સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ વ્રત કે પછી ઉપવાસ કરે છે ત્યારે તેઓ ભોજનમાં સિંધવ મીઠું નો ઉપયોગ કરતા હોય છે. આ સાથે ઘણા લોકો તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓ પણ દૂર કરતા હોય છે પંરતુ શું તમે સિંધવ મિથુન બીજા ઘણા નુસખા માટે ઉપયોગ કરી શકાય છે, તેના વિશે જાણો છો?
જો ના તો તમને કહી દઈએ કે તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરીને સ્વાસ્થય સાથે જોડાયેલ ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. તેનાથી થતા ફાયદાઓ એવા છે કે કોઈપણ વ્યક્તિ તેને અજમાવવા માંગી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે સિંધવ મીઠું આપણને કેવી રીતે લાભ આપી શકે છે અને તેનાથી થતા ફાયદાઓ કયા કયા છે.
સામાન્ય રીતે તમે ધ્યાન આપ્યું હોય તો તાંબા અને પિત્તળ ના વાસણોનો ઉપયોગ કરવાથી તે થોડાક જ દિવસોમાં તે કાળા પડી જાય છે. આ સાથે તેને જલ્દીથી ચમકાવી પણ શકાતા નથી. આવી સ્થિતિમાં તમે લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરીને તેનાથી વાસણો પર ઘસવામાં આવે તો વાસણો ચમકદાર બની જાય છે.
જો કોઈ વસ્તુ ગરમ કરતી વખત વાસણ બળી જાય છે તો તેના પર તમારે સિંધવ મીઠું નાખીને બરાબર ઘસવું જોઈએ. આવું કરવાથી બળી ગયેલું વાસણ પોતાનું નવું સ્વરૂપ ધારણ કરી લેશે અને કોઈને ખબર પણ પડશે નહી.
જો તમારા રસોડામાં કોઈ વાસ્તુ ગરમ કરતી વખતે ડાઘ પડી જાય છે અને તે ઘણી મહેનત કરવા પછી પણ જવાનું નામ લઈ રહ્યા નથી તો તમારે તેને સિંધવ મીઠું થી દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા લિકવિડમાં સિંધવ મીઠું મિક્સ કરીને તેનાથી ડાઘ સાફ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેનાથી તમને રાહત મળશે.
જો તમારા હાથ એકદમ કડક બની ગયા છે તો પણ તમે સિંધવ મીઠું નો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં એવા ગુણો જોવા મળે છે જે હાથને નરમ અને મુલાયમ બનાવવા માટે કામ કરે છે. આ માટે તમારે સિંધવ મીઠું લઈને તેને ઓલિવ તેલમાં મિક્સ કરી દો પછી તેની મસાજ કરો. આનાથી તમારા હાથમાં ફરક દેખાવા મળશે.
જો તમને આખો દિવસ તણાવ અને ચિંતા રહે છે તો તમારે નાહવાના પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરી લેવું જોઈએ અને તેનાથી સ્નાન કરવું જોઈએ. જો તમે આ પાણી દ્વારા અવારનવાર સ્નાન કરો છો તો તાણ લેવાની સમસ્યા ગાયબ થઈ જાય છે.
જો તમને પગમાં સોજો આવી ગયો છે તો તમારે પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરીને તેમાં પગ પલાળી રાખવા જોઈએ. તેનાથી તમને થાક પણ ઓછો થઈ જશે અને સોજો પણ દૂર થાય છે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.