મિત્રો આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા-પાઠ માટે જ કરીએ છીએ. પણ આ વસ્તુનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ કરી શકીએ છીએ. આવી જ એક વસ્તુ છે કપૂર.
કપુરનો સીધો ઉપયોગ કરો કે પછી કપૂરના તેલનો ઉપયોગ ઘણો ફાયદાકારક છે. કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવામાં ઉપયોગી થાય છે.
પણ કપૂર કે કપૂર માંથી તૈયાર કરેલ તેલ આપણે આપણી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ. મિત્રો આજે આપણે આ લેખમાં કપૂર અને તેના તેલ વિશે જાણીશું.
કપૂરથી તૈયાર થયેલ તેલ દ્વારા શરીરના રક્તનો સંચાર સારો થાય છે. શરીરના કોઇપણ અંગમાં દુખાવો થાય તો કપૂરના તેલથી માલિશ કરવાથી રાહત થાય છે.
ગઠિયા વા કે પછી સંધિવા હોય તો કપૂર ના તેલની માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે. કપૂર ફાટેલી એડીને મુલાયમ બનાવીને ભરી દે છે. ગરમ પાણીમાં કપૂર નાખી તેમાં પગ થોડીવાર રહેવા દો, અને સ્ક્રબ કરો અને પછી તેના પર ક્રીમ લગાવો તેનું પરિણામ સારું મળશે.
કપૂરનું તેલ ચહેરા પર લગાવવાથી ખીલ ઓછા થાય છે. મિત્રો કપૂરના તેલથી વાળની સમસ્યા પણ દૂર થઇ શકે છે. કપૂરના તેલથી માથામાં માલિશ કરવાથી વાળ ખરતા ઓછા થાય છે. અને મજબૂત બને છે. તમે ઈચ્છો તો તેલમાં ઈંડા કે દહીં ભેળવીને લગાવી શકો છો.
આ તેલ માથામાં લગાવ્યા પછી એક કલાક પછી વાળ ધોઈ નાખવા. શરીરના કોઈ અંગ ઉપર બળી ગયુ હોય કે દાઝ્યા હોય તો આ તેલનો ઉપયોગ કરવો. જો હાથ આગથી દાઝી ગયો હોય કે
પછી તેના ઉપર નિશાન આવી ગયા હોય તો કપૂર ના તેલ નો ઉપયોગ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે. કપૂર પાણીમાં ભેળવીને પણ તેને લગાવવાથી ખુબ રાહત મળે છે.
મિત્રો શરીરની ત્વચા પર ખંજવાળ આવતી હોય તો કપૂરના તેલનો ઉપયોગ કરવાથી ખંજવાળમાં રાહત મળી શકે છે. કપૂરનુ તેલ આપણી ત્વચાને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે.
તેનો પ્રયોગ કરવાથી નિખાર વધી જાય છે. પણ સૌ પહેલા આ તેલનો ઉપયોગ તમારા હાથ ઉપર કરી જુઓ આ તેલથી તમને કોઈ આડઅસર થતી ન હોય તો,
તમારે તમારી ત્વચા પર તમે લગાવી શકો છો. નાના બાળકોને શરદી થઇ હોય ત્યારે તેનું નાક બંધ થઇ જાય છે. અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી એક કપૂરની ગોળી એક કપડામાં થોડા થોડા અંતરે બાંધી માળા બનાવી, તમારા બાળકના ગળામાં પહેરાવી દેવાથી કપૂર ના પ્રભાવથી તેને શ્વાસ લેવામાં તકલીફ નહીં પડે. મિત્રો કપૂર સ્વાઈન ફ્લુના વાયરસ ને દૂર કરે છે.
મિત્રો કપૂરનું તેલ બનાવવું ખૂબ જ સરળ છે. આમ તો તે બજારમાં તે મફર ઓઇલના નામે વેચાય છે. પરંતુ જો તમે કપૂર ના તેલ ને ઘરે જ બનવા ઈચ્છતા હોય તો નારિયેળના તેલમાં કપૂર ના ટુકડા નાખીને તેને હવા ટાઇટ ડબ્બામાં બંધ કરી દો. 24 કલાક પછી તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.