શું તમને પણ વારંવાર શરદી, ખાંસી અને કફ થઇ જાય છે? તો અપનાવી લો આ ઘરેલુ ઉપાય, પળભરમાં મળશે રાહત…

સામાન્ય રીતે જ્યારે હવામાનમાં પરિવર્તન થાય છે ત્યારે ઘણા રોગો વ્યક્તિને ઘેરી લેતા હોય છે. જેમાંથી શરદી, ઉધરસ અને ખાંસીની સમસ્યા તો વ્યક્તિને ખૂબ જ પીડા આપે છે. કારણ કે આ એવા રોગ છે, જે વ્યક્તિને બહુ જલ્દી પોતાની પકડમાં લાવી દેતા હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે પણ હવામાનમાં પરિવર્તન થવાને લીધે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે આજે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, તે અપનાવવા જ જોઈએ.

જો તમે કફ, ઉધરસ અને શરદીની બીમારીઓ થી પીડિત છો તો તમારે સૌથી પહેલા મધ, લીંબુ નો રસ અને ઈલાયચી ને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી જોઈએ, હવે તેની ચાટવાથી આ રોગો દૂર થાય જાય છે અને તમને આરામ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે જાણતા જ હશો કે હળદરમાં એવા ગુણધર્મો જોવા મળે છે, જે ચેપ સામે લડવામાં મદદ કરે છે. આ સાથે તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો જોવા મળે છે. જે આવી નાની બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે.

આ માટે સૌથી પહેલા હળદર ને ગરમ પાણીમાં મિક્સ કરીને લેવાથી કફ છૂટો પડી જાય છે અને ગળામાં રાહત મળે છે. આ સાથે શરદી અને ખાંસીમાં પણ રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરો છો તો પણ તમને આરામ મળે છે. આ માટે તેને નવશેકા ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને દિવસમાં 2થી3 વખત કોગળા કરી શકો છો. જેનાથી નાની બીમારીઓનો ખાત્મો થઇ જશે.

આ સિવાય તમે મસાલાવાળી ચામાં આદુ, તુલસી અને કાળા મરી મિક્સ કરીને તેને બરાબર ઉકાળ્યા પછી સેવન કરો છો તો તમને આરામ મળી શકે છે. આ સાથે તમે આદુને ગ્રાઇન્ડ કરીને તેમાં તુલસીનો રસ અને મધ મિક્સ કરીને પણ ખાઈ શકો છો. તેના સેવનથી શરદી, ઉધરસ અને કફની સમસ્યા દૂર થશે.

તમે આવી સમસ્યાનો અંત લાવવા માટે વિટામિન સી થી ભરપુર આમળા પણ ખાઈ શકો છો. જેનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા આવી જાય છે અને ઘણા રોગો દૂર થઈ જાય છે. આ સાથે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

જોકે આ સમય દરમિયાન તમારે બહારનું ભોજન ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી એલર્જી ની સમસ્યા દૂર થઈ શકે છે. આ સાથે તમે તેનાથી રાહત આપશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment