સામાન્ય રીતે મોટાભાગના ભારતીય ઘરોથી લઈને હોટલ સુધી દરેક જગ્યાએ ભોજન કર્યા બાદ વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળી મોઢાના ફ્રેશનર તરીકે ઓળખવામાં આવે છે.
જે સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને કોઈપણ વ્યક્તિ પસંદ કરી શકે છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે વરિયાળી સ્વાસ્થયની દ્વષ્ટિએ પણ કોઈથી ઓછી નથી.
હકીકતમાં વરિયાળીમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, વિવિધ વિટામિન મળી આવે છે. જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલ બીમારીઓ દૂર કરીને તમને તંદુરસ્તી પ્રદાન કરવા માટે કામ કરે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને વરિયાળી ખાવાથી થતા ફાયદાઓ વિશે વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે તમારે અવશ્ય જાણવું જોઈએ.
જો તમે ભોજન કરી કરી લીધા બાદ દરરોજ વરિયાળી ખાવાની ટેવ બનાવો છો તો તેનાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. હકીકતમાં તેમાં ફાઈબર મળી આવે છે.
જે પાચન શક્તિ ને મજબૂત કરીને ખોરાકને યોગ્ય રીતે પચાવી દે છે. આ સાથે તમે સાકાર સાથે વરિયાળી ખાવ છો તો તેનાથી પેટમાં ઠંડક મળે છે અને કબજિયાત, ગેસ અને અપચો ની સમસ્યા દૂર થઈ જાય છે.
જો તમને વારંવાર મોઢાના ચાંદા પડી જાય છે તો તમારે વરિયાળી નો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં વરિયાળીમાં એન્ટી તત્વો હોય છે, જે તમારી સમસ્યા દૂર કરે છે.
આ માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક કે બે ચમચી વરિયાળી મિક્સ કરીને તેને ગરમ કરી લો. ત્યારબાદ તેમાં ફટકડી ઉમેરીને કોગળા કરવામાં આવે તો તેનાથી રાહત મળી જાય છે.
જો તમે રાતે યોગ્ય અને સારી ઊંઘ લીધા પછી પણ સવારે થાક અનુભવો છો તો તમારે વરિયાળીનો ઉપાય કરવો જોઈએ. હકીકતમાં વરિયાળી થી મગજ એકદમ તાજગીભર્યું થઇ જાય છે અને જેનાથી આળસ, નબળાઈ, થાક જેવી સમસ્યાઓ દૂર થાય છે. આ માટે સવારે અને સાંજે દરરોજ વરિયાળી અને સાકર મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લેવું જોઈએ.
તમને જાણીને આશ્ચર્ય થશે પણ કહી દઈએ કે વરિયાળી મોઢાની ચમક માટે પણ કામ કરે છે. આ માટે સૌથી પહેલા વરિયાળીને એક ગ્લાસ પાણીમાં ઉમેરીને તેને ગરમ કરી લો અને પછી જ્યારે તે નવશેકું બને ત્યારે તેને ચહેરા પર ઘસો. આનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને ચહેરો એકદમ ગ્લોઇંગ કરશે.
વરિયાળીમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો મળી આવે છે. આવી સ્થિતિમાં જો તમારા મોઢા માંથી ખરાબ વાસ આવે છે તો તમારે તેનું સેવન કરવું જોઈએ. જે મોઢાની દુર્ગંધ દૂર કરીને ફ્રેશનેશ ફેલાવશે.
જો તમને આંખોની સમસ્યા છે અને બહુ ઓછું દેખાય છે તો તમારે વરિયાળી, પાણી અને સાકર ને સરખા પ્રમાણમાં મિક્સ કરીને લેવાથી આંખોની સમસ્યા દૂર થઈ જાય છે.
જો તમને ઉધરસ થઇ ગઈ છે અને દૂર થવાનું નામ લઈ રહી નથી તો તમારે સૌથી પહેલા વરિયાળીને પાણી સાથે ગરમ કરીને ઉકાળી લેવી જોઈએ. જેના પછી તમારે તેમાં મધ ઉમેરીને સેવન કરવાથી ઉધરસ દૂર થાય છે અને તમને આરામ મળે છે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.