પગની એડી દુખતી હોય તો કરજો આ દેશી ઉપાય, જિંદગીભર નહીં દુખે તમારી એડી.

મિત્રો હાલના સમયમાં પગની એડીના દુખાવાની સમસ્યા ખુબ જ સામાન્ય બની ગઈ છે. મોટાભાગના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. પુરુષોની સરખામણી કરતાં સ્ત્રીઓમાં આ સમસ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

મિત્રો સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવામાં મળતો પગની એડીના દુખાવાના પણ કેટલાક કારણો જવાબદાર છે. મિત્રો ખાસ કરીને મહિલાઓ ઊંચી એડીના ચંપલ પહેરે છે. જે એડીના દુખાવાનો મુખ્ય કારણ છે.

મિત્રો એક જ પોઝિશનમાં લાંબો સમય સુધી ઊભા રહેવાથી પણ પગની એડીમાં દુખાવો થવાની શક્યતા વધુ રહેલી છે. ઘણા લોકો ઊંઘની ગોળી લેતા હોય છે. અને ઘણા લોકો એવા પ્રકારની દવા લેતા હોય છે.

જેના લીધે પણ એડીના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો માથાના દુખાવાની વધુ પડતી ગોળી ગળવાથી પગની એડી દુખવા ની સમસ્યા રહેતી હોય છે.

મિત્રો અમુક પ્રકારના ટાઈટ પગરખા પહેરવાથી પણ પગની એડીનો દુખાવો રહેતો હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને પગની એડી ના દુખાવા માટે દેશી ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી પગની એડીમાં રહે તો દુખાવામાં તરત જ રાહત મળી જાય છે. મિત્રો ખાસ કરીને આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ રહેતી હોય છે.

અને જે લોકો ને વજન વધારે હોય તેવા લોકોને આવી સમસ્યા વધુ પ્રમાણમાં રહેતી હોય છે. મિત્રો આ સમસ્યામાંથી બચવા માટે સૌપ્રથમ તમારે તમારા શરીરનું વજન ઓછું કરવું પડશે.

શરીરનું વધારે પડતું વજન પણ આનું કારણ બની શકે છે. મિત્રો આ ઉપાય કરવા માટે તમારે ૧૦૦ ગ્રામ જેટલી મેથી લેવાની છે. તેને ખાંડીને અધકચરો ભૂકો બનાવી દેવાનો છે. ત્યારબાદ આ મેથીના પાઉડરમાં બે ચમચી જેટલું એરંડિયું તેલ નાંખવાનું છે. ત્યારબાદ તેને બન્ને હાથની આંગળીઓ વડે મિક્સ કરી લેવાનું છે.

ત્યારબાદ દોઢ કલાક સુધી તેને ઢાંકીને રહેવા દેવાનુ છે. ત્યારબાદ આ મિશ્રણને તમારે શેકવાનુ છે. મિત્રો આ મિશ્રણને બદામી રંગનું થાય ત્યાં સુધી તેને શેકવાનું છે પછી તેમાં બે ચમચી હળદર નાખવાની છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી અજમાનું ચૂર્ણ ઉમેરવાનું છે.

ત્યારબાદ તેમાં અડધી ચમચી સંચળ ઉમેરવાનું છે. પછી તેમાં એક ચમચી જેટલો સૂંઠનો પાઉડર ઉમેરવાનો છે. ત્યારબાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવાનું છે.

મિત્રો ત્યારબાદ આ ચૂર્ણની એક બોટલમાં ભરીને મૂકી દેવાનું છે. મિત્રો આ ત્રણે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આ ચૂર્ણ નાખીને હલાવીને ધીમે ધીમે દિવસમાં બે વાર તેનું સેવન કરવાનું છે.

મિત્રો આ ઉપાય કરવાથી ગમે તેવો પગની એડીનો દુખાવો તરત જ છુમંતર થઇ જશે. મિત્રો આ આયુર્વેદિક ઉપાય કરવાથી શરીરમાં થતાં અન્ય દુખાવામાં પણ ખૂબ જ રાહત મળશે. આ ચૂર્ણનું નિયમિત રીતે સેવન કરવાથી તમે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment