સામાન્ય રીતે દૂધ ને ગરમ કરવાનો દરેક વ્યક્તિને કંટાળો આવે છે. કારણ કે દૂધ ગરમ કરતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે. જેમ કે દૂધ ઉભરાઈને બહાર ના આવી જાય, દૂધને વધારે ગરમ કરવાથી નીચેથી બળી જાય.
આ બધી એવી સમસ્યાઓ છે જે વ્યક્તિને ઘણી રીતે હેરાન કરે છે. જોકે આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવા માત્રથી દૂધ ઉભરાઈ જવાની, દૂધ બળી જવાની અને ફાટી જવાની સંભાવના રહેશે નહીં.
તેનાથી તમારે રસોડામાં વધારે ધ્યાન આપવાની પણ જરૂર નથી. તો ચાલો આપણે આ ઉપાય વિશે વિગતવાર જાણીએ. જો તમે દૂધ ગરમ કરતી વખતે તપેલી અથવા બીજા કોઈ પાત્રને સૌથી પહેલા તેમાં પાણી નાખીને સાફ કરી લો છો અને હવે તેમાં દૂધ ઊકળવા માટે મુકો છો,
તો દૂધ ઉભરાઈને બહાર આવી જશે નહીં અને રસોડુ બગડશે પણ નહીં. આ સાથે નીચે સહેજ ભીનાશ હોવાને લીધે તપેલી બળશે પણ નહીં. તમને જાણીને આશ્ચર્ય પણ કહી દઈએ કે જો તમે દૂધ ગરમ કરવાની તપેલીમાં નીચે એક ચમચી મૂકીને પછી દૂધ ગરમ કરવા માટે મૂકો છો તો,
તેનાથી દૂધ આસાનીથી બહાર આવી જતું નથી અને હંમેશા વરાળ જ બહાર આવે છે. દૂધનો એક છાંટો પણ ઉભરાઈને બહાર આવશે નહીં. તમે દૂધ ગરમ કરતી વખતે તે પાત્ર પર એક લાકડાની ચમચી મૂકી દો. જેના લીધે તપેલી માંથી વરાળ બહાર આવતી રહેશે પણ ક્યારેય દૂધ બહાર આવશે નહીં. આનાથી પણ તમે દૂધને ઊભરવવાથી બચી શકો છો.
જો તમે દૂધ ગરમ કરતી વખતે તમે જે પાત્રમાં દૂધ ગરમ કરવા માટે મૂકો છો તે પાત્રની કિનારી પર થોડીક માત્રામાં માખણ લગાવી દો. જેનાથી તમારું પાત્ર બળવાનો પણ ભય દૂર થઈ જશે અને તપેલીની કિનારી પર માખણ હોવાને લીધે દૂધ બહાર ઉભરાશે પણ નહીં.
દોસ્તો સોડિયમ બાય કાર્બનેટ એક એવો પદાર્થ છે, જેનો કરીને તમે આસાનીથી દૂધને તપેલીની બહાર આવતા બચાવી શકો છો. આ માટે તમારે ફક્ત દૂધ ગરમ કરતી વખતે તેમાં સોડિયમ બાય કાર્બનેટ ઉમેરવું પડશે. જેનાથી દૂધની ખરાબ ગંધ પણ આવશે નહીં.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.