આયુર્વેદ

એક દિવસની અંદર શારીરિક શક્તિ પ્રાપ્ત કરીને હાડકા, સાંધાના દુઃખાવા, સંધિવા જેવી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે આ ખાસ વસ્તુ.

સામાન્ય રીતે આપણે બધા બાવળને જોતા જ તેની અવગણના કરીએ છીએ કારણ કે આપણને લાગે છે બાવળ આપણને કોઈ રીતે ઉપયોગી નથી. તેનાથી ફક્ત કાંટા જ વાગે છે અને તે એકદમ નકામો છો. જોકે તમારી આ ધારણા એકદમ ખોટી છે કારણ કે બાવળ કોઈ દવા કરતા ઓછો નથી.

તેની દરેક વસ્તુ જેમ કે છાલ, શીંગ, ગુંદર વગેરે વ્યક્તિના સ્વાસ્થય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ સાથે તેનું દાતણ કરવાથી વ્યક્તિને દાંતના દુખાવા, કીડા પડવા, દાંત સડી જવા જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને બાવળના લાભ લઈને આવ્યા છીએ, જેના વિશે તમારે જાણવું જ જોઈએ.

જો તમને સાંધા અને હાડકા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે બાવળ નો ઉપયોગ કરી શકો છો. આ માટે બાવળ ની શીંગો લઈને તેને સૂકવી લો અને જ્યારે તે સૂકવી જાય ત્યારે તેને ગરમ પાણીમાં ઉમેરીને એકરસ કરી લો. હવે તમે તેનું સેવન કરી શકો છો. તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

જો તમારું હાડકું કોઈ જગ્યાએથી ક્રેક થઇ ગયું છે તો તમે બાવળની શીંગો નો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા બાવળની શિંગોનો પાવડર બનાવીને તેને મધ, પંચાગ ચૂર્ણ અને બકરીના દૂધમાં મિક્સ કરીને સેવન કરવાથી હાડકા તૂટેલા હોય તો તે જોડાઈ જાય છે.

જો તમને કાનમાં ઘણો બધો દુઃખાવો થઇ રહ્યો છે બહાર રસી નીકળી રહી છે તો તમે સરસવ ના તેલમાં શિંગોનો પાવડર ઉમેરીને તેને ગરમ કરી લેવું જોઈએ અને જ્યારે તે બરાબર ગરમ થઇ જાય ત્યારે તેને નીચે ઉતારી ને ઠંડુ થવા દો. ત્યારબાદ ધીમે ધીમે તેના એકથી બે ટીપાં કાનમાં નાખો. આવું કરવાથી કાનનો દુઃખાવો કાયમ માટે દૂર થઈ જશે.

જો તમને કમરના દુખાવાને લીધે ચાલવા, બેસવા અને સૂવામાં તકલીફ થઈ રહી છે તો તમે દવા તરીકે બાવળની શીંગો, ગુંદર અને છાલને સરખા પ્રમાણમાં લઈને તેનુ ચમચીથી સેવન કરવાથી લાભ થાય છે અમે કમરનો દુઃખાવો દૂર થઈ જાય છે.

જો તમને વારંવાર દિવસ દરમિયાન પેશાબ કરવો પડે છે તો તમારે બાવળની શિંગોને છાયડામાં સુકવીને તેને ઘી સાથે શેકી લો અને તેનો પાવડર બનાવવો. હવે તેને પાણી સાથે લેવાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા દૂર થઈ જશે.

જો તમને પથારીમાં પેશાબ કરવાની સમસ્યા થઇ ગઇ છે અને પેશાબમાં તકલીફ પડે છે તો પણ તમે બાવળની શીંગોનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા બાવળની શિંગને છાયડામાં સુકવીને ઘીમાં શેકી લો. ત્યારબાદ તેમાં સાકાર નો પાવડર મિક્સ કરીને તેને ચાર ગ્રામના જથ્થામાં ગરમ દૂધ સાથે લેવાથી પથારીમાં પેશાબની સમસ્યા દૂર થાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *