હવે આ રીતે ચકાસી લો કે ઘરે લાવેલું મધ અસલી છે કે નકલી? હવે આસાનીથી કરી શકાશે મધની શુદ્ધતા.

સામાન્ય રીતે જૂના સમયથી મધનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ સાથે તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થયની સમસ્યા પણ દૂર કરી શકાય છે. તેની અંદર વિશેષ પ્રકારના એન્ટી તત્વો હોય છે, જે શરીર માંથી ઝેર બહાર કાઢવા માટે કામ કરે છે. આ સાથે તેનાથી મોઢાના ચાંદા, કબજિયાત અને પેટના રોગો પણ દૂર કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે આજના સમયમાં પૈસા કમાવવાની દોડમાં લોકો સારા ખોટાનો ખ્યાલ રાખ્યા વિના વેચાણ કરતા હોય છે. આજ કારણ છે કે વ્યક્તિ અસલી અમે નકલી મધનો ખ્યાલ કરી શકતો નથી. જેના લીધે તેનો અજાણ્યે ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય ને ખૂબ જ નુકસાન નો સામનો કરવો પડે છે.

જોકે આજે અમે તમને અસલી અને નકલી મધની કેવી રીતે પરખ કરી શકાય છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મધ ની શુદ્ધતા ચકાસવા માટે તમે વિનેગર નો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા મધને એવો ગ્લાસમાં લઈને તેના થોડુંક વિનેગર અને થોડાક પાણીમાં ટીપા મિક્સ કરો. જો આવું કર્યાના એકાદ મિનિટ પછી ફીણ દેખાવા લાગે છે તો સમજી લેવું જોઈએ કે મધ નકલી છે.

તમે બ્રેડની મદદથી પણ મધની શુદ્ધતા તપાસી શકો છો. આ માટે સૌથી પહેલા મધને બ્રેડ પર લગાવો અને સરખી રીતે ચારેય બાજુમાં ફેરવી લો. હવે થોડીકવાર માટે તેને રહેવા દો. જો બ્રેડની સાથે મધ એકદમ ઢીલું થઇ જાય છે તો સમજો કે મધ ભેળસેળ યુક્ત છે. કારણ કે અસલી મધને બ્રેડ પર લગાવવાથી તે પોતાની સ્થિતિ જાળવી રાખે છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે અગ્નિ દ્વારા મધની તપાસ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક મીણબત્તી સળગાવી લો અને બીજી તરફ એક કડક લાકડું લઈને તેની એક બાજુ પર રૂ વીંટાળી લો અને તેના પર મધ ચેરાય બાજુ લગાવો. હવે આ કપાસને મીણબત્તી પાસે લઈ જવો.

જો મધ ભેળસેળ યુક્ત હશે તો કપાસ સળગવામાં સમય લાગશે અને જો યોગ્ય હશે તો બહુ જલદી કપાસ સળગી જશે.

તમે ગરમ પાણીમાં મધ ઉમેરીને તેની શુદ્ધતા તપાસી શકો છો. જો ગરમ પાણીમાં મધ નાખતાની સાથે જ પાણીની નીચે પોતાની જગ્યા બનાવી લે છે તો સમજો મધ શુદ્ધ છે તેનાથી વિપરીત મધ પાણીમાં એકરસ થઈ જાય છે તો સમજો મધમાં ભેળસેળ કરવામાં આવી છે.

તમે બે આંગળીઓ દ્વારા પણ મધની શુદ્ધતા તપાસી શકો છો. તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ એકદમ સાચું છે. આ માટે સૌથી પહેલા મધને બે આંગળીઓ વચ્ચે લઈને તેને નીચે પડવા દો. જો મધ શુદ્ધ હશે તો એક જાડી લાળ રચાય છે અને મધ નકલી હશે તો તે પાતળા ટીપા સ્વરૂપે નીચે પડી જશે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment