સામાન્ય રીતે ધાણાનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. તે સ્વાસ્થયની દ્વષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેઓ ઉપયોગ મોટેભાગે ભોજનમાં સ્વાદ વધારવા માટે થાય છે પણ તમે તેનો ઉપયોગ કરીને અનેક બીમારીઓ પણ દૂર કરી શકો છો.
હકીકતમાં ધાણાના બીજ, મૂળ, પાન, ફળ જેવી દરેક વસ્તુ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે. સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવું અનેક બીમારીઓ માટે કારગર માનવામાં આવે છે.
તેનાથી પેટના રોગો જેવા કે એસિડિટી, કબજિયાત, પેટનો વિકાર વગેરે જેવી સમસ્યા દૂર કરી શકાય છે. ધાણાને મુત્રવર્ધક માનવામાં આવે છે, તેનાથી પેશાબ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરી શકાય છે, તો ચાલો આપણે જાણીએ કે ધાણા આપણને કેવી રીતે લાભ આપી શકે છે.
આમ તો ધાણાનું ડ્રીંક બનાવવાની ઘણી રીતો છે પંરતુ આજે અમે તમને આ બધી રીતો માંથી એક રીત વિશે વાત કરીશું. આ માટે સૌથી પહેલા એક અથવા બે ગ્લસ પાણી લઈને તેના ચપટીભર ધાણા ના બીજ ઉમેરી લો.
હવે તેને ગેસ ગરમ કરવા માટે મૂકી દો અને જ્યારે ધાણા બરાબર ઉકળી જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને તેને ખાલી પેટ સેવન કરી શકો છો. હવે આપણે તેનાથી થતા લાભ વિશે વિગતવાર માહિતી મેળવીએ.
ધાણાનું પાણી પીવાથી શરીરમાં વિવિધ પ્રકારના પોષક તત્વો મળી રહે છે, જેના લીધે તમે આખો દિવસ ઊર્જાવાન અનુભવ કરી શકો છો. તેનાથી પેટના રોગ પણ નાબૂદ થઈ જાય છે.
તમે તેનો ભૂખ્યા પેટે સેવન કરીને ગેસ, કબજિયાત, અપચો વગેરેમાં પણ રાહત મેળવી શકો છો. તેનાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર પણ કાબૂમાં રહે છે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ સંતુલિત રહે છે. જેનાથી તમને હ્રદય રોગ થઈ શકતો નથી.
1. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે :- ધાણાનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. તેનાથી રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે. હકીકતમાં તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો ઇન્યુનીટી મજબૂત કરવા માટે સારી રીતે ભાગ ભજવે છે. તેનાથી તમને કોઈ વાયરલ બીમારી થઇ શકતી નથી.
2. પાચન શક્તિ વધારવા :- સામાન્ય રીતે તમારી પાચન શક્તિ યોગ્ય ના હોય તો તેનાથી અનેક રોગો વ્યકિતને શિકાર બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે ધાણા પાણીનું સેવન કરો છો તો તેનાથી પાચન શક્તિ માં વધારો થાય છે અને કોઈપણ ખોરાક આસાનીથી પચી શકે છે. તેનાથી મેટાબોલિઝ્મ લેવલ પણ યોગ્ય રીતે કામ કરે છે.
3. વજન ઓછું કરવા મદદગાર :- આજના સમયમાં મોટાભાગના લોકો વજન વધારાનો શિકાર બની ગયા છે. જેના લીધે તેમને ચાલવામાં અને બેસવામાં પણ તકલીફ પડે છે, વળી તેનાથી તેમને શરમનો પણ સામનો કરવો પડે છે.
આવી સ્થિતિમાં જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ધાણા પાણી ભોજનમાં શામેલ કરવું જોઈએ. હકીકતમાં તેમાં રહેલા ગુણો મેટાબોલિઝ્મ લેવલ કાબૂમાં રાખે છે, જેનાથી શરીરમાં ચરબીના સ્તર જામતા નથી અને વજન ઓછું કરી શકાય છે.
4. વાળ માટે ઉપયોગી :- ધાણા પાણીમાં રહેલા પોષક તત્વો વાળ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે ઘણા પાણી મંથી વિટામિન સી મળી આવે છે, જેનાથી વાળની મજબૂતાઇ માં વધારો થાય છે.
આવી સ્થિતિમાં જો તમારા વાળ વધુ પ્રમાણમાં ખરી રહ્યા છે અથવા ચમક ઓછી થઈ ગઈ હોય તો તમારા ભોજનમાં ઘણા પાણીનું સેવન કરવું જ જોઈએ.
5. સ્કીનની ચમક માટે :- જ્યારે તમે સવારે ઊઠીને ધાણા પાણીનું સેવન કરો છો તો તેનાથી ચામડીમાં અનોખી ચમક આવી જાય છે. હકીકતમાં તેમાં રહેલા આયરન, એન્ટી ફંગલ અમે એન્ટી બેક્ટેરિયલ ગુણો ચામડીને જુવાન બનાવવા માટે કામ કરે છે.
જેનાથી તમારી ચામડીમાં ચમક આવી જાય છે. તેનાથી જો તમારી ત્વચા પર ડાઘ, ખીલ કે પછી બ્લેક હેડ્સ થઇ ગયા છે તો તમારે સવારે ખાલી પેટ ધાણા પાણીનું સેવન કરવું જોઈએ.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.