પેટ ભરીને ખાઓ અને ખાલી 7 જ દિવસમાં રોકેટ સ્પીડે ઉતારો તમારું વજન.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવા ઉપચાર વિશે વાત કરવાના છીએ, જે જાણીને તમને ખૂબ જ નવાઈ લાગશે. આજે અમે તમને જણાવાના છીએ કે પેટ ભરીને ખાઓ અને સાત થી આઠ દિવસમાં વજન ઓછું કરો. મિત્રો હવે તમને નવાઈ લાગશે કે પેટ ભરીને ખાવું,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અને વજન ઘટાડવું આ કઈ રીતે પોસિબલ છે. તો તેના વિશે આજના આ લેખમાં અમે તમને ખુબ જ સરસ માહિતી આપીશું. મિત્રો વજન ઘટાડવાનો આ સાત દિવસ નો ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો. અને સાત દિવસમાં તમે પાંચથી છ કિલો જેટલું વજન ઓછું કરી શકો છો.

મિત્રો આ ઉપાય કરવાથી તમારું શરીર એકદમ સારું થઈ જશે. અને શારીરિક ઊર્જામાં કોઇપણ જાતનો ઘટાડો આવશે નહીં. અને આ ઉપાય કરવાથી પહેલા કરતા પણ સારી સ્ફૂર્તિ તમે મેળવી શકો છો. મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કે દિવસમાં લગભગ 10 થી 12 ગ્લાસ જેટલું પાણી તમારે પીવાનું છે. પાણી પીવાથી તમારા શરીરમાં નબળાઈ નહી આવે અને તમારું શરીર ડીહાયડ્રેડ ન થાય. આમ તો આપણા શરીરને લગભગ દિવસમાં 10 થી 12 ગ્લાસ જેટલું પાણી ની જરૂર પડતી જ હોય છે.

મિત્રો જ્યારે પણ તમે નક્કી કરો કે તમારે વજન ઘટાડવા ની શરૂઆત કરવી છે ત્યારે પ્રથમ દિવસે તમારે માત્ર ફળોનું સેવન કરવાનું છે. મિત્રો એ દિવસે તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે તમારે માત્ર ફળોનું જ સેવન કરવાનું છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો તમે ગમે તે ફળ ખાઈ શકો છો સિઝનેબલ દરેક ફળનું તમે સેવન કરી શકો છો. પરંતુ કેળાનું સેવન તમારે ન કરવું જોઈએ. કેળૂ વજન વધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મિત્રો પહેલા દિવસ માટે તમારે આખો દિવસ ફક્ત ફળોનું સેવન કરવાનું છે.

જો તમારે ચા પીવાની ઈચ્છા હોય તો આદુવાળી ચા તમે પી શકો છો. સાથે તમે લીંબુ પાણી પણ પી શકો છો. લીંબુ અને પાણી વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. મિત્રો બીજા દિવસે તમારે ફક્ત શાકભાજીનું સેવન કરવાનું છે. બીજા દિવસે તમારે ફળોનું સેવન કરવાનું નથી.

અને સાથે પાણીનું સેવન કરવાનું છે. મિત્રો શાકભાજીમાં તમે કચુંબર તરીકે ખાઈ શકો છો. તેનો સૂપ બનાવીને પી શકો છો. પરંતુ તેમાં તેલ અને મસાલાનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. બાફેલા શાકભાજી નું તમારે સેવન કરવાનું છે. અને સાથે-સાથે 10 થી 12 ગ્લાસ જેટલું પાણી પીવાનું છે.

મિત્રો આ બધું કરવાથી તમારા શરીરમાં નબળાઈ પણ નહિ આવે અને વજન ઓછું થતું જશે. મિત્રો ત્રીજા દિવસે તમારે ફળ અને શાકભાજી બન્નેનું સેવન કરવું છે. પરંતુ ફળમાં કેળાનું સેવન તમારે કરવાનું નથી. અને વચ્ચે તમે લીંબુ પાણી નું પણ સેવન કરી શકો છો. હવે મિત્રો ચોથા દિવસે તમારે મલાઈ વગરનું દૂધ લેવાનું છે. અને સાથે કેળાનું સેવન કરવાનું.

ચોથા દિવસે મલાઈ વગરનું દૂધ અને કેળા સ્વરૂપે આપણા શરીરને એનર્જી પૂરી પાડવાની છે. અને સાથે જ દિવસ દરમિયાન 10 થી 12 ગ્લાસ જેટલા પાણીનું સેવન તો કરવા નું જ છે. મિત્રો પાંચમા દિવસે તમારે ટામેટા અને ભાતનું સેવન કરવાનું છે. એટલે કે મિત્રો તમે ટમેટા ની ડીશ ખાઈ શકો છો. અને સાથે તમે ભાતનું પણ સેવન કરી શકો છો.

અને પાંચમા દિવસે તમારે બાફેલા શાકભાજી નું પણ સેવન કરવાનું છે. અને સાથે લીંબુ પાણી ને પણ સેવન કરવાનું છે. અને નિયમિત રૂપે 10 થી 12 ગ્લાસ જેટલું પાણી પીવાનું છે. મિત્રો ટમેટાનું સેવન કરવાથી આપણા શરીરની પાચનશક્તિ ખૂબ જ મજબૂત થશે. અને ભાતનું સેવન કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ જળવાઈ રહેશે.

મિત્ર છઠ્ઠો દિવસ શાકભાજી અને ભાતનો દિવસ રહેશે. આ દિવસે તમારે દિવસમાં એકવાર લીંબુ પાણીનું સેવન કરવાનું છે. અને આખો દિવસ તમારે શાકભાજી અને ભાત ઉપર રહેવાનું છે. મિત્રો સાતમા દિવસે તમે શાકભાજી, ભાત અને ફળોના જ્યૂસનું સેવન કરી શકો છો. સાથે જ,

લીંબુ પાણી પણ પી શકો છો. અને 10 થી 12 ગ્લાસ જેટલું પાણી નું સેવન કરવાનું છે. મિત્રો આ સમયે તમારે દૂધમાંથી બનેલ કોઈ પણ વાનગી ની સેવન કરવાનું નથી. મિત્રો આ રીતે તમે ઉપાય કરશો તો તમારું વજન પણ ઘટશે અને શરીરમાં નબળાઈ પણ નહિ આવે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment