેઇજિંગમાં સંશોધનકાર્ય કરી રહ્યો હતો. જોકે આ દરમિયાન તેની તબિયત કથળતા તેને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના પછી તેને મંકી બી વાયરસ નો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું.

તમે બધા જાણતા હશો કે કોરોના ને લીધે આખું વિશ્વ ગ્રસિત થઈ ચૂક્યું છે. તેમ છતાં તેનો કાયમી ઉપચાર મળી શક્યો નથી અને દરેક દેશની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ચૂકી છે. આવામાં આ નવા વાયરસ વિશે જાણીને કોઈપણ વ્યક્તિ અચંબામાં પડી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *