જો ભોજન કર્યા પછી કરશો આ ભૂલ તો 100 ટકા પસ્તાવું પડશે, શરીર બની જશે રોગોનું ઘર.

મિત્રો આપણે જમ્યા પછી આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જમ્યા પછી આ એક ભૂલ કરતા હોય છે. મિત્રો ક્યારેક આપણે તીખું-તળેલું, તમતમતું, આથાવાળું ખાધું હોય તો આપણને સોસ બહુ પડે છે. એટલે આપણને જમીને તરત જ પાણી પીવાની ટેવ છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો અમુક લોકો એવા હોય છે. જે કોઈપણ ભોજન જમે તો તરત જ તેમને પાણી પીવાની ટેવ હોય છે. અને અમુક લોકોને ભોજન જમ્યા પછી ઠંડુ પાણી પીવા હોય છે. મિત્રો વૈદિક પરંપરા અનુસાર જમ્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. અને જો એવું લાગે તો ભોજન કરતી વખતે વચ્ચે એકાદ ઘૂંટડો પાણી પી શકાય.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જમીને તરત જ પાણી પીવાથી આપણી હોજરીનો અગ્નિ મંદ પડે છે. અનેક લોકોને એવી ફરિયાદ હોય છે કે બરાબર પાચન થતું નથી, એસીડીટી થઈ જાય છે. અમુક લોકોને ગેસ પણ થઈ જાય છે, અમુક લોકોને કબજિયાતની સમસ્યા પણ રહેતી હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આયુર્વેદ શાસ્ત્ર અનુસાર આ સર્વે રોગોનું મૂળ આપણી હોજરી છે. મિત્રો આપણી હોજરીનો અગ્નિ મંદ પડી ગયો હોય તો આપણા ખોરાકનું બરાબર પાચન થતું નથી. અને ખોરાકનું પાચન ન થવાને કારણે આ તમામ રોગો નો જન્મ થાય છે. મિત્રો હોજરીમાં પાણીની હાજરીથી તેની પાચનક્રિયા નબળી પડે છે.

જમીને તરત જ પાણી પીવાથી આપણું પેટ ભારે થઇ જાય છે. અને ભોજનની પાચન અવસ્થા સ્થગિત થઈ જાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જમીને તરત જ પાણી પીએ તો આપણા શરીરમાં પાચનક્રિયાને બદલે કાચો આમ ઉત્પન્ન થાય છે. જેના કારણે ઘણા દોષ ઉત્પન્ન થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કાચો આમ ઉત્પન્ન થવાને કારણે શરીરમાં દાહ અને અમ્લતા બંને બને છે. અને તેના કારણે આંતરડું પણ શિથિલ બને છે. મિત્રો કાચા આમ ને કારણે આપણા શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે. કાચો આમ ઉત્પન્ન થવાના કારણે આપણું લીવર નબળું પડવાની શક્યતા વધુ રહે છે.

મિત્રો ભોજન કર્યા પછી તરત જ પાણી પીવામાં આવે તો આપણી આંખો ભારે થઇ જાય છે. અને તેના લીધે આપણને માથાના દુખાવાની સમસ્યા રહેશે. મિત્રો લાંબા ગાળે આપણી પાચનક્રિયા મંદ થશે તો આપણને અનેક રોગો થવાની શક્યતા રહેલી છે.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ તમામ પ્રકારના રોગોથી આપણે બચવું હોય તો જમ્યા પછી એક કલાક બાદ શરીર ઇચ્છે એટલું પાણી પીવું જોઈએ. મિત્રો જે લોકોને એસીડીટી છે, જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે, જે લોકોને માથામાં સતત દુખાવો રહ્યા કરે છે, અમુક લોકોને શરીરમાં બળતરાની સમસ્યા રહેતી હોય છે,

જે લોકોને શરીરમાં થાકનો અનુભવ થાય છે, તેવા લોકોએ જમ્યા પછી તરત જ પાણીનું સેવન ન કરવું જોઈએ. આવા લોકોએ જમ્યાના એક કલાક પછી પૂરતી માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. મિત્રો આયુર્વેદ અનુસાર આ ઉપાય કરવાથી આપણે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment