ઘરેલું ઉપચાર

ખાલી 1 જ મિનિટમાં તમારા કાનનો મેલ કાઢો બહાર, ખાલી આ નાનકડા ઉપાયથી.

દોસ્તો કાનમાં મેલ જામી જવો એકદમ સામાન્ય છે કારણ કે તે કાનમાં જતી ધૂળ અને બેકટેરિયા થી કાનને સુરક્ષિત કરે છે પણ જો કાનમાં વધુ પ્રમાણમાં મેલ જામી જાય છે તો તે કાનની સાથે સાથે સાંભળવામાં પણ મુશ્કેલી પેદા કરી શકે છે. તેથી આ મેલને કાનમાંથી સમયસર બહાર કાઢવો ખૂબ જ જરૂરી છે.

જો તમે કાનમાં મેલ જામી ગયા પછી ડોકટર પાસે જવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે સૌથી પહેલા કેટલાક ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ. કારણ કે ઘણા એવા ઘરેલુ ઉપાય છે, જે દવાઓનો આશરો લીધા વિના કાનનો મેલ બહાર કાઢી શકે છે.

તો ચાલો આપણે જાણીએ કે એવા કયા ઉપાય છે, જેનો ઉપયોગ કરીને આસાનીથી કાનનો મેલ બહાર કાઢી શકાય છે.

1. તમને જણાવી દઈએ કે તમે કાન સાફ કરવા માટે નવશેકા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા થોડુંક નવશેકું પાણી લઈને તેમાં રૂનું પૂમડું પલાળી દો.

હવે તેને ધીમે ધીમે કાનમાં રુની મદદથી ટીપાં સ્વરૂપે નાખો. ત્યારબાદ તેને થોડોક સમય કાનમાં ફેરવીને બહાર કાઢી લો. આ ઉપાય કરવાથી તમારા કાનમાં રહેલો મેલ આસાનીથી બહાર આવી જશે.

2. આ સિવાય બીજા ઉપાય અનુસાર તમારે સૌથી પહેલા નવશેકા પાણીમાં થોડુંક મીઠું ઉમેરીને તેને કાનમાં ટીપા સ્વરૂપે નાખી દેવું જોઈએ. હવે તેને કાનમાં બરાબર હલાવીને બહાર કાઢી લેવું જોઈએ. જેનાથી કાનમાં જામી ગયેલો મેલ પણ બહાર આવી જશે.

3. આ ઉપાય અનુસાર સૌથી પહેલા ડુંગળીને પાણીમાં મૂકીને બરાબર ગરમ કરીને તેનો રસ કાઢી લો. હવે આ રસને રૂની મદદથી કાનમાં ટીપાં સ્વરૂપે ઉમેરો. જેનાથી કાનનો મેલ આસાનીથી બહાર આવી જશે અને દુઃખાવો પણ થશે નહીં.

4. જો તમે સરસવના તેલ સાથે મગફળી અને લસણ ગરમ કરીને તેનો રસ કાઢીને કાનમાં નાખવાથી જામી ગયેલા બધો જ મેલ આસાનીથી બહાર નીકળી જાય છે અને દુઃખાવો પણ થતો નથી. જોકે યાદ રાખો કે આ ઉપાય તમારે કાનમાં કોઈ ચેપ કે ઘા ના થયો હોય તો જ અપનાવવો જોઈએ. નહીંતર મુશ્કેલીઓ વધુ વધી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *